સુરતનું ગૌરવ: માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરડીના નામે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ

author img

By

Published : Oct 5, 2022, 5:12 PM IST

સુરતનું ગૌરવ: માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરડીના નામે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ

માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરડીના નામે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયા છે તેમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World) દ્વારા પ્રમાણપત્રો કરાયા એનાયત કરવામાં આવ્યા છે. વિસ્પી ખરડીના યૂટ્યુબ પર 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર છે

સુરત માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરડીને એક મિનિટમાં હાથ વડે સૌથી વધુ ડ્રીંકસ કેન (ટીન) ક્રશ કરવા સાથે જ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટ અને હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચના ખતરનાક કરતબમાં સર્જ્યા વર્લ્ડ રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(world records) દ્વારા પ્રમાણપત્રો કરાયા એનાયત કરવામાં આવ્યા છે.

સુરતને વૈશ્વિક સ્તરે નામના માર્શલ આર્ટ ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે નામના અપાવનાર વીસ્પી ખરાદી વધુ એક વખત એક બે નહીં પણ ત્રણ ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. તેમની આ સિદ્ધિમાં ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન સામેલ હતા. આજ રોજ સરસાણા ડોમ ખાતે તેઓએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા 11 વર્ષ જૂના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ને બ્રેક કર્યો હતો તો અત્યાર સુધી ક્યારેય નહીં બન્યા હોય એવા બે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા હતા.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્રો એનાયત
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્રો એનાયત

ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા આ અંગે વીસ્પી ખરાદી એ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ ખતરનાક કરતબો કરીને સાત વિશ્વ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જ્યારે આજે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જેમાં પહેલો વિશ્વ રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ ડ્રીંક કેન (ટીન) હાથથી તોડવાનો હતો.

બ્રોકન ઈન વન મિનિટ આ પહેલા આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુહમ્મદ કહરીમાનોવિક નામે હતો. જેમને વર્ષ 2011 માં એક મિનિટમાં 74 કેન હાથથી તોડ્યા હતા. બીજો રેકોર્ડ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટમાં સ્થાપ્યો છે. આ કરતબમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલ ડેંસિટી અને સાઇઝના સિમેન્ટમાં બ્લોક્સ મુકવામાં આવ્યા હતા. અને એક સાથે ઓછામાં ઓછા 51 બ્લોક્સ કોણીથી તોડવાના હતા

525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવ્યો જે કરતબ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજો રેકોર્ડ હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચ નો હતો.જેમાં વિસ્પીની ઉપર અને નીચે ખીલાઓનું પ્લેટફોર્મ હતું અને સેન્ડવિચની જેમ વિસ્પી વચ્ચે સૂતેલો હતો. તેમની છાતીની ઉપર 525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવ્યો હતો અને ખુદ સાહિલ ખાને આ બ્લોક હથોડાથી તોડ્યો હતો.

મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આ કરતબમાં કોઈ ટાઈમ લિમિટ નહોતી. જોકે મહત્વની વાત એ છે કે ડ્રીંક કેન બ્રોકન સિવાયના જે બે કરતબ હતા. તે અત્યાર સુધી કોઈએ નથી કર્યા પરંતુ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશેષ રીતે વિસ્પીની કાબેલિયત જોઈને આ કરતબ કરવા માટેની મંજૂરી આપી હતી. વધુમાં વીસ્પી ખરાદી એ જણાવ્યું હતું કે આ સમગ્ર ઇવેન્ટને ડી વાઈન ન્યુટ્રેશનના ઓનર હિરેન દેસાઈ, કેપી ગ્રુપના ઓનર ફારુક પટેલ અને ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન દ્વારા સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. અને આ ત્રણેય મહાનુભાવો દ્વારા ઇવેન્ટના અંતે વીસ્પી ખરાડીને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

વિસ્પી ખરડીના યૂટ્યુબ પર 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર
વિસ્પી ખરડીના યૂટ્યુબ પર 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર

યૂટ્યુબ પર તેમના 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર સાહિલ ખાન વિશે સાહિલ ખાન એક એક્ટર હોવાની સાથે જ એક ફિટનેસ ટ્રેનર અને આંત્રપ્રેન્યોર છે. ફિટનેસ ક્ષેત્રે અનેક એવોર્ડ પણ તેઓ મેળવી ચુક્યા છે. સાથે તેઓ એક યૂટ્યુબર પણ છે અને યૂટ્યુબ પર તેમના 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર છે.

બીએસએફ અને એનએસજી કમાન્ડોને ટ્રેનીંગ વીસ્પી ખરાડી માર્શલ આર્ટ અને કુડો એક્સપર્ટ છે. સાથે જ ઇઝરાયેલી આર્ટ ક્રવ મેગા એક્સપર્ટ પણ છે. વિવિધ પ્રકારના માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યા છે. તેઓ અર્મેડ અને અનઅર્મેડ કંબટ તથા ક્રાવ મેગા ટ્રેનર તરીકે બીએસએફ અને એનએસજી કમાન્ડોને પણ ફિટનેસ અને સ્ટ્રેંથની ટ્રેનીંગ આપી ચૂક્યા છે અને આના તેઓ એક્સપર્ટ પણ છે. સાથે જ ન્યુટ્રેશનિસ્ટ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.