Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી

author img

By

Published : Dec 30, 2021, 8:12 PM IST

Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી

સાયણ સુગર મિલ ખાતે ગુજરાત (Sugar Mill In India) રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની (Sugar Industry Association India) ૬૧મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી , માજી સહકાર પ્રધાન અને પંડવાઈ સુગર મિલ તેમજ ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલની આગેવાનીમાં મળેલી આ સભામાં દક્ષીણ ગુજરાતની તમામ સુગર મિલના પ્રમુખો હાજર રહ્યા હતા.

સુરત: આજ ગુરુવારના ઓલપાડના સાયણ ખાતે આવેલી સુગર મિલમાં ગુજરાત (Sugar Mill In India) રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની (Sugar Industry Association India) ૬૧મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં રાજ્યની તમામ સુગર મિલના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સભાનો ધ્યેય ખાંડના બજાર ભાવ (Market price of sugar In India) અને તેમના સ્ટોક વિશે વાત કરવાનો હતો. આ સભામાં મુખ્યત્વે ખાંડના બજાર ભાવ તેમજ સુગર મિલોમાં ખાંડના બફર સ્ટોક (Buffer stock of sugar In India) બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.

Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી

માજી સહકાર પ્રધાન તેમજ સુગર મિલના પ્રમુખો રહ્યા હાજર

આ સભામાં સુગર મિલમાં મોલાસીસીમાંથી તેમજ સીરપમાંથી ઉત્પાદન કરવામાં આવતા ઇથેનોલનો (ethanol In Sugar industry) કઈ રીતે ઉપયોગ વધારી શકાય અને ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ આપી શકાય એ બાબતો ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાયણ સુગર મિલ ખાતે મળેલી આ વાર્ષિક સાધારણ સભામાં એવોર્ડ વિતરણ કાર્યકમ પણ યોજાયો હતો, જેમા ગણદેવી સુગર ફેક્ટરીને ફસ્ટ પ્રાઈઝનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જ્યારે શેરડીનું સારું ઉત્પાદન મેળવનાર ખેડૂતોને બીજા અન્ય એવોર્ડ આપી આગેવાનો દ્વારા સન્માનિત કરાયા હતા.

આ પણ વાંચો:

સાયણ સુગરે ખેડૂતોને ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે 60 રૂપિયા ચૂકવવવાનું નક્કી કર્યુ

કમોસમી વરસાદને પગલે શેરડીના હારવેસ્ટિંગમાં બ્રેક, ખેડુતોને માઠી અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.