ETV Bharat / state

Surat News: ઝેરી કેમિકલના કારણે 4 લોકોના મૃત્યુ, પોલીસે જપ્ત કર્યા 700થી વધુ ઝેરી કેમિકલ ડ્રમ

author img

By

Published : Aug 4, 2023, 6:35 PM IST

ઝેરી કેમિકલના 700થી વધુ ડ્રમ મળી આવ્યા
ઝેરી કેમિકલના 700થી વધુ ડ્રમ મળી આવ્યા

માંગરોળમાં કેમિકલની ઝેરી અસરથી 4 લોકોના મૃત્યુ થયા. પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઝેરી કેમિકલના 700થી વધુ બેરલ જપ્ત કર્યા. માંગરોળમાં કેમિકલ માફિયા પર પોલીસે સીકંજો કસ્યો.

પોલીસે જપ્ત કર્યા 700થી વધુ ઝેરી કેમિકલ ડ્રમ

સુરત: માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે નિલમ ઈન્ડ્રસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કેમિકલ ભરેલા બેરલને ખોલવા જતા ફેક્ટરીના માલિકના પુત્ર, ભાઈ સહિત 4 જણા કેમિકલની અસરથી મોતને ભેટ્યા હતાં.

ગોડાઉન માલિક વિરૂદ્ધ કાર્યવાહીઃ પોલીસે ગોડાઉન માલિક અને તેના સગા અને ગોડાઉનના માલિક અને ઘટનામાં ભોગ બનનાર સુપર વાઈઝર મળી કુલ 2 જણાની ધરપકડ કરી છે. ગોડાઉન માલિકની મહંમદ પટેલની પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી. તેના ઉપર અંક્લેશ્વર પાનોલી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ગુના નોંધાયા છે. જે ઝેરી કેમિક્લનો નિકાલ લોકોના જીવ જોખમમાં મુકતો હતો તે જ કેમિક્લે તેના પુત્રનો કરી ભોગ લીધો હતો.

વાતાવરણમાં ઝેરી ગેસની અસરઃ ગત બુધવારની બપોરના સમયે મોટાબોરસરા વિનોદ કમ્પાઉન્ડની અંદર આવેલા નિલમ ઈનસ્ટ્રીઝના માલિક મહંમદ જાવેદ પટેલના ભાઈ ઈમ્તિયાઝ શેખ, પુત્ર અમીન તેમજ તેમની સાથે કામ કરવા આવેલા અંક્લેશ્વર દીવા અને કાપોદ્રાના બે કામદારો અરૂણ વસાવા અને રઘા રામજી પરમારનું ગેસ ગળતરને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે તેમનો સુપરવાઈઝર આશીફ અલી ભોજાણીને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. જીપીસીબીના અધિકારીએ હાથ ધરેલી કામગીરીમાં ઘટના સ્થળથી 20 મીટર પાસે volatile orgenic compound ની વાતાવરણમાં માત્રા વધુ જોવા મળી હતી. જે માનવસ્વાસ્થ માટે જોખમી હોય છે.

આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગોડાઉનમાં અંદાજિત 700થી 800 કેમિકલના ડ્રમ છે. આ કેસમાં સંડોવાયેલા બંને આરોપીઓ આગામી 8 દિવસ સુધી રિમાન્ડ પર છે.---જે.એ બારોટ (PI, કોસંબા પોલીસ મથક)

700થી વધુ કેમિકલ ડ્રમ ઝડપાયાઃ સુરત ફાયરબ્રીગેડના અધિકારી ગોડાઉનના અલગ અલગ ભાગમાં આજ પ્રકારનું પરિક્ષણ કરતાં ગંભીરથી અતિગંભીર પ્રદૂષણનું પ્રમાણ મળી આવ્યું હતું. જ્યારે ફાયરની ટીમે ઓક્સિજન લગાવી ગોડાઉનની તપાસ કરતાં ગોડાઉનના પતરાના શેડ અને અંદરના ભાગમાં 700થી વધુ કેમિક્લ ભરેલા ડ્રમ દેખાય આવ્યા હતાં. તેમજ એક અંદડ ગ્રાઉન્ડ ફિક્સ ટાંકી પણ મળી આવી હતી. આ તમામ કેમિકલમાંથી પ્રદૂષણ બોર્ડ દ્વારા સેમ્પલ લઈ વધુ તપાસ માટે મોક્લી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ બાદ ક્યા પ્રકારનું કેમિકલ છે તે જોખમી કેટલું છે તે જાણવા મળશે. હાલ પોલીસે ફેક્ટરી માલિક મહંમદ જાવેદ પટેલ, તેમજ આસીફ ભોજાણીની ધરપકડ કરી છે. હવેની તપાસમાં આ કેમિકલ આ ઈસમો ક્યાંથી લાવ્યા હતાં અને તેનો કઈ રીતે ઉપયોગ કરવાના હતાં તે તપાસમાં ખુલશે.

કુખ્યાત છે ફેક્ટરી ઓનરઃ ફેક્ટરી માલિક મહંમદ જાવીદ પટેલ જેને મહંમદ ચીકના નામથી ઓળખવામાં આવે છે. તે એક દાયકા કરતાં વધુ સમયથી કેમિક્લ માફિયા છે.ભૂતકાળમાં પણ અંક્લેશ્વર,પાનોલી વિસ્તારમાં કંપનીમાંથી હેઝાર્ડ વેસ્ટ કેમિક્લ લઈ તેનો નિકાલ કરવા માટે પકડાયેલો છે.જેની ઉપર ભૂતકાળમાં પણ કોસંબા પાનોલી અંક્લેશ્વર વિસ્તારમાં સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા છે. 2015 રાજ્યમાં પ્રથમ વખત પ્રદૂષણ ફેલાવનાર મુદ્દે તેને પાસા હેઠળ ધકેલવાની પણ કાર્યવાહી કરી હતી.મહંમદ મોટેભાગે પાનોલી અંક્લેશ્વર જીઆઈડીસીની ફેક્ટરીમાંથી તેમના સંચાલકો સાથે સાંઠગાઠ કરી પ્રદૂષિત પાણી કચરાના નિકાલ માટે કોસંબા સહિતના વિવિધ વિસ્તારમાં કાર્યરત કરી પ્રદૂષિત ક્ચરાનો નિકાલ કરવામાં પાવરધો છે.

  1. Ahmedabad Crime: કણભામાં દોઢ મહિના પહેલા થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 3 શખ્સોની ધરપકડ
  2. Gujarat ATS: રાજકોટ ખાતેથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓની તપાસ અર્થે ગુજરાત ATS ની એક ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.