ETV Bharat / state

લો બોલો... પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ કાપલીને લેમિનેશન કરાવીને લાવ્યા, VNSGUમાં વિદ્યાર્થીઓએ ગેરરીતિની તમામ હદો કરી પાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 4:23 PM IST

VNSGUમાં વિદ્યાર્થીઓએ ગેરરીતિની તમામ હદો કરી પાર
VNSGUમાં વિદ્યાર્થીઓએ ગેરરીતિની તમામ હદો કરી પાર

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ગેરરીતિની તમામ હદો પાર કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. ઓક્ટોબર-નવેમ્બર માસમાં રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષા લેવાઈ હતી જેમાં 100 જેટલાં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતાં.

VNSGUમાં વિદ્યાર્થીઓએ ગેરરીતિની તમામ હદો કરી પાર

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર નવેમ્બર માસમાં રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં 100 જેટલા વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા ઝડપાયા હતા. યુનિવર્સિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓની હિયરિંગ પણ રાખવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. પરીક્ષામાં ગેરરીતી આચરનારા તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્કસ આપવામાં આવ્યા છે, સાથે જ રૂપિયા 500ની પેનલ્ટી પણ કરવામાં આવી છે. એટલું જ નહીં છ મહિના સુધી તેઓ કોઇ પણ પરીક્ષામાં બેસી શકશે નહીં તેવો પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે, વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે કાપલીને લેમિનેશન કરાવીને આવ્યા હતા જેથી બીજી પરીક્ષામાં પણ કામ લાગે.

100 જેટલાં વિદ્યાર્થીઓએ આચરી ગેરરીતિ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ખાસ સીસીટીવી સર્વલેન્સ અને સ્ક્વૉડ દ્વારા સતત નજર રાખવામાં આવે છે, હાલમાં જ ઓક્ટોબર અને નવેમ્બર માસ રેગ્યુલર અને એટીકેટીની પરીક્ષા લેવાઈ હતી, પરીક્ષા દરમિયાન સીસીટીવી ફૂટેજ અને લાઇવ સ્કોડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરી રહેલા 100 જેટલા વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને હિયરિંગ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. જે દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વીકાર્યુ હતું કે તેમણે પરીક્ષામાં ગેરરીતી આચરી હતી.

કાપલીને લેમિનેશન કરાવીને આવ્યા: આર્કિટેક્ટ વિભાગના 22 જેટલા વિદ્યાર્થીઓ આઈએસ કોડની બુક લઈને આવ્યા હતા. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષ કરાવીને પરીક્ષા આપવા માટે બેસ્યા હતા. તેમાંથી બે એવા વિદ્યાર્થીઓ હતા જે કાપલીને લેમિનેશન કરાવીને આવ્યા હતા. જ્યારે આ અંગે હિયરિંગમાં તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે તેમના સિનિયરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરીક્ષામાં પાસ થવા માટે તેઓ કાપલી લઈને આવ્યા હતા અને તેને લેમિનેશન પણ કરાવી હતી જેથી આ કાપલી બીજી પરીક્ષામાં પણ કામ લાગે.

ગેરરીતિની તમામ હદો પાર: સમગ્ર મામલે વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં કોઈપણ પ્રકારે ગેરરીતિ ન થાય આ માટે યુનિવર્સિટી હંમેશા થી કડકવલણ રાખે છે. ઑક્ટોબર-નવેમ્બરમાં યુનિવર્સિટી દ્વારા લેવાયેલી રેગ્યુલર અને એટીકેટીમાં સૌ જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા અને તેમણે ગેરરિતી કર્યાની કબુલાત પણ કરી છે. આવા સો જેટલા વિદ્યાર્થીઓને 0 માર્ક આપવામાં આવ્યા છે અને 500 રૂપિયાની પેનલ્ટી પણ કરાઈ છે. તેઓ છ મહિના સુધી પરીક્ષા આપી શકશે નહીં. વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષ લઈને પરીક્ષામાં બેસ્યા હતા જ્યારે કોઈની પાસે મોબાઇલ પણ હતો.

  1. સુરત એરપોર્ટ ટર્મિનલનો વિસ્તૃત ભાગ 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીનાં હસ્તે ખુલો મુકાશે, હેરિટેજ ઇમારતનો લૂક અપાયો
  2. સુરતના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે તેવું રોવર 'અગત્સ્ય' તૈયાર કર્યુ, માત્ર દોઢ લાખના ખર્ચે તૈયાર થયું છે પ્રોટોટાઈપ મોડલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.