ETV Bharat / state

Surat Corona sample: જાણો સુરતની નવી સિવિલમાં કેટલા કોરોનાના RT-PCR ટેસ્ટ થયા

author img

By

Published : Feb 9, 2022, 8:06 PM IST

Surat Corona sample: જાણો સુરતની નવી સિવિલમાં કેટલા કોરોનાના RT-PCR ટેસ્ટ થયા
Surat Corona sample: જાણો સુરતની નવી સિવિલમાં કેટલા કોરોનાના RT-PCR ટેસ્ટ થયા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં( Surat Civil Hospital )આવેલ માઈક્રોબાયોલોજી વિભાગમના 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનોએ દૈનિક 7000થી વધુ સેમ્પલની ચકાસણી (Surat Corona sample )કરી રહ્યા છે. આ વિભાગના તબીબોએ ત્રીજી લહેરમાં પણ દૈનિક 12 થી 15 કલાકની કામગીરી કરી છે. તેઓની કામગીરી ત્રણ શિફ્ટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઈમ કરીને 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે.

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ( Surat Civil Hospital )આવેલ માઈક્રોબાયોલોજી વિભાગમના 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનોએ દૈનિક 7,000થી વધુ સેમ્પલની ચકાસણી(Surat Corona sample )કરી રહ્યા છે. આ વિભાગના એક એક કર્મચારી ત્રીજી લહેરમાં પણ દૈનિક 12 થી 15 કલાકની કામગીરી કરી છે. કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક 24x7 કામગીરી કરી રહ્યાં છે. તેઓની કામગીરી ત્રણ શિફ્ટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઈમ કરીને 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત(Corona testing in Surat ) કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે.

દૈનિક 7000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ

આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના 106 કર્મયોગીઓ RT-PCR ટેસ્ટીંગ(Corona RT-PCR test) માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે, અને દૈનિક 7000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ (Corona case in Surat )આવ્યાં બાદ જ ડૉક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈન્સની જવાબદારી પણ વધી ગઈ છે, પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી (Corona Varyas of Surat)પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત પિતાની છત્રછાયા ગુમાવી

આ વિભાગમાં સેવા આપી રહેલા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.ડિમ્પલ જેઠવા ચૌહાણે જણાવ્યું હતું કે, કોવિડની શરૂઆતથી જ માઈક્રોબાયોલોજી લેબમાં ટેસ્ટીંગ અને રિપોર્ટીંગમાં ફરજ બજાવી રહી છું. કોરોની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત પિતાની છત્રછાયા ગુમાવી હતી, જેથી કોરોનાથી થોડો ડર જરૂર લાગતો હતો, પરંતુ ફરજની વાત આવી ત્યારે કોરોનાનો મક્કમ સામનો કરવાં તૈયાર થઈ ગઈ હતી. મારા 7 વર્ષના દિકરા શિવ અને 13 વર્ષની દિકરી ખનક બંને ભાઈ બહેનને પણ કોરોના થતા હિંમત હારી ગઈ હતી. પણ તેઓની સારસંભાળ, કાળજી લેવાની સાથે કોવિડમાં પોતાની ફરજ બજાવવા માટે તત્પર રહી છું. ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોરોના ટેસ્ટીંગમાં વધારો થતા રાત-દિવસ કામગીરી કરી છે, જેમાં પરિવારના તમામ સભ્યોએ સાથ સહકાર આપ્યો છે. જેથી પરિવારની પણ આભારી છું.

આ પણ વાંચોઃ બી. જે. મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં 1.04 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયાં

હું પહેલી અને ત્રીજી લહેરમાં કોરોનાગ્રસ્ત બની હતી

આ વિભાગમાં ટ્યુટર તથા ફેકલ્ટી તરીકે સેવા આપતા ડૉ.પુર્વી મોદીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહી છું. કોરોના કાળમાં ટ્યુટરની ફરજ સોંપવામાં આવી ત્યારે કોરોનાનો ભય સતાવતો હતો. પરંતુ સમય જતા નક્કી કર્યું કે કોરોના સાથે રહીને જ નોકરી કરવાની છે. મક્કમ મનોબળ રાખતાં ડર ગાયબ થઇ ગયો હતો. હું પહેલી અને ત્રીજી લહેરમાં કોરોનાગ્રસ્ત બની હતી. પરંતુ સ્વસ્થ થઈને પુન: ફરજ પર હાજર થઈ હતી. તાજેતરમાં મારા બન્ને દિકરા દેવ અને કવિશને કોરોના થતાં ફરજ અને દિકરાની સારસંભાળ રાખવાનું મારા માટે મુશ્કેલ બની ગયું હતું. પરંતુ ડ્યુટી નિભાવવાની પણ મારી નૈતિક ફરજ હતી, જેથી નોકરી પુર્ણ કરી હું બાળકોની સારસંભાળ લેતી હતી. એક સમય એવો પણ આવ્યો કે મારો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. છતાં સૌ સભ્યો અને કોરોનાને હરાવવામાં સફળતા મળી હતી.

જાન્યુઆરી મહિનામાં કોરોના ટેસ્ટીંગ વધતા ત્રણ શિફ્ટમાં 32 કલાક પણ ફરજ નિભાવી

આ વિભાગના ડૉ.યોગિતાબેન મિસ્ત્રીએ જણાવ્યું કે, હું છેલ્લા 4 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર છું. કોરોનાની શરૂઆતથી જ માઈક્રોબાયોજી ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી રહી છું. મારા ઘરની આજુબાજુના લોકોને પરેશાની ન થાય એના માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પરિવાર સાથે રહી ફરજ નિભાવી રહી છું. કોરોના પછી સિવિલ કેમ્પસમાં રહયા બાદ એકવાર પણ ઘરે પરત ગયા નથી. ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં કોરોના ટેસ્ટીંગ વધતા ત્રણ શિફ્ટમાં 32 કલાક પણ ફરજ નિભાવી છે. ત્રીજી લહેરમાં 7000થી વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા. હજુ પણ સ્ટાફના સહયોગથી કોવિડ ટેસ્ટીંગની જવાબદારી ઉત્સાહથી નિભાવી રહ્યાં છીએ.

આ પણ વાંચોઃ Corona testing in Surat: સુરતમાં ઉત્તરાયણના તહેવાર બાદ સંક્રમણ વધવાની બીકે ટેસ્ટીંગની કામગીરી વધારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.