ETV Bharat / state

ધનજી રાજાણીની રાજા જેવી સિદ્ધી, કર્યુ એવું સંશોધન જે ટીબી પીડિત લોકો માટે બન્યું આવિષ્કાર

author img

By

Published : Jul 21, 2019, 11:47 AM IST

ટીબીનો તાત્કાલીક મળશે રિપોર્ટ, સુરતના તબીબે કર્યુ રિસર્ચ

સુરતઃ દેશ હજુ પણ ક્ષયરોગ સામે લડી રહ્યો છે. ખાસ કરી ગરીબીમાં જીવતા લોકો તેનો વધુ શિકાર બને છે. ક્ષયરોગનું નિવારણ ખર્ચાળ હોય છે. આ સંજોગોમાં સુરતના તબીબે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન રહી એક રીસર્ચ કર્યુ છે. તેનું પરિણામ એ આવ્યું કે હવે સાવ નજીવા ખર્ચે માત્ર 5 મીનિટમાં 10 કે 15 રૂપિયામાં જ જાણી શકાશે કે દર્દીને ટી.બીની બિમારી છે કે નહીં. મેડિકલ ક્ષેત્ર માટે આ અધ્યયન ફળદાયી નીવડશે.

સુરતની માઈક્રો કેર લેબોરેટરીમાં એક એવો આવિષ્કાર થયો છે જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ આવિષ્કાર દેશભરના ટીબીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની જશે. સુરતના ડૉક્ટર ધનજી રાજાણીએ એક એવી શોધ કરી છે જેના માધ્યમથી માત્ર પાંચ મિનિટમાં ખબર પડી જશે કે દર્દીને ટીબી છે કે નહીં. દેશભરમાં ટીબીનો રોગ હંમેશાથી ચિંતાનો વિષય બની રહ્યો છે. ક્યારેક તે જીવલેણ પણ બની જતો હોય છે. કારણકે સમયસર તેનો ડાયગનોઝ થતો નથી અને કફ તેમજ એક્સરેના માધ્યમથી આ રોગને ઓળખી શકાય છે. પરંતુ એઈડ્સના દર્દી અથવા તો બાળકોને સહેલાઇથી કફ નીકળતો નથી જેથી આ રોગની ઓળખવામાં મુશ્કેલી પડે છે. પરંતુ ડૉક્ટર ધનજી રાજાણીએ જે શોધ કરી છે તેના માધ્યમથી હવે ગણતરીના મિનિટોમાં યુરિન કે બ્લડ સેમ્પલ થકી આ રોગની ઓળખ કરી શકાય છે. જે અન્ય દર્દીઓ સહિત બાળકો અને એચઆઈવી ગ્રસ્ત લોકો માટે વરદાનરૂપ સાબિત થશે.

ટીબીનો તાત્કાલીક મળશે રિપોર્ટ, સુરતના તબીબે કર્યુ રિસર્ચ
વર્ષ 2013માં ડૉકટર ધનજી રાજાણીએ ગુજરાત યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ કર્યું હતું. જેમાં ટીબીના રોગને ઝડપથી ઓળખી બતાવનાર વૈજ્ઞાનિક પદ્ધતિની શોધ કરવી હતી. આખરે બે વર્ષની ભારે જહેમત બાદ ડૉક્ટર ધનજી રાજાણી દ્વારા એક ડાય તૈયાર કરાઈ છે. તેના માધ્યમથી યુરીન અને બ્લડ સેમ્પલ થકી હવે ટી.બી.ની તપાસ થઈ જશે. સૌથી અગત્યની વાત એ છે કે,અત્યાર સુધી ટીબીની ચકાસણી માટે જે રિપોર્ટ કાઢવામાં આવતા હતા તેનો ખર્ચો 600 રુપિયાથી થી 6 હજાર થતો હતો. આ સંશોધન બાદ માત્ર દસથી પંદર રૂપિયામાં રિપોર્ટ દર્દીને મળી જશે..

બે વર્ષમાં તૈયાર કરાયેલા આ સંશોધનને વર્ષ 2015માં ભારત સરકાર પાસે પેટર્ન કરાવવા માટે મોકલાયા હતા. 2019 જુલાઈ માસમાં ભારત સરકારે આ અનોખા સંશોધનને 20 વર્ષ સુધી પેટર્ન કરી દીધું છે.

Intro:સુરત:દેશભરમાં ટીબીનો રોગ એક ચિંતાનો વિષય રહ્યો છે ..ખાસ કરીને ટીબી રોગ ને ડાયગનોઝ કરવું ખુબ જ મોંઘો અને વધારે સમય લેનાર પ્રક્રિયામાં આવતું હતું .પરંતુ સુરતના એક સંશોધન કર્તાએ એક એવુ આવિષ્કાર કર્યું છે કે જે ટી.બી.ના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.જી હા હવે માત્ર પાંચ જ મિનિટમાં અને તે પણ માત્ર 10 થી 15 રૂપિયાના ખર્ચે ખબર પડી જશે કે તેમને ટીબી છે કે નહી.

Body:સુરતની માઈક્રો કેર લેબોરેટરી માં એક એવો આવિષ્કાર થયો છે જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.આ આવિષ્કાર દેશભરના ટીબીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની જશે.. સુરતના ડોક્ટર ધનજી રાજાણી એ એક એવી શોધ કરી છે જેના માધ્યમથી દરદીને માત્ર પાંચ મિનિટમાં ખબર પડી જશે કે તેણે ટીબી છે કે નહીં.. દેશભરમાં ટીબી નો રોગ હંમેશાથી ચિંતાનો વિષય બની રહ્યો છે.ક્યારે આ જીવલેણ પણ બની જતો હોય છે.કારણકે સમયસર તેનો ડાયગનોઝ થતો નથી અને કફ તેમજ એક્સરે ના માધ્યમથી આ રોગને ઓળખી શકાય  છે.પરંતુ એચઆઇવીગ્રસ્ત રોગી અથવા તો બાળકોને સહેલાઇથી કફ નીકળતું નથી જેથી આ રોગની ઓળખ થવા માં અનેક જટિલતાઓ જોવા મળે છે.પરંતુ ડોક્ટર ધનજી રાજાણીએ જે શોધ કરી છે તેના માધ્યમથી હવે ગણતરીના મિનિટોમાં યુરિન અને બ્લડ સેમ્પલ થકી આ રોગની ઓળખ કરી શકાય છે.જે અન્ય દર્દીઓ સહિત બાળકો અને એચઆઈવી ગ્રસ્ત લોકો માટે વરદાનરૂપ સાબિત થશે..

વર્ષ 2013માં ડોકટર ધનજી રાજાણીએ ગુજરાત યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ કર્યું હતું..જેમાં ટીવીના રોગને ઝડપથી ઓળખી બતાવનાર એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિની  શોધ કરવી હતી. આખરે બે વર્ષની ભારે જહેમત બાદ ડોક્ટર ધનજી  રાજાણી દ્વારા એક ડાય તૈયાર કરવામાં આવી કે જે ગણતરીના મહિનાઓમાં દર્દી ને બતાવી શકશે કે તેને ટીબી છે કે નહીં.એટલું જ નહીં સુરતના સંશોધનકર્તા ડોક્ટર ધનજી રાજાણી જે આ ડાય તૈયાર કરી છે તેના માધ્યમથી યુરીન અને બ્લડ સેમ્પલ થકી હવે ટી.બી.ની તપાસ થઈ જશે સૌથી અગત્યની વાત એ છે કે અત્યાર સુધી ટીબી ની ચકાસણી માટે જે રિપોર્ટ કાઢવામાં આવતા હતા તેની કિંમત 600 થી છ હજાર સુધીની હતી... જોકે આ સંશોધન બાદ માત્ર દસથી પંદર રૂપિયામાં ટીબી રોગની રિપોર્ટ દર્દીને મળી જશે..

Conclusion:બે વર્ષમાં તૈયાર કરાયેલા આ સંશોધનને વર્ષ 2015માં ભારત સરકાર પાસે પેટન કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા અને આખરે વર્ષ 2019 જુલાઈ માસમાં ભારત સરકારે આ અનોખા સંશોધનને 20 વર્ષ સુધી પેટન કરી દીધું છે... સુરતના સંશોધન કરતા ની મહેનત ટીબીના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે તે વાત નિશ્ચિત છે.

બાઈટ :ડો ધનજી પટેલ(સંશોધનકર્તા ).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.