ETV Bharat / state

Surat Bajrang dal: બે કોમને અલગ કંઈ રીતે કરાય એની શરૂઆત કોંગ્રેસે કરી

author img

By

Published : May 8, 2023, 9:55 AM IST

નિરજ દૌનેરીયાએ કહ્યું, બે કોમને અલગ કંઈ રીતે કરાય એની શરૂઆત કોંગ્રેસ કરી
નિરજ દૌનેરીયાએ કહ્યું, બે કોમને અલગ કંઈ રીતે કરાય એની શરૂઆત કોંગ્રેસ કરી

મહાનગર સુરતમાંથી બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નિરજ દૌનેરીયાએ કોંગ્રેસ પર શાબ્દિક વાર કર્યા હતા. ધર્મના મુદ્દે રાજકીય પક્ષ કોંગ્રેસ ભાગલા પડાવ્યા હોવાની વાત ભારપૂર્વક કહી હતી. તેમને પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ લોકો સામે ખોટું બોલનારી પાર્ટી છે. પીએસઆઇ ઉપર પ્રતિબંધ તો ગૃહ મંત્રાલય તરફથી લાગુ કરાયો છે. બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકીને કોંગ્રેસ ખોટું કર્યું છે.

નિરજ દૌનેરીયાએ કહ્યું, બે કોમને અલગ કંઈ રીતે કરાય એની શરૂઆત કોંગ્રેસ કરી

સુરત: કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષના ધર્મના બેનર હેઠળ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આક્ષેપબાજી આખલા યુદ્ધ વચ્ચે એકબીજા પર શાબ્દિક વાર કરી મતના મુદ્દાને વિસ્તારી રહ્યા છે. જેમાં ધાર્મિક મામલાનો ઉલ્લેખ કરીને લોકો સામે વાયદાનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાનો મામલો ચૈત્ર મહિનાના ઉનાળા જેટલો ગરમાયો છે. બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક નિરજ દૌનેરીયા એ આ મામલે કોંગ્રેસ સામે મોટા નિવેદન આપી દીધા છે. છેક ભાગલા પડાવવા સુધીના પાસાંઓ ઉલ્લેખી કોંગ્રેસ ખોટી રાજનીતિ કરી રહી છે, એમ એનું કહેવું છે. જોકે, આમાં આખા કેસમાં કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી જ મુખ્ય છે.

"કોંગ્રેસ ધર્મના આધાર ઉપર દેશનું વિભાજન કરાવ્યું તેઓની નીતિ કેવી હશે. હિન્દુ અને મુસ્લિમો ને કઈ રીતે અલગ કરી શકાય તેની શરૂઆત જ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. અને આજદિન સુધી કરી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં ચૂંટણી લડવી જોઈએ જે મુદ્દાઓ છે. તે લોકો સમક્ષ મુકવા જોઈએ.તેને બદલે પીએફઆઈ અને બજરંગદળ ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે કે કોંગ્રેસ દુનિયાની સામે ઝુઠું બોલિયા છે"-- નિરજ દૌનેરીયા (બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક)

પ્રતિબંધની માંગ: પીએફઆઈ ઉપર પ્રતિબંધ તો ગૃહ મંત્રાલય દ્વારા લગાવી દેવામાં આવ્યો જ છે. બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનો એમનો અધિકાર નથી. આ રીતે ખોટું બોલીને મુસ્લિમ વોટ માટે કોંગ્રેસે બજરંગદળ પ્રતિબંધની માંગ કરે છે.આ કોંગ્રેસ પાર્ટી ને ભારી પડશે.અને આ મામલે બજરંગદળ દ્વારા ચંદીગઢમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેમાં 100 કરોડ રૂપિયાની માનહાની નો દાવો કરવામાં આવ્યો છે. આજ પ્રકારના કેસ આગળ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ઉપર કરવામાં આવશે.

આ પણ વાંચો

Surat crime news: સુરત કોર્ટની બહાર ધોળા દિવસે હત્યાના આરોપીની કરપીણ હત્યા

Surat News : મોટી સંખ્યામાં વેન્ટિલેટર પોતે જ ' વેન્ટિલેટર ' પર, સુરતની કઇ હોસ્પિટલની નઘરોળતા સામે આવી જૂઓ

Surat News : 2500 કરોડ ટર્ન ઓવરવાળી એપીએમસીનો વહીવટ કરશે સંદીપ દેસાઈ, નવા ચેરમેન તરીકે નિયુક્ત થયાં

હનુમાન ચાલીસાનો પાઠ: વધુમાં જણાવ્યું હતું કે, બજરંગદળ દ્વારા આખા દેશમાં તારીખ 9 એપ્રિલના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે." કુમતિ નિવાર સુમતિ કે સંગી " કોંગ્રેસની આ કુમતિ છે. કોંગ્રેસના સદબુદ્ધિ મળે તે માટે અને તેમના દ્વારા હિન્દુ સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. બજરંગ દળ જે ધાર્મિક, સામુહિક સંગઠન છે. તેની ઉપર ટિપ્પણી કરી છે અને પ્રતિબંધની માંગ કરી છે. જેને કારણે કરોડો હિન્દુઓના આસ્થાને ઠેસ પહોંચી છે. જે ધરતી ઉપર જ્યાં સ્વયં હનુમાનજી નો જન્મ થયો હોય જેથી આખા દેશમાં 9 એપ્રિલના રોજ સંપૂર્ણપણે હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવશે.આ માધ્યમ થી કોંગ્રેસ પાર્ટીને એક નવો સબક મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.