GST Scam: સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઉસ્માનગનીની કરી ધરપકડ

author img

By

Published : Jan 22, 2023, 4:32 PM IST

Sutradhar Usman Gani Arrested In 2706 Crore GST Scam

સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પેહલા પોલીસે GST મામલે જ કુલ 16 જેટલાં આરોપીની ધરપકડ કડી જેલ ભેગા કર્યા હતા.

સુરત: સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ ઉસ્માનગનીએ આનંદ પરમાર, ફૈઝલ, ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી. ઉસ્માનગનીએ અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.

GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઉસ્માનગનીની ધરપકડ
GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઉસ્માનગનીની ધરપકડ

16 જેટલાં આરોપીની ધરપકડ કડી જેલ ભેગા કર્યા: પોલીસ આ આરોપીની ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી. અંતે પોલીસે ભાવનગરમાં ખાતે આવેલ જુની માણેક વાડી પાસે શિશુ વિહાર રોડ ઉપર બાગેફીરદોશ ફ્લેટમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ પેહલા જ પોલીસે GST મામલે કુલ 16 જેટલાં આરોપીની ધરપકડ કડી જેલ ભેગા કર્યા હતા.

અલગ અલગ પેઢીઓમાંથી 100 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું: સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આરોપી ઉસ્માનગની રફીક કટાણીએ ઇકો સેલ પોલીસે પકડી પાડવામાં આવેલા આરોપી આનંદ પરમાર, ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી. આરોપી આનંદ પરમાર સાથે ઉસ્માનગનીએ ખોટી રીતે કૃષિ અંગેના ખાતાઓ બેંકમાં ખોલાવી અલગ અલગ પેઢીઓમાંથી 100 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું હતું. જે પૈકી 50 કરોડ રૂપિયા બેંકમાંથી રોકડ ઉપાડી તે રૂપિયા સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં આંગ઼ડિયામાં મોકલી આપ્યા હતા. અગાઉ GST કૌભાંડમાં સચીન ઉનનો મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ પકડાયો હતો. તેણે મુરશીદ આલમે 496 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા.

આ પણ વાંચો Rajkot Crime News: વ્યાજખોરોનો ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાનનો આપઘાતનો પ્રયાસ

સુરત ઇકો સેલ પોલીસની મોટી કાર્યવાહી: આ રેકેટના સૂત્રધાર આલમ શેખ, સુફીયાન કાપડીયા, ઉસ્માન બગલા અને સજ્જાદ ઉજ્જાની છે. આ તમામને પોલીસે અલગ અલગ સ્થળોથી ધરપકડ કરી હતી. ઈકોસેલે આ રેઇડ દરમિયાન લેપટોપ-16, મોબાઇલ-25, રોકડ 2.24 લાખ, સીપીયુ-3, હાર્ડડીસ્ક-2, એટીએમ-24, પાનકાર્ડ-6, અલગ અલગ પેઢીઓના સી-69 ચેકબુકો-19 કબજે કરી હતી. પોલીસે આ મામલે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઉસ્માનગીનીનું નામ સામે આવ્યું હતું.

આ પણ વાંચો Kidnapping and robbery case resolved: પીપોદરા નજીક બનેલ અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો

GSTએ 1700 કરોડના વ્યવહાર પકડયા: સુરત ઇકોનોમિક સેલ દ્વારા 2500 કરોડના કૌભાંડનો પદાર્ફાશ કરતા જીએસટીમાં પણ સળવળાટ જોવા મળ્યો હતો અને આ અરસામા જ સ્ટેટ જીએસટીના ચીફ કમિશનર તરીકે મિલિન્દ તોરવણેની નિમણૂક કરાઇ હતી. પદ સંભાળ્યા બાદ સમગ્ર રાજયમાં બોગસ બિલિંગ કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાની શરૂઆત કરાઇ હતી. એ સતત 20 દિવસ ચાલેલી કાર્યવાહીમાં માત્ર સુરત અ્ને સુરત જિલ્લામાંથી 1700 કરોડથી વધુના બોગસ બિલિંગના વ્યવહાર શોધી કઢાયા હતા.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.