પૂંઠાનું છૂટક કામ કરનાર ગરીબ મહિલાને સેંટ્રલ GST વિભાગે 1.5 કરોડની વસૂલાત નોટિસ મોકલી

author img

By

Published : Nov 2, 2020, 11:56 AM IST

Surat

સુરતમાં સેન્ટ્રલ GST વિભાગે પૂંઠાનું છૂટક કામ કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહેલી મહિલાને દોઢ કરોડની નોટિસ પાઠવતાં મહિલાની હાલત કફોડી બની ગઇ છે.

  • પૂંઠા બનાવતી મહિલાને GST વિભાગે દોઢ કરોડની નોટિસ આપી
  • તેણે કોઇ વેપાર ધંધો કર્યો નથી તો ટેક્સની નોટિસ ક્યાંથી આવી
  • GST વિભાગમાં કોની ભૂલથી આવી ઘટના બની તે એક મોટો સવાલ

સુરત: સ્ટેશન વિસ્તારમાં રાધિકા નામની મહિલા ચાલીમાં એક ભાડાના મકાનમાં રહે છે. અચાનક જ તેના ઘરે સેન્ટ્રલ GST વિભાગે દોઢ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલતાં રાધિકાની હાલત કફોડી થઈ ગઇ છે. કારણ કે, જ્યારે આ અંગે રાધિકા અધિકારીઓ પાસે રજૂઆત કરવા ગઈ તો અધિકારીઓએ તેના પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે કહી દીધુ કે, ટેક્સ નહીં ભરો તો જેલમાં જવું પડશે.

પૂંઠાનું છૂટક કામ કરનાર ગરીબ મહિલાને સેટ્રલ GST વિભાગે દોઢ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલી
રાધિકા કરે છે પૂંઠાનું છૂટક કામ

એક ચાલીના મકાનમાં પતિથી અલગ ભાડે રહેનાર મહિલા પૂંઠા બનાવીને પોતાનું અને બાળકોનું પેટ ભરે છે. જેમ તેમ કરી જીવન વ્યાપાન કરી રહી છે. ત્યારે જીએસટી વિભાગે ટેક્સની બાકી રકમ ચૂકવવા માટે નોટિસ આપી છે. આ જીએસટીની રકમ દોઢ કરોડ રૂપિયા છે. જે મકાન ભાડું સમયસર નહિ ભરી શકનારી મહિલાને અધિકારીઓએ દોઢ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ ઘટનાને લઈ GST વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાધિકાનું કહેવું છે કે, આજદિન સુધી તેને કોઈ વેપાર ધંધો કર્યો નથી, તો ટેક્સની નોટિસ ક્યાંથી આવી. રાધિકા પૂંઠાનું છૂટક કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.

દોઢ કરોડનો ટેક્સ ચૂકવવો પડશે

રાધિકાને ત્રણ માસ પહેલા જીએસટી વિભાગ દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી. રાધિકાને આ અંગે સમજ પડી નહોતી કે, તેને શા માટે નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીઓએ આ નોટિસમાં રૂપિયા દોઢ કરોડનું જીએસટી ભરવા માટે જણાવવામાં આવ્યું હતું. રાધિકાએ જ્યારે નોટિસ જોઈ ત્યારે જાણે આભ ફાટી ગયું હોય તેમ તે ચોકી ઉઠી હતી. નોટિસ અંગે તે જીએસટી ઓફિસે પણ ગઈ હતી. પરંતુ કોઈ પણ અધિકારીએ તેણે યોગ્ય જવાબ આપ્યો નહિ. છેલ્લા ત્રણ માસથી રાધિકા જીએસટી વિભાગના ધક્કા ખાઈ રહી છે. જીએસટી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, ઘરની લે વેચનો બિઝનેસ તમારા બેંક એકાઉન્ટમાં થયો છે. તેથી તમારે દોઢ કરોડનો ટેક્સ ચૂકવવો પડશે. GST વિભાગમાં કોની ભૂલથી આવી ઘટના બની છે, તે એક મોટો સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.