ETV Bharat / state

Surat Crime : સુરતમાં ડ્રગ્સ વિરોધી કાર્યક્રમ યોજાનાર યુવક પર જીવલેણ હુમલો, 2 હુમલાખોર ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 3:55 PM IST

Surat Crime
Surat Crime

સુરત પોલીસ શહેરમાં ડ્રગરૂપી દાનવને નાથવા સતત પ્રયત્નો કરી રહી છે. જેમાં શહેરના કેટલાક જાગૃત નાગરિકો સહયોગ આપી રહ્યા છે. ડ્રગ વિરોધી અભિયાન ચલાવી રહેલા આવા એક યુવક પર ડ્રગ પેડલર્સે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે, શહેર પોલીસ મામલાની ગંભીરતાને સમજીને તાકીદે હુમલાના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરત : ડ્રગ્સ જેવા દૂષણથી યુવાઓ દૂર રહે તે માટે કાર્યરત યુવાન પર સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક નજીક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમાજ જાગૃતિ માટે ડ્રગ્સ વિરોધી કાર્યક્રમ યોજાનાર યુવક પર હુમલો થતાં પોલીસ પણ એક્શનમાં આવી હતી. ઉત્રાણ પોલીસે હુમલો કરનાર બે લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

ડ્રગ પેડલર બેફામ : સુરત શહેરમાં એક બાજુ સુરત પોલીસ ડ્રગ વિરોધી અભિયાન ચલાવી રહી છે. તો બીજી બાજુ એવા લોકો પણ છે જે સુરત શહેરમાં ડ્રગ્સ રુપી દૂષણ દૂર થાય તે માટે કાર્યરત છે. આવા જ એક યુવાન રોનક ઘેલાણી પર સુરત શહેરના વરાછા વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે. કેટલાક હુમલાખોરો દ્વારા યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ જીવલેણ હુમલામાં રાકેશ લોહીલુહાણ થઈ ગયો હતો.

જાગૃત યુવાન પર હુમલો : ઈજાગ્રસ્ત રાકેશને સારવાર માટે તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોએ ઇજાગ્રસ્ત રાકેશને માથાના ભાગે આઠથી વધુ ટાંકા માર્યા અને સારવાર શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

શું હતો મામલો ? મંગળવારે મોડી રાત્રે મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે ડ્રગ્સ દૂષણ સામે વિરોધી અભિયાન ચલાવનાર યુવક પર હુમલો થયાનો બનાવ બન્યો હતો. રોનક ઘેલાણી જણાવ્યું હતું કે, નશાની હાલતમાં પેડલર્સ તેમની સાથે જીભાજોડી કરવા લાગ્યા હતા. આ અંગે રાકેશે હોમગાર્ડ જવાન સહિતના લોકોને જાણ કરી હતી. તે લોકો પણ આરોપીઓને સમજાવી રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ યુવક પર પણ હુમલો કરી દીધો હતો. એટલું જ હોમગાર્ડને પણ આરોપીઓએ તમાચો મારી દીધો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી રાકેશના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી.

હુમલાખોર ઝડપાયા : આ અંગે ઉત્રાણ પોલીસના PSO એ જણાવ્યું હતું કે, વરાછાના સુદામા ચોક ખાતે મોડી રાત્રે રાકેશ સાથે અન્ય લોકોની બોલાચાલી થઈ હતી. દારૂના નશામાં આરોપી દશરથ રામદયા વર્મા અને સંદીપ અરુણ શાહુએ હુમલો કર્યો હતો. જેથી રાકેશને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  1. Surat Crime: કામરેજમાં પોલીસ જવાન પર હુમલો, સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી
  2. Surat news: 200થી વધુ કારના કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર પિતા-પુત્ર સુરતથી ઝડપાયા, વૈભવી લાઈફસ્ટાઈલ માટે કરતાં હતાં ચોરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.