ETV Bharat / state

Surat News : જાપાનના પ્રતિનિધિમંડળે અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની મુલાકાત લઇ સમીક્ષા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 8:45 PM IST

Surat News : જાપાનના પ્રતિનિધિમંડળે અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની મુલાકાત લઇ સમીક્ષા કરી
Surat News : જાપાનના પ્રતિનિધિમંડળે અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની મુલાકાત લઇ સમીક્ષા કરી

સુરત જિલ્લાના અંત્રોલી ખાતે બની રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જાપાનનું પ્રતિનિધિમંડળ અંત્રોલી પહોંચ્યું હતું. જ્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય સૂચનો આપ્યા હતાં.

કામગીરીની સમીક્ષા અને સૂચનો

સુરત : સુરત જિલ્લામાં નિર્માણ પામી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જાપાનનું એક પ્રતિનિધિમંડળ સોમવારના રોજ અંત્રોલી ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત માટે પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે સ્ટેશન ઉપરાંત નિયોલ ગામમાં આવેલ યાર્ડ તેમજ ટ્રેનીંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

પાંચ સભ્યોના પ્રતિનિધિ મંડળની મુલાકાત : જાપાનના વાઇસ મિનિસ્ટર ફોર ઇન્ટરનેશનલ અફેર્સ તેમજ મિનિસ્ટ્રી ઓફ લેન્ડ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરિઝમ ઉહેરા આતુશી, ઇકોનોમિક મિનિસ્ટર હોકુગો ક્યોકો, ડેપ્યુટી ચીફ મિશન આર્યોશી તકશી, , પ્રથમ સચિવ કાવાકામી મસાહિરો, આંતરરાષ્ટ્રીય બાબતોના ડાયરેક્ટર જનરલના વિશેષ સલાહકાર કનાઝાશી કાઝુહિકો, ડાયરેક્ટર ઇશિહારા હિરોશી અને ડેપ્યુટી ડાયરેક્ટર મોચિઝુકી હિરોકી 29 અને 30 એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગુજરાતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

વિવિધ કામોનું કર્યું નિરીક્ષણ : સોમવારના રોજ તેમની ટીમ અંત્રોલી ખાતે બની રહેલા દેશના પહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરીનું નિરક્ષણ કર્યું હતું. ત્યારબાદ આ ટીમ નિયોલ ખાતે આવેલ બુલેટ ટ્રેન યાર્ડની મુલાકાતે ગઈ હતી. અને ત્યાંથી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરનારા એંજિનિયરોના ટ્રેનીંગ સેન્ટર પર પહોંચી તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી.

અંત્રોલી દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન હશે : અંત્રોલી ખાતે નિર્માણાધીન સ્ટેશન દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન હશે. અનુમાન છે કે, આગામી 2026માં અહીંથી પ્રથમ બુલેટ ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવશે જે બીલીમોરા સુધી જશે.

  1. LCB Team Surat: અંત્રોલી ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર એલસીબી ટીમ ત્રાટકી
  2. PM Modi: આગામી 5મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે
  3. Bullet train project farmers benefits : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનારા અંત્રોલી ગામના ખેડૂતો થઇ ગયા માલામાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.