ETV Bharat / state

અમરોલીમાં મહિલા સાથે દુષ્કર્મ અને 10 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં

author img

By

Published : Jan 10, 2021, 5:56 PM IST

સુરત અમરોલીમાં
સુરત અમરોલીમાં

સુરત શહેરના અમરોલીમાં મહિલા સાથે દુષ્કર્મ અને 10 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • શહેરમાં સતત વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ
  • મહિલાની એકલતાનો લાભ લઇ આચર્યું દુષ્કર્મ
  • ખરીદી માટે આવેલી 10 વર્ષની બાળકીની છેડતી

સુરત : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યો છે. દિનપ્રતિદિન હત્યા, લૂંટ, ચોરી સહિત દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે શહેરના અમરોલીમાં મહિલા સાથે દુષ્કર્મ અને 10 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છાપરાભાઠા રોડ ખાતે એક સોસાયટીમાં દુકાને સાડી સ્ટીચિંગનું કામ લેવા આવેલી મહિલા સાથે દુકાનદારે દુષ્કર્મ આચર્યું છે. તો બીજી તરફ જુના કોસાડ રોડ પર કરિયાણાની દુકાનમાં ગયેલી બાળકીને શારીરિક અડપલા કર્યા છે.

જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

સુરત શહેરમાં દિનપ્રતિદિન ચોરી, હત્યા, લૂંટ સહિત દુષ્કર્મના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુનાખોરોને પોલીસનો ખોફ જ ન હોય ગુના ખોરો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. અમરોલી છાપરાભાઠા રોડ ખાતે શ્રીરામ નગરમાં સાડી સ્ટિચિંગનું કામ લેવા આવતી મહિલા સાથે દુકાનદારે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. શ્રીરામ નગરમાં રહેતો અલ્પેશ ગોસ્વામીનું શ્રીરામ નગર સોસાયટીમાં સાડીનું ગોડાઉન આવેલું છે. અલ્પેશ મહિલાઓને સાડી સ્ટીચિંગનું તથા સ્ટોન ચોંટાડવાનું કામ આપે છે. તેમની જ સોસાયટીમાં રહેતી મહિલા ગોડાઉનમાં સાડી સ્ટીચિંગનું કામ લેવા માટે એકલી ગઇ હતી. મહિલાની એકલતાનો લાભ લઇ મહિલાને પકડીને અલ્પેશે જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં મહિલાએ આરોપી અલ્પેશ ગોસ્વામી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ઘટનાની તપાસ હાથ ધરી છે.

શહેરમાં વધી રહ્યો છે ગુનાખોરીનો ગ્રાફ

બીજી અન્ય ઘટના અમરોલી ખાતે કિરાણા સ્ટોરમાં સોડા આપવા માટે આવેલા યુવાને દુકાનમાં ખરીદી માટે આવેલી 10 વર્ષની બાળકીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. બાળકીને તેની માતાએ દુકાનમાં દૂધ, છાશ લેવા મોકલી હતી. ત્યારે દુકાને સોડા આપવા માટે આવેલા વ્યક્તિએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ઘટના બાદ બાળકીના પિતા એપાર્મેન્ટ નીચે આવતા બાળકીએ પિતાને સમગ્ર હકીકત બતાવી હતી. બાળકીના પિતાએ તાત્કાલિક ટેમ્પો ચાલકનો પીછો કર્યો હતો. પરંતુ ટેમ્પો ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આરોપી ટેમ્પો ચાલકની પોલીસે ધરપકડ કરી

બાળકીના પિતાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે દુકાનદાર પાસે સોડા આપવા આવતા વ્યક્તિની માહિતી મેળવી હતી. પોલીસે બાતમીદારના મદદથી શારીરિક અડપલાં કરનાર 35 વર્ષીય આરોપી મોસીનની કોસાડ આવાસ ખાતેથી ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.