ETV Bharat / state

Sunflower Diamond Ring: 6.44 કરોડ રૂપિયામાં સૂર્યમુખી જેવી ડાયમંડ વીંટી સુરતમાં તૈયાર, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

author img

By

Published : Apr 18, 2023, 4:08 PM IST

Updated : Apr 18, 2023, 6:26 PM IST

વિશ્વભરમાં ડાયમંડ અને જ્વેલરી માટે પ્રખ્યાત સુરત શહેરમાં એક એવી વીટી તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. રિસાયકલ સોનાનો ઉપયોગ કરીને સૂર્યમુખી જેવી વિંટી તૈયાર કરવામાં આવી છે જેની કિંમત 6.44 કરોડ રૂપિયાની છે.

sunflower-shaped-diamond-ring-made-in-surat-enters-guinness-book-of-world-records
sunflower-shaped-diamond-ring-made-in-surat-enters-guinness-book-of-world-records

સૂર્યમુખી જેવી ડાયમંડ વીંટી સુરતમાં તૈયાર

સુરત: સુરત હંમેશાથી અવનવી ડાયમંડની જ્વેલરી તૈયાર કરી વિશ્વને આશ્ચર્યમાં મૂકી દે છે. આ વખતે પણ એક કરોડો રૂપિયાની ડાયમંડ વિંટી જોઈ ચોક્કસથી લોકોની આંખમાં ચમક આવી જશે. સુરતના એચ.કે ડિઝાયર્સ દ્વારા તૈયાર કરાયેલી આખા વીટીની વાત કરવામાં આવે તો એમાં 50907 હીરા લગાડવામાં આવ્યા છે. 460.55 ગ્રામ ગોલ્ડ તેમજ 130.19 કેરેટના હીરાથી આ અદભુત વિંટી તૈયાર કરવામાં આવી છે. આ વિટી આટલી હદે આકર્ષક અને યુનિક છે કે તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

50,907 વૃક્ષો ઉગાવીશું: હરિકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'આ ખાસ વીટી એક ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી થાય આ હેતુથી આ ડાયમંડ રીંગને તૈયાર કરવામાં આવી છે. અમારી કંપની દ્વારા એક હીરાને સામે એક વૃક્ષ લગાવવામાં આવશે. એટલે આ રિંગમાં 50907 હીરા છે તેથી અમે 50907 વૃક્ષો ઉગાવીશું.'

આ પણ વાંચો World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું

પતંગિયાની ડિઝાઇન પણ તૈયાર: અત્રે ઉલ્લેખનીય છે કે આ આકર્ષક રિંગને તૈયાર કરવા માટે સંપૂર્ણપણે રિસાયકલ કરેલા સોનાને વાપરવામાં આવ્યા છે. આ રીંગ બનાવવા માટે 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યા છે. રીંગ બનાવતી વખતે કુલ 8 જેટલા ભાગમાં તેને વેચવામાં આવી છે. આ રિંગની ડિઝાઇન સૂર્યમુખીની પાંખો છે જેમાં પતંગિયાની ડિઝાઇન પણ તૈયાર કરાઈ છે. જેથી તે ખૂબ જ આકર્ષક લાગે છે. આ રિંગ બનાવતા કુલ 9 મહિનાનો સમય લાગ્યો છે કંપની તરફથી ટાર્ગેટ હતો કે આ રિંગમાં 50000 થી વધારે હીરા લગાવવામાં આવે એટલે ડિઝાઇન તૈયાર કરવામાં ચાર મહિના લાગ્યા હતા.

આ પણ વાંચો Bal Parayan: દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ

Last Updated :Apr 18, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.