ETV Bharat / state

Surat Crime : કામરેજમાં પ્રાણઘાતક હથિયાર સાથે વીડિયો બનાવવો યુવકને ભારે પડ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 2:44 PM IST

Surat Crime : કામરેજમાં પ્રાણઘાતક હથિયાર સાથે વિડીયો બનાવવો એક યુવકને ભારે પડ્યો
Surat Crime : કામરેજમાં પ્રાણઘાતક હથિયાર સાથે વિડીયો બનાવવો એક યુવકને ભારે પડ્યો

સુરતના કામરેજમાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં ગુલતાન થઇને જાતભાતના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા જોવા મળ્યાં છે. એવામાં રિલ્સ બનાવવા માટે પ્રાણઘાતક હથિયાર સાથે વિડીયો બનાવનાર યુવકને પોલીસ એક્શનનો સામનો કરવો પડ્યો છે.

પોલીસ એક્શનનો સામનો

સુરત : સુરતના કામરેજમાં એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડીયોને લઇને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. કામરેજના એક યુવકને પ્રાણઘાતક હથિયાર સાથે રિલ્સ બનાવી હતી જે મોંઘી પડી છે. પ્રાણઘાતક હથિયાર સાથેની રિલ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે યુવકની અટકાયત કરી હતી. ત્યારે પોલીસ કાર્યવાહીના પગલે સાનમાં સમજી ગયેલા યુવકં ફરી આવું ન કરવા પોલીસ સમક્ષ માફી માગી લીધી હતી.

સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો વિડીયો : કામરેજ વિસ્તારમાં એક યુવકની રિલ્સ વાઇરલ થઈ હતી જેમાં યુવક પ્રાણઘાતક હથિયાર સાથે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિડીઓ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જોકે રિલ્સ વિડીઓ વાઇરલ થતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ કરતા યુવક કામરેજ તાલુકાના કઠોર ગામનો માહેર ડાલિયા ઉર્ફે માયાભાઈ નામનો યુવક હોવાનું સામે આવ્યું હતું. કામરેજ પોલીસે તરત યુવકની અટકાયત કરી હતી. બાદમાં યુવક ફરીવાર આવું ન કરે માટે યુવકને સમજ આપવામાં આવી હતી. તેમજ યુવકનો માફી માંગતો વિડીઓ બનાવ્યો હતો તેમ જ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કર્યો હતો.

યુવકની અટક કરવામાં આવી : આ ઘટનાને લઇને કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે પ્રાણઘાતક હથિયાર સાથે વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવક કામરેજ તાલુકાના કઠોર ગામનો હોવાનું અમારી ટીમને જાણવા મળતાં જ હાલ આ યુવકની અટક કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Surat Viral Video : સુરતમાં છોટા ડોન, બીઆરટીએસ રૂટમાં મારામારી કરતા બે બાળકોનો વાયરલ વિડીયો
  2. Rajkot Viral Video : રાજકોટમાં ચાલુ વરસાદે રોડ વચ્ચે આવીને યુવતીએ કર્યું કંઈક આવું, જુઓ વાયરલ વીડિયો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.