ETV Bharat / state

કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી

author img

By

Published : Dec 9, 2022, 4:14 PM IST

કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી
કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી

સુરત કામરેજ વિધાનસભા (Kamrej assembly seat) બેઠક કે જે બેઠક પર જીત માટે રસાકસી જોવા મળી હતી તે બેઠક પર ભાજપના ઉમેદવાર (BJP candidate) પ્રફુલ પાનસેરિયાની ભવ્ય જીત થઇ છે. તો જેને લઇને કામરેજ તાલુકાના ગામડાઓમાં વિજય યાત્રા યોજવામાં આવી હતી.

સુરત કામરેજ વિધાનસભા બેઠક(Kamrej assembly seat) પર ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાની ભવ્ય જીત થયા. જેને લઇને કામરેજ તાલુકાના ગામડાઓમાં વિજય યાત્રા યોજવામાં આવી હતી. ભાજપે મતદારોનો આભાર માન્યો હતો.

કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા વિજય યાત્રા યોજવામાં આવી

રેકોર્ડ તોડી નાખ્યાં વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election 2022) ગુરુવારના રોજ મત ગણતરી યોજાઈ હતી જેમાં ભાજપએ 157 જેટલી સીટો મેળવી તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતા.કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં હતા.સાથે જ મોટા મોટા દાવા કરી રહેલ આમ આદમી પાર્ટીનો પણ કારમો પરાજય થયો હતો. ત્યારે આજરોજ કામરેજ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા વિજય(Surat Assembly Seat) યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા પાસોદ્રા,ધોરણ પારડી,ચોર્યાસી,નવાગામ,ખોલવડ સહિતના ગામોમાં ફરી હતી,અને ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા તેમજ સંગઠનના હોદ્દેદારોએ મતદારોનો આભાર માન્યો હતો.

કાર્યકરોની મેહનત વિધાનસભા ભાજપના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા ભાજપના કાર્યકરોની મેહનત ભાજપની વિચારધારા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિને લોકોએ સ્વીકારી કામરેજ વિધાનસભામાં વધુમાં વધુ વિકાસ થાય એ દિશામાં કામ કરીશ.

ખોબલે મત આપ્યા કામરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાને 1,85,585 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુકને 1,10,888 મત અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાનિને 27,511 મત મળ્યા હતા ઉલ્લેખનિય છે કે કામરેજ તાલુકાના ગામડાઓના મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.