ETV Bharat / state

Surat News : સિલાઈની દુકાનમાં કામ હેતુ આવેલો યુવાન ઢળી પડ્યો, તબીબી તપાસ બાદ મૃત જાહેર કરાયો

author img

By

Published : Mar 28, 2023, 4:16 PM IST

સુરતમાં 28 વર્ષીય યુવક ઉભાઉભા જ અચાનક જમીન ઉપર ઢળી પડતા મોત
સુરતમાં 28 વર્ષીય યુવક ઉભાઉભા જ અચાનક જમીન ઉપર ઢળી પડતા મોત

ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં અકાળે મૃત્યુના અનેક કિસ્સા બન્યા છે. ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક સાવ અચાનક ઢળી પડતાં મૃત્યુ થાય છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં એક વ્યક્તિ સિલાઈ મશીનની દુકાનમાં ઢળી પડ્યો હતો. પછી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા તપાસ બાદ તબીબે એને મૃત જાહેર કર્યો. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે. અચાનક આવી રીતે ઢળી પડવાની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમાં મોટા ભાગે યુવાનો સમય પહેલા જ આયુ ગુમાવે છે.

સુરતમાં 28 વર્ષીય યુવક ઉભાઉભા જ અચાનક જમીન ઉપર ઢળી પડતા મોત

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ આશાપુરી સોસાયટીમાં રહેતા 28 વર્ષીય ગજેન્દ્ર શ્રીવાસ્તવનું કામ હોટેલમાં જમવાનું તૈયાર કરવાનું છે. સોમવારની સાંજ એમના જીવનની અંતિમ સાંજ સાબિત થઈ. તારીખ 27 ફેબ્રુઆરી 2023ની સાંજે તે કપડું સીવળાવા ગયા હતા. ત્યારે જ ત્યાં જ અચાનક પડી જતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. એના પર પાણીનો છંટકાવ કરવા છતાં એમનામાં કોઈ હોંશ ન હતા. તબીબી તપાસ બાદ તબીબો એ એને મૃત જાહેર કરી દીધા હતા. એના સંબંધીને જ્યારે જાણ થઈ ત્યારે સામે આવ્યું કે, એનું શરીર ઠંડું થઈ ગયું હતું. તે મૂળ મધ્ય પ્રદેશના વતની છે.

પરિવારનું ગુજરાન ચાલવતા: શહેરના પાંડેસરા વિસ્તારમાં 28 વર્ષીય ગજેન્દ્ર શ્રીવાસ્તવ જેઓ છેલ્લા ઘણા સમયથી હોટલમાં જમવાનું બનાવાનું કામ કરતા હતા. હોટલમાં જમવાનું બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા હતા. તેઓ ગઈકાલે રાત્રે સિલાઈ મશીનની દુકાનમાં તેઓ કપડાં સીવડાવા ગયા હતા. ત્યારે જ ત્યાંજ અચાનક ઉભા ઉભા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા.ત્યારે બાદ તેમને દુકાનદાર દ્વારા પાણી છાટીને તેમને ઉઠવાનો પ્રયાસ કર્યો હતો.

મોતનું સાચું કારણ: ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એમ્બયુલેન્સ ત્યાં પહોંચી હતી. ત્યાંથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પાંડેસરા પોલીસે હોસ્પિટલ પહોંચી તેમના મૃતદેહનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા માટે માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

આ પણ વાંચો Surat Crime : મારામારી કરવાની ના પાડી તો સીચોડાના માલિક અને ભાગીદારોને જ ટીપી નાખ્યાં

સિલાઈ મશીન: આ ભાઈ અમારા ગામના જ છે. અમે તેમને છોટુ નામથી બોલાવીએ છીએ. તેઓ ગઈકાલે રાત્રે સિલાઈ મશીનની દુકાનમાં તેઓ કપડાં સીવડાવા ગયા હતા. ત્યાંથી કોઈક નો ફોન આવ્યો હતો કે, તેઓ અચાનક ઉભા ઉભા ઢળી પડ્યા છે. તેમને દુકાનની બહાર પાળી ઉપર સુવડાવામાં આવ્યા છે. ત્યારબાદ અમે લોકો ત્યાં પહોંચ્યા તેમને જોયું તો તેમનું આખું શરીર ઠંડું પડી ગયું હતું. જેથી અમે હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સ આવી તેમને જોઈ તપાસી ડોક્ટર કહ્યું કે, તેમની શ્વાસ ચાલતા નથી. તેમનું મોત થઈ ચૂક્યું છે. જેથી અમે તેજ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઇને ગયા. ત્યાં ફરજ પરના ડોક્ટરે પણ તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા-- મૃતક ગજેન્દ્રસિંહના સંબંધી ગણેશ ચૌહાણ

આ પણ વાંચો Surat Crime: પરોઢિયે મકાનમાં ઘુસી મહિલાઓ મોબાઈલ ચોરી કરતી, પુરુષો બીજા રાજ્યમાં વેચી મારતા

જાણ કરવામાં આવી: હા આ મામલે ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેથી અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતક ગજેન્દ્ર શ્રીવાસ્તવ જેઓ 28 વર્ષના હતા. પાંડેસરાના આશાપુરી સોસાયટીમાં જ રહેતા હતા. તેઓ કપડાની દુકાન ઉપર કપડાં સીવડાવા ગયા હતા. ત્યાં જ તેઓ અચાનક ઉભા ઉભા જમીન ઉપર ઢળી પડ્યા હતા. તેમના માથાના ભાગે ઈજાઓ પણ પહોંચી છે. તેમનું ત્યાં જ મોત થઈ ચૂક્યું હતું. હાલ તો આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે--પાંડેસરા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ દિનુભાઈ

ઘટનાઓ અવારનવાર: છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. એ પણ નવયુવાનોમાં આ પ્રકારની ઘટનાઓ થઇ રહી છે. કેટલા લોકો ક્રિકેટ રમતા રમતા જમીન ઉપર ઢળી પડે છે. અને તેમનું મોત થઇ જાય છે. તો કેટલાક કિસ્સાઓ એવા છે કે, યોગ વ્યાયામ કરીને તેઓ બેભાન થઈ જાય છે. તો કોઈક વખત લગ્રનમાં નાચતા નાચતા જમીન ઉપર ઢળી પડે છે અને મોત થઇ જાય છે. આ ઘટનામાં પણ ઉભા ઉભા રાજેન્દ્રસિંહ જમીન ઉપર ઢળી પડે છે અને તેમનું મોત નીપજે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.