ETV Bharat / state

Surat Rain : સુરતમાં તાપી નદીમાં નવા નીર, પ્રથમ વરસાદે કોઝવે બંધ કરવામાં આવ્યો

author img

By

Published : Jun 29, 2023, 5:29 PM IST

Surat Rain : સુરતમાં તાપી નદીમાં નવા નીર, પ્રથમ વરસાદે કોઝવે બંધ કરવામાં આવ્યો
Surat Rain : સુરતમાં તાપી નદીમાં નવા નીર, પ્રથમ વરસાદે કોઝવે બંધ કરવામાં આવ્યો

સુરતના ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે. તાપી બે કાંઠે વહેતી થવાથી કોઝવેના તમામ દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ પાણી ભરાવાના કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે.

સુરતમાં તાપી નદીમાં નવા નીર

સુરત : ઉપર વાસમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે સુરત શહેરની તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે લોકોના સાવચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વરસાદમાં જ પહેલી વખત એવું બન્યું હતું છે કે, કોઝવે બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે બંને બાજુના વિસ્તારના લોકોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડશે.

લોકો સેલ્ફી તરફ વળ્યા : ઉલ્લેખનીય છે કે, આ પહેલા હવામાન વિભાગ દ્વારા 26થી 30 જૂન સુધી દક્ષિણ ગુજરાતનું ભારે વરસાદની આગાહી કરવામાં હતી. ત્યારે હાલ સુરત તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કોઝવેની સપાટી 6.11 મીટર છે અને ભયજનક સપાટી 6 મીટર છે, ત્યારે વહેલી સવારથી જ ફરવા લાયક સ્થળો હોય તેમ લોકો આવી રહ્યા છે અને સેલ્ફી પણ લેતા જોવા મળી રહ્યા છે.

તાપીમાં નવા નીરની આવક : ગતરોજ હવામાન વિભાગ દ્વારા 30થી 3 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જ્યારે વિધિવત ચોમાસું બેસી ગયું છે, ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. જેને તાપી નદીમાં નવા નીર આવ્યા છે.

વાહન ચાલકો માટે દરવાજો બંધ : જેને લઈને તંત્ર દ્વારા કોઝવે ના તમામ દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. વાહન ચાલકો આવે નહીં તેની માટે પણ મેઈન દરવાજો બંધ કરવામાં આવ્યો છે. જોકે એના કારણે વાહન ચાલકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડશે. હાલ પણ જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, તે રીતે આગળના દિવસોમાં કોઝવે ઉપરથી પાણી જશે તેવું લાગી રહ્યું છે.

  1. Navsari Rainfall: ગણદેવીમાં ભારે વરસાદ આફત સમાન, ઘર ધરાશાયી-પરિવાર છત વિહોણો
  2. Ahmedabad Rain: વહેલી સવારથી મેઘ મહેર, ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો અટવાયા
  3. Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.