ETV Bharat / state

Khelo India : ગુજરાતમાં ગ્રાઉન્ડ ન હોવા છતાં સુરતીઓ કાશ્મીરમાંથી ગોલ્ડ મેડલ લઈ આવ્યા

author img

By

Published : Feb 16, 2023, 1:20 PM IST

Khelo India : ગુજરાતમાં ગ્રાઉન્ડ ન હોવા છતાં સુરતીઓ કાશ્મીરમાંથી ગોલ્ડ મેડલ લઈ આવ્યા
Khelo India : ગુજરાતમાં ગ્રાઉન્ડ ન હોવા છતાં સુરતીઓ કાશ્મીરમાંથી ગોલ્ડ મેડલ લઈ આવ્યા

સુરતના ખેલાડીઓએ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર બેનડી ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે. જમ્મુ કાશ્મીરના ગુલમર ખાતે નેશનલ વિન્ટર બેનડી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ગેમ્સ માટે ગુજરાતમાં એકપણ જગ્યાએ ગ્રાઉન્ડ નથી છતાં મેડલ હાંસલ કર્યો છે.

ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં સુરતના ખેલાડીઓએ ગુજરાતને ગોલ્ડ મેડલ આપ્યું

સુરત : જમ્મુ કાશ્મીરના ગુલમર ખાતે તારીખ 10થી 14 ફેબ્રુઆરીના રોજ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર બેનડી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશના 1600 થી 1700 ખિલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરતના જ કુલ 30 ખિલાડીઓએ ભાગ લીધો હતો. આ ગેમ્સમાં ગુજરાતી ટીમ એ સારું પ્રદર્શન કરી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જોકે ગેમ્સ માટે ગુજરાતના કોઈપણ સ્થળે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો નથી. તેમ છતાં આ વિદ્યાર્થી ખિલાડીઓએ સરસ પ્રદર્શન કરીને ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તમામ ખેલાડીઓએ આઈસ ગ્રાઉન્ડ ન હોવા છતાં રોલર પર હોકીની પ્રેક્ટિસ કરી હતી.

વગર ગ્રાઉન્ડએ ખેલાડીઓને પ્રેક્ટિસ કરી : આ બાબતે ગેમ્સના કોચ ધવલ કંથારીયાએ જણાવ્યું કે, આ આઈસ વેંડો ગેમ્સ છે. આ ગેમ્સ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલી રહી છે. જોકે આ ગેમ્સ માટે ગુજરાતમાં કસે પણ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું નથી. જેથી અમે લોકો વગર ગ્રાઉન્ડે ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ. આ ગેમ્સમાં ગુજરાતના 25થી 26 ખેલાડી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આઠ રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 17 અને 23માં પહેલા ક્રમે ગુજરાત આવ્યું છે.

આઈસ વાળું ગ્રાઉન્ડ
આઈસ વાળું ગ્રાઉન્ડ

આ પણ વાંચો : Test Cricket: રોહિત શર્માને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો, જ્યારે વિરાટની પીછેહઠ

આઈસ હોકી ત્રીજી નેશનલ વિન્ટર ગેમ્સ : આ બાબતે ટીમના વિદ્યાર્થી ખેલાડી કુલદીપ લાખાણીએ જણાવ્યું કે, 10થી 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના ગુલમર ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર બેનડી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બેનડી ગેમ્સ એટલે કે આઈસ હોકીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્રીજી નેશનલ વિન્ટર ગેમ્સ હતી. જેમાં દેશના લગભગ 1600 થી 1700 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના સુરતના જ કુલ 30 ખિલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની અંડર 17 બોય્સ, અંડર 21 બોય અને ગલ્સ એમ ત્રણે ટીમને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

આ પણ વાંચો : Deepti Sharma Records : શર્માની T20I માં 100 વિકેટ પૂરી, પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

ગેમ્સની પ્રેક્ટિસ માટે ગુજરાતમાં ગ્રાઉન્ડ નથી : વધુમાં જણાવ્યું કે, આ ગેમ્સના પ્રેક્ટિસ માટે ગુજરાતમાં તો પોસિબલ નથી કે અમને આઈસ વાળું ગ્રાઉન્ડ મળે, પરંતુ અમે લોકો આઈસ વાળું ગ્રાઉન્ડ ન હોવા છતાં લોલર ઉપર હોકીની પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે રમવાનો વારો આવે ત્યારે હોકીથી તો આપણે રમી શકીએ. જોકે રોલર પર હોકીની પ્રેક્ટિસ કરતા અને આઈસ પર ગેમ્સ રમવાની હતી એટલે આ ગેમ્સ થોડી ટફ પણ હતી. તેમ છતાં અમે લોકોએ સારું પ્રદર્શન કર્યું છે. અહીંના અને ત્યાંના ટેમ્પરેચરમાં ખૂબ જ ફરક હતો. આપણા ગુજરાતમાં 25 સેલ્સિયસ હોય છે. ત્યારે ત્યાં માઈન્સ 15 સેલ્સિયસ પર ગેમ રમવાની હોય છે. જેથી અમે બોડી અને સ્કેટિંગ ઉપર બેલેન્સ કરી શકતા ન હતા એટલે રમવું મુશ્કેલ હતું. પરંતુ કોચના સહકારથી અમે લોકોએ જીત મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.