ETV Bharat / state

Surat Crime News: સાવધાન ! દાગીના પડાવતી નકલી પોલીસ, વિવિધ શહેરોમાં 100થી વધુ ગુન્હાને અંજામ

author img

By

Published : Jun 14, 2023, 1:16 PM IST

Updated : Jun 14, 2023, 1:43 PM IST

Surat Crime News: સાવધાન ! દાગીના પડાવતી નકલી પોલીસ, વિવિધ શહેરોમાં 100થી વધુ ગુન્હાને અંજામ
Surat Crime News: સાવધાન ! દાગીના પડાવતી નકલી પોલીસ, વિવિધ શહેરોમાં 100થી વધુ ગુન્હાને અંજામ

નકલી પોલીસની ઓળખ આપી લૂંટ અને છેતરપિંડી આચરતા લોકોનો જાણે રાફડો ફાટ્યો છે. ત્યારે સુરતમાંથી ઈરાની ગેંગના ચાર જેટલા સભ્યોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં તેઓ ખાસ સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરતા હતા. પોલીસની ઓળખ આપી દાગીના કઢાવી લેતા. બાદમાં નજર ચૂકવી દાગીના લઇને ફરાર થઇ જતા હતા.

સાવધાન ! દાગીના પડાવતી નકલી પોલીસ

સુરત : શહેરમાં સિનિયર સિટિઝન્સને પોલીસ તરીકે ઓળખ આપી દાગીના પડાવતી ગેંગ સક્રિય હતી. આ ઈરાની ગેંગના ચાર જેટલા સભ્યોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો આજ દિન સુધી 100 થી પણ વધુ ગુનાને અંજામ આપી ચૂક્યા છે. સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં તેઓ ખાસ સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરતા હતા.

સિનિયર સિટીઝન્સ ટાર્ગેટ: હાલમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપતી ઈરાની ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે. આ ગેંગના સભ્યો સુરત સહિત અન્ય શહેરોમાં પોતાની ઓળખ પોલીસ તરીકે આપતા હતા. તેઓ મુખ્યત્વે સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરતા હતા. એટલું જ નહીં નજર ચૂકવી તેઓ સોનાના ઘરેણા ઉતરાવી ફરાર થઈ જતા હતા. સુરત પોલીસે શહેરના દિલ્હી ગેટ વિસ્તાર ખાતેથી ઈરાની ગેંગના ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 13.26 લાખના દાગીના, બે સ્પોર્ટ્સ બાઈક અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા 15.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા છે.

નકલી પોલીસની ઓળખ: ઈરાની ગેંગના 40 વર્ષીય અલી સૈયદ, 26 વર્ષીય મોહમ્મદ સાંગા સૈયદ, 34 વર્ષીય ગાજી જાફરી અને 55 વર્ષીય જાફર સૈયદની ઓળખ કરવામાં આવી છે. આ ગેંગના તમામ આરોપી પોલીસ તરીકે પોતાની ઓળખ આપતા હતા. પોલીસને જાણવા મળ્યું છે કે, અમદાવાદ, વલસાડ, સુરત, આનંદ, સાબરકાંઠા, નડિયાદ વગેરે શહેરમાં સક્રિય હતા. ઉપરાંત મહારાષ્ટ્રના થાણે, અંબેવલી સહિત અન્ય જગ્યા પર આવી જ રીતે ગુનાને અંજામ આપી ચૂક્યા છે.

ગેંગના ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ઈરાની ગેંગ સાથે સંકળાયેલા છે. જેમાંથી આરોપી અલ્યા સૈયદ વિરોધ મકોકા સહિત 44 જેટલા ગંભીર આરોપ નોંધાઈ ચૂક્યા છે. મોટાભાગના ગુના લૂંટ સંબંધી છે. જ્યારે અન્ય આરોપી મોહમ્મદ સૈયદ વિરુદ્ધ પણ મકોકા સહિત 19 થી પણ વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્રીજા આરોપી ગાજી જાફરી વિરુદ્ધ 17 અને ચોથા આરોપી વિરુદ્ધ 15 ગુના નોંધાયા છે. --- રૂપલ સોલંકી (DCP, ક્રાઈમ બ્રાન્ચ)

લૂંટની અનોખી ટેક્નિક: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ સિનિયર સિટીઝન મહિલા અને પુરુષોને હંમેશા ટાર્ગેટ કરતા હતા. પોલીસ હોવાની ઓળખ આપી ચેંજ સ્નેચિંગ, લૂંટ થશે તેમ કહીને સોનાના દાગીના ઉતરવાનું કહેતા હતા. ત્યારબાદ રૂમાલમાં દાગીના રાખી લેતા અને નજર ચૂકવી ચોરી કરી નાસી જતા હતા. મોડાસ ઓપરેન્ડીથી તેઓએ 100 થી પણ વધુ ગુનાને અંજામ આપી ચૂક્યા છે. ખાસ કરીને અમદાવાદમાં 20, ધોળકામાં 10, નડિયાદમાં 10, ગાંધીનગર અને મહેસાણા સાબરકાંઠા સહિત અન્ય શહેરોમાં પણ 10 થી પણ વધુ ગુન્હા આચરી ચૂક્યા છે.

  1. Surat Crime News: હનિટ્રેપનો શિકાર બનાવતી ગેંગને કામરેજ પોલીસે ઝડપી લીધી
  2. Surat Crime: સુરતમાં ગાંજો ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ, છેલ્લા ચાર દિવસમાં પોલીસે 1 કરોડ રૂપિયાનો ગાંજો ઝડપી લીધો
Last Updated :Jun 14, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.