ETV Bharat / state

Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે દક્ષિણ ઝોનનાં કર્મચારીઓની 'રીલે હંગર સ્ટ્રાઈક'

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 4:30 PM IST

જૂની પેન્શન યોજના મુદ્દે દક્ષિણ ઝોનનાં કર્મચારીઓની 'રીલે હંગર સ્ટ્રાઈક'
જૂની પેન્શન યોજના મુદ્દે દક્ષિણ ઝોનનાં કર્મચારીઓની 'રીલે હંગર સ્ટ્રાઈક'

કામરેજ ખાતે જૂની પેન્શન યોજના મુદ્દે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા દક્ષિણ ઝોનના કર્મચારીઓની 'રીલે હંગર સ્ટ્રાઈક' કરવામાં આવી. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને મંડળના હોદ્દેદારો આ સ્ટ્રાઈકમાં જોડાયા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Kamrej Old Pension Scheme Relay Hunger Strike

તા. 8થી 11મી જાન્યુઆરી સુધી 4 ઝોનમાં વિરોધ પ્રદર્શન યોજાશે

સુરતઃ ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા (દક્ષિણ ઝોન)નાં નેજા હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળનાં સંયુક્ત ઉપક્રમે 'રીલે હંગર સ્ટ્રાઈક'કાર્યક્રમ દાદા ભગવાન મંદિર ખાતે યોજાયો હતો. આ સમગ્ર વિરોધ કાર્યક્રમ જૂની પેન્શન યોજના મુદ્દે કરવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ઝોનનાં તમામ જિલ્લામાંથી ખૂબજ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો સહિત અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

સરકારે વચન પાળ્યા નથીઃ રાજ્યમાં જૂની પેન્શન યોજના સંદર્ભે કર્મચારીઓ દ્વારા વિવિધ તબક્કે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના બાબતે જે વચનો આપ્યા હતાં તે હજૂ પૂરા કર્યા નથી. જેથી કર્મચારીઓ દ્વારા સરકારને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. જેનાં પગલે રાજ્યનાં કર્મચારીઓ કે જેઓ 2005 પહેલાં નિમણૂંક પામ્યા છે તેમને પણ આ યોજનાનો લાભ મળે તેવી માંગણી સાથે આજરોજ આ ધરણાં પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની દુહાઈઃ આ અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અને ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના પ્રમાણે કર્મચારીઓને લાભ આપવાની જાહેરાત કરી છે તેને આવકારી જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી અમારી માંગણી વિલંબિત છે. સરકાર લાખો કર્મચારીઓનાં હિતમાં તત્કાળ નિર્ણય કરે તેવી અમારી પ્રબળ માંગણી છે. તેમણે હુંકાર કર્યો હતો કે જો અમારી માંગણીઓ ન સંતોષાય તો આવનારા દિવસોમાં અમારી આશ્ચર્યજનક જલદ કાર્યક્રમો આપવાની તૈયારીઓ છે. આ સાથે ઉપસ્થિત અન્ય કર્મચારી મંડળનાં હોદ્દેદારોએ પોતપોતાનાં આગવા અંદાજમાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

8થી 11 જાન્યુઆરી સુધી વિરોધ પ્રદર્શનઃ આ અંગે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને દક્ષિણ ઝોનનાં કન્વીનર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કુલ 4 ઝોનમાં આ ઘરણાંનો કાર્યક્રમ તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવી રહ્યો છે, જેની શરૂઆત દક્ષિણ ઝોન (સુરત)થી થઈ છે. જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માંગણી સાથે આજ રોજ આ ધરણાં કાર્યક્રમમાં સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો સહિત અન્ય કર્મચારી મંડળનાં હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો અને કર્મચારીઓ ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આંદોલનને સફળ બનાવ્યું હતું.

સરકાર દ્વારા 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી અમારી માંગણી વિલંબિત છે. સરકાર લાખો કર્મચારીઓનાં હિતમાં તત્કાળ નિર્ણય કરે તેવી અમારી પ્રબળ માંગણી છે...સતિશ પટેલ(પ્રમખ, સરકારી કર્મચારી મહામંડળ, ગુજરાત)

સમગ્ર ગુજરાતમાં કુલ 4 ઝોનમાં આ ઘરણાંનો કાર્યક્રમ તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવી રહ્યો છે, જેની શરૂઆત દક્ષિણ ઝોન (સુરત)થી થઈ છે...કિરીટ પટેલ(કન્વીનર, દક્ષિણ ઝોન, સરકારી કર્મચારી મહામંડળ, ગુજરાત )

  1. 2005 પહેલા નિમણુક થયેલા કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમનો લાભ નથી મળી રહ્યો, ફિક્સ પગારના કર્મચારીઓને પણ અન્યાય
  2. Old Pension Scheme Movement : દિલ્હીમાં 10 લાખ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની કરશે માંગ, ગુજરાતના 3000 કર્મચારીઓ આંદોલનમાં જોડાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.