ETV Bharat / state

સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી

author img

By

Published : Jan 18, 2021, 8:07 AM IST

સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી
સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી

સુરત ફાયર વિભાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કોલેજો તથા ખાનગી કોલેજોને ફાયર સેફટી બાબતે એન.ઓ.સી લેવા માટે તજવીજ હાથ ધરી છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અંદરમાં 265 જેટલી કોલેજો આવેલી છે. તે બધા જ કોલેજોને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અને ફાયર વિભાગ દ્વારા પણ કોલેજોમાં ફાયર સેફટીને ધ્યાનમાં લઈને એક-એક લેટર મોકલી આપવામાં આવ્યા છે. જો ફાયર સેફટીના હોય તો તાત્કાલિક ધોરણે વસાવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

  • સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી હરકતમાં
  • NOC લાવીને રીન્યુ કરવા માટે પણ જાણકારી આપી

સુરત : થોડા દિવસો અગાઉ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગે સુરતની 10 જેટલી શાળોને ફાયર સેફટી ન હોવાને કારણે સીલ માર્યું હતું. હવે સુરત ફાયર વિભાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કોલેજો તથા ખાનગી કોલેજોને ફાયર સેફટી બાબતે એન.ઓ.સી લેવા માટે તજવીજ હાથ ધરી છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અંદરમાં 265 જેટલી કોલેજો આવેલી છે. તે બધા જ કોલેજોને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અને ફાયર વિભાગ દ્વારા પણ કોલેજોમાં ફાયર સેફટીને ધ્યાનમાં લઈને એક-એક લેટર મોકલી આપવામાં આવ્યા છે. જો ફાયર સેફટીના હોય તો તાત્કાલિક ધોરણે વસાવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી
સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી

ફાયર વિભાગ હરકતમાં આવી

સુરત સહિત દેશભરમાં ભુતકાળના બનેલા આગની ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે. સુરત ફાયર વિભાગ દ્વારા સુરતના સ્કૂલ અને કોલેજોને શહેર વિસ્તારમાં આવતી તાબા હેઠળની જોગવાઈ મુજબ કોલેજ સંસ્થા પાસે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી રેગ્યુલેશન અંતર્ગત ફાયર સેફટી સુવિધા કરાવી જાણ કરવામાં આવી છે. ફાયર સેફટી ફરજીયાત હોવાથી તેમજ તે નિયમોને આધીન છે. ફાયર સેફટી હોય તો તેની NOC લાવીને રીન્યુ કરવા માટે પણ જાણકારી આપી દેવામાં આવી છે. જો તમારી પાસે ફાયર સેફટી ન હોય તો તમે કોલેજ ચાલુ રાખી શકશો નહિ. તેમજ કંઈ થશે તો તરત તમારી કોલેજને સીલ મારવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી
સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ સેફટી બાબતે એક્શનમાં આવી

ગુજરાત તથા કેન્દ્ર સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, શોપિંગ મોલમાં ફાયર સેફટી ફરજીયાત

તમારા શહેરોમાં ભૂતકાળમાં આગની ઘટનાને લઈને કેન્દ્ર સરકારે સ્કૂલ,કોલેજ,હોસ્પિટલ,શોપિંગ મોલમાં ફાયર સેફટી ફરજીયાત કરી દીધું છે. ફરજિયાતને પગલે બધે હડકંપ મચી ગયો છે આ ફાયર સેફટી પણ તમારી જ સુરક્ષા માટે છે. નાના ઉદ્યોગ હોય કે, મોટા બધે જ ફાયર સેફટીને ધ્યાનમાં લઈને કામ કાજ કરવું પડશે. જો ફાયર સેફટીના હોય તો તરત ફાયર સેફટીના સાધનો વસાવી લો. જેથી આગની ઘટના બને તો તમે સાધનાનો ઉપયોગ કરી પોતાની જાન બચાવી શકો અને સુરક્ષિત રહી શકો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.