ETV Bharat / state

Surat News: કિલ્લોલ ને કોડથી ઉછેરવાના અરમાન ઓસર્યા, ગેલેરીમાંથી પડતા બાળકનું મૃત્યુ

author img

By

Published : Mar 24, 2023, 12:44 PM IST

સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે દરેક માતા-પિતાને વિચારતા કરી દે. નાના બાળકોને એકલા ગેલેરીમાં રમવા મૂકી દેતા વાલીઓ માટે ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પહેલા માળે રહેલા ઘરની ગેલેરીમાંથી બાળક નીચે પડતા ફુલ જેવા જીવનું બાળ મૃત્યુ થયું છે. જેના કારણે પરિવારમાં માતમનો માહોલ જોવા મળ્યો છે.

Surat News: કિલ્લોલ ને કોડથી ઉછેરવાના અરમાન ઓસર્યા, ગેલેરીમાંથી પડતા બાળકનું મૃત્યુ
Surat News: કિલ્લોલ ને કોડથી ઉછેરવાના અરમાન ઓસર્યા, ગેલેરીમાંથી પડતા બાળકનું મૃત્યુ

Surat News: કિલ્લોલ ને કોડથી ઉછેરવાના અરમાન ઓસર્યા, ગેલેરીમાંથી પડતા બાળકનું મૃત્યુ

સુરત: વાલીઓના સંતાન પ્રાપ્તિના જેટલા કોડ અને આનંદ હોય છે. એનાથી વિશેષ વિલાપ ક્યારે થાય છે. જ્યારે નાની હોય બાળક કાયમી વિદાય લે છે. આવો જ એક કિસ્સો દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ફર્સ્ટ ફ્લોર પર રહેલા મકાનની ગેલેરીમાંથી દોઢ વર્ષનું બાળક નીચે પડતા બાળ મૃત્યુ થયું છે. સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આ ઘટના બની છે જેના લીધે સમગ્ર પરિવારને અણધાર્યો આઘાત લાગ્યો છે. અતિ મધ્યમ વર્ગીય પરિવારમાંથી સંતાન અકાળે અવસાન પામતા કુટુંબમાં સ્મશાન જેવી શાંતિ વ્યાપી ગઈ છે.

ગંભીર ઈજાઓ: સુરતમાં ફરી પાછી માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો આવ્યો છે. સુરત જિલ્લા પલસાણા વિસ્તારમાં શઁકરલાલ લોઢી જેઓ મિલમાં ડાઇન્ગ પેટિંગ મશીનમાં કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. તેમના બે સંતાનો છે. એમાં એક દોઢ વર્ષનો પુત્ર મયંક શઁકરલાલ લોઢી ગઈકાલે રાતે પોતાના ઘરમાં રમતારમતા ગેલેરી માંથી નીચે પટકાતા માંથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પરિવાર શોકમાં ગરકાવ: જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું વહેલી સાવરે 4 વાગ્યેની આસપાસ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. હાલ આ મામલે પલસાણા પોલીસે આગળની તપાસ આરંભી છે.

આ પણ વાંચો Surat News : એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ

શીખ લેવી જરૂરી: ઉલ્લેખનીય છે કે,સુરતમાં ફરી પાછી માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો આવ્યો છે. ત્યારે આ ઘટનામાં માતા જ્યારે જમવાનું બનાવી રહી હતી. ત્યારે પોતાના દોઢ વર્ષના બાળકને એકલા છોડી રમવા માટે છોડી દીધો હતો.જો આ ઘટનામાં માતાએ બાળક ઉપર ધ્યાન આપ્યું હોત તો બાળકનું મોત નીપજ્યું ન હોત. જેથી આ ઘટનાથી માતા-પિતાઓએ શીખ લેવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો Surat Dog Bite: સુરતમાં રખડતા શ્વાને બચકાં ભરતા 5 વર્ષીય બાળકનું મોત

ટૂંકી સારવાર બાદ મોત: આ બાબતે મૃતક બાળકના સંબંધી વિજય જણાવ્યું કે, શંકરલાલ લોઢી મારો મિત્ર છે. તેમનો દોઢ વર્ષનો છોકરો રમતા રમતા ગેલેરીમાંથી પડી ગયો હતો. તેમના માતા રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે બાળકના પિતા ઘરે હતા નહીં. બાળક નીચે ફટકારતા આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા. તેમણે બાળકની માતા ને જાણ કરી હતી. અમે તેમની માતા સાથે બાળકને કડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, મારો કેસ નથી બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જાવ એટલે ત્યાંથી બાળકને વધુ સારવાર કરવા માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. બાળકની સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાને કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.