ETV Bharat / state

Surat Crime : સુરતમાં સરેઆમ હત્યાનો બનાવ, પંતગબજારમાં હત્યારાએ યુવકને ચપ્પુ ઘોપ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 11:07 AM IST

Surat Crime
Surat Crime

સુરતના ભરચક પતંગ બજારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પૈસાની લેતીદેતીમાં થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો. ચકચારી હત્યાના પગલે બજારમાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં સરેઆમ હત્યાનો બનાવ

સુરત : મહિધરપુરા વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં મોતી ટોકીઝ નજીક ભરચક પતંગ બજાર વચ્ચે હત્યાની ઘટના બની હતી. હત્યાના આરોપીનો મૃતક યુવક સાથે પૈસાની ઉઘરાણી બાબતે ઝઘડો હતો. વાત વધી જતાં આરોપીએ યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો તો. આ ઘટના બાદ ભરચક પતંગ બજારમાં ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ હતી. મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરબજારમાં હત્યા : મહિધરપુરા મોતી ટોકીઝ નજીક ભરચક પતંગ બજાર વચ્ચે રૂપિયાની લેવડદેવડમાં કેબલ ઓપરેટરનું કામ કરતા વિવેક ઉર્ફે વિકીએ પિયુષ રાણા નામના યુવકને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે મોટી ટોકીઝ પાસે ભરાતા પતંગ બજારમાં દોડધામ મચી ગઈ હતી.

સારવાર દરમિયાન મોત : આ ઘટનાને પગલે પતંગ બજારમાં પતંગ લેવા માટે આવેલા લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત પિયુષ રાણાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબી સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે હત્યા કરનાર વિવેક ઉર્ફે વિકી ચેવલીને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પૈસાની લેતીદેતીમાં ઝઘડો : આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મહિધરપુરા વિસ્તારમાં કેબલ ઓપરેટરનું કામ કરતા વિવેક ઉર્ફે વિકી ચેવલી નામના યુવાનનો છેલ્લા ઘણા સમયથી ઇન્દરપુરા ગોલવાડના પિયુષ રાણાની સાથે રૂપિયા 1 લાખની લેવડ દેવડમાં ઝઘડો ચાલી રહ્યો હતો. આ મામલે આરોપીએ પિયુષ રાણાને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

પોલીસ કાર્યવાહી : આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI જે. બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રીના સમયે મહિધરપુરાના મોતી ટોકીઝ નજીક પિયુષ રાણાને વિકી ચેવલી મળી ગયો અને ફરીવાર બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં વિકી ચેવલીએ પિયુષ રાણાને જાહેરમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. પૈસાની લેતી દેતી મામલે વિવાદ સર્જાયો હતો.

  1. Surat Crime News: કામરેજના ખોલવડ ગામે ઉકરડામાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું
  2. Dahod Crime News: દાહોદ એલસીબીએ 36 ઘરફોડ ચોરી કરનાર 3 રીઢા આરોપીઓને ઝડપી લીધા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.