ETV Bharat / state

સુરત ભાજપના નવા માળખામાં 17 જુદા જુદા સમાજોને પ્રતિનિધિત્વ આપી સંતુલન સાધવામાં આવ્યું

author img

By

Published : Nov 27, 2020, 1:33 PM IST

પ્રદેશ ભાજપ સાથે ચર્ચા-વિચારણા બાદ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. શહેર ભાજપના સંગઠનના માળખામાં પહેલી વખત સુરત શહેરની બારેબાર વિધાનસભા તથા 17 સમાજોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જુના સંગઠન માળખામાં કિશોર બિન્દલ સિવાય તમામ નવા ચહેરા સમાવવામાં આવ્યા છે. જૂના જોગીઓ સાથે નવા ચહેરાને તક આપી નવલોહિયા અને અનુભવીઓ વચ્ચે સંતુલન સાધવામાં આવ્યું છે.

surat
સુરત

  • ખૂબ ટૂંકાગાળામાં શહેર ભાજપનું નવું સંગઠન જાહેર
  • કિશોર બિન્દલ અને લલિત વેકરીયાને ફરી મહામંત્રી
  • આવનાર દિવસોમાં યોજાઇ શકે છે મહાનગરપાલિકાની ચૂંટણી

સુરત: શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે 9 નવેમ્બરના રોજ માજી મેયર નિરંજન ઝાંઝમેરાની વરણી કરવામાં આવી હતી. ખૂબ ટૂંકાગાળામાં શહેર ભાજપનું નવું સંગઠન જાહેર કરી દેવાયું છે. શહેર ભાજપના મહામંત્રી બનવા ભારે ખેંચતાણ હતી. પરંતુ સ્થાયી સમિતિના ચાર ટર્મ ચેરમેન રહેલા મુકેશ દલાલ અગાઉ મહામંત્રી રહી ચૂકેલા લલિત વેકરિયા તેમજ કિશોર બિન્દલની મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. લલિત વેકરીયા અનેેેે મુકેશ દલાલ ભાજપ પ્રમુખ પદની રેસમાં હતા. પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિશ્વાસુ અને જૂના જોગી નિરંજન ઝાંઝમેરા પ્રમુખ બનતા બંનેને બનાવવામાં આવ્યા છે.

સુરત ભાજપના નવા માળખામાં 17 જુદા જુદા સમાજોને પ્રતિનિધિત્વ આપી સંતુલન સાધવામાં આવ્યું
17 જુદા જુદા સમાજોને પ્રતિનિધિત્વ આપી સંતુલન સાધવામાં આવ્યું શહેર ભાજપના સંગઠન માળખાની રચનામાં બારે બાર વિધાનસભાને આવરી લેવામાં આવી છે. આવનાર દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે દરેક વિધાનસભામાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રજાપતિ, પાટીદાર, ખત્રી, અનાવિલ બ્રાહ્મણ, વૈષ્ણવ વણિક, રાણા, કોળી પટેલ, રાજપૂત, સુથાર, મહારાષ્ટ્રીયન, બારોટ, માળી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મોઢવણીક તથા રાજસ્થાની અગ્રવાલ મળી કુલ 17 જુદા જુદા સમાજોને પ્રતિનિધિત્વ આપી સંતુલન સાધવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સુરત જિલ્લા ભાજપના પદાધિકારીઓની વરણી: યુવા ચહેરાઓને સ્થાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.