ETV Bharat / state

Surat News : ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધું જોવા મળ્યું

author img

By

Published : Jul 7, 2023, 7:47 PM IST

Surat News : સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં લોકોની આંખોના દર્દીનું પ્રમાણ વધ્યું, ચેપી રોગ હોવાથી સાવધાન
Surat News : સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં લોકોની આંખોના દર્દીનું પ્રમાણ વધ્યું, ચેપી રોગ હોવાથી સાવધાન

સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં આંખોના કન્ઝેક્ટિવાઇટિસ કેસમાં દર્દીનો વધારો જોવા મળી રહ્યા છે. કન્ઝેક્ટિવાઇટિસ એક દર્દીમાંથી બીજા દર્દીમાં પણ ફેલાઈ રહ્યો છે. જો તમારા ઘરમાં કોઈ આ પ્રકારના દર્દી હોય તો તેની સામે સાવધાનીને લઈને કેટલીક ડોક્ટરે મહત્વની વાત કરી છે.

સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં લોકોની આંખોના દર્દીનું પ્રમાણ વધ્યું

સુરત : ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોની આંખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 15થી 20 દર્દીઓ આવી રહ્યા છે. તે પ્રકારની સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે. સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય દિવસોની સરખામણીમાં હાલમાં 20 ટકા જેટલા દર્દીઓ વધુ આવી રહ્યા છે. આ વર્ષે સામે આવી રહેલો એડીનો વાયરલ કન્ઝેક્ટિવાઇટિસ વધુ ચેપી હોવાથી એક દર્દીમાંથી બીજા દર્દીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ પ્રકારના દર્દીઓની આંખો લાલ થવી, પાણી આવવું, આંખોમાં ખુંચવુ, આંખમાં ચીપડા આવવા-પાપણને સોજો આવે તે આખો આવી સૂચવે છે.

હાલ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે. તેમાં અમારે ત્યાં કન્ઝેક્ટિવાઇટિસના એટલે કે, આંખોના રોજના 15થી 20 દર્દીઓ આવી રહ્યા છે. આ વખતે દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આ આખા આવી તેનું ફેલાવાનું મુખ્ય કારણ એ છે કે, તે ચેપથી ફેલાય છે. એટલે કે જે વ્યક્તિને આંખો આવી હોય તે વ્યક્તિની તમામ વસ્તુઓ જેમ કે, તેમનું રૂમાલ, ટુવાલ, પેન, પર્સ કાંતો પછી અન્ય વસ્તુઓને આપણે અડીએ તો આપણને પણ તે ચેપ લાગવાની સંભાવનાઓ વધારે હોય છે. - ડૉ.નિશા પટેલ (નવી સિવિલ હોસ્પિટલ આંખના વિભાગના ડૉક્ટર)

કન્ઝેક્ટિવાઇટિસ તે બે પ્રકારના હોય છે : વધુમાં જણાવ્યું કે, કન્ઝેક્ટિવાઇટિસ તે બે પ્રકારના હોય છે. તેમાં બેક્ટેરિયા અને વાયરલના કારણે થઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાંથી ડોક્ટર દ્વારા જે રીતે દવાઓ લખવામાં આવી હોય, કાંતો પછી જે ટીપા આપવામાં આવ્યા હોય તે વ્યક્તિને આપી દેવાના અને દવા આપતાં પહેલા અને આપ્યા બાદ તરત હાથ ધોઈ લેવા જોઈએ. તેઓની તમામ ચીજ વસ્તુઓ અલગ રાખવી જોઈએ. તેમજ ડોક્ટરની સલાહ મુજબ દરરોજ આખોમાં ટીપા નાખવા સાવચેતી એજ તેની મેન ટ્રીટમેન્ટ છે.

  1. AMC News : મનપાના આરોગ્ય વિભાગની કડક કામગીરી, વરસાદી પાણી ભરાશે તો એકમ થશે સીલ
  2. Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.