સુરતમાં અંડરવર્લ્ડનું કનેક્શન, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ લોકોની ધરપકડ

author img

By

Published : Jul 28, 2022, 1:11 PM IST

Updated : Jul 28, 2022, 4:05 PM IST

સુરતમાં અંડરવર્લ્ડનું કનેક્શન, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ લોકોની ધરપકડ

મુંબઈના ઉદ્યોગપતિને ધમકી આપનાર સુરતના ત્રણ આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી છે. આરોપીઓએ અજાણ્યા ઇન્ટરનેશનલ કોલ કરી પૈસાની માંગણી કરવામાં (Mumbai businessman demanded ransom)આવી હતી જે અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. વેપારી પાસે રૂપિયા 13 કરોડના સેટલમેન્ટના નામે માંગી રૂપિયા 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

સુરત: છોટા શકીલ ગેંગના નામે મુંબઈના ઉદ્યોગપતિને( Underworld connection in Sura)ધમકી આપનાર સુરતના ત્રણ આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ ત્રણે આરોપી પૈકી ઇલિયાસ કાપડિયાને ગુસ્સી કોર્ટમાંથી હાલમાં જ જામીન મળેલ છે. વેપારી પાસે રૂપિયા 13 કરોડના સેટલમેન્ટના નામે માંગી રૂપિયા 50 લાખની ખંડણી માંગવામાં (Three accused arrested from Surat)આવી હતી. જેમાંથી એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ત્રણ લોકોની ધરપકડ

ઉદ્યોગપતિ પાસેથી રૂપિયા ઉછીના લીધા - મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના (Mumbai Crime Branch)એન્ટી એક્સ્ટ્રોશન સેલે સુરતના રાંદેર વિસ્તારમાંથી ત્રણ શખ્સોને ઉઠાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈના ઉદ્યોગપતિ પાસેથી 13 કરોડ ઉછીના લીધા પછી તે પરત નહીં આપીને તેને છોટા શકીલ ગેંગની ધમકીઓ (Mumbai businessman demanded ransom)આપવામાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આ પ્રકરણમાં સુરતથી ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચોઃ આ ખૂંખાર આરોપી ઝડપાતા DCB પોલીસને મળી સફળતા

છોટા શકીલની ધમકી - એસ્ટ્રોસન સેલ દ્વારા અસલમ નાવીવાલા, ઇલ્યાસ કાપડિયા અને મિર્ઝા આરીફ બેગ નામના શખ્સોની ધરપકડ કરાઈ છે. આરોપ છે કે મુંબઈના ઉદ્યોગપતિ દ્વારા 13 કરોડ રૂપિયા પરત માંગવામાં આવતા નાવીવાલા અને કાપડિયા દ્વારા છોટા શકીલની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી દ્વારા આરોપીઓનું બેકગ્રાઉન્ડ ભૂતકાળમાં પણ દાઉદ ગેંગ સાથે હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણે આરોપી પૈકી એક ઇલ્યાસ કાપડીયાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હાલમાં ભલે ઉઠાવી ગઈ હોય પરંતુ સુરત પોલીસે આ આરોપીને ગુજસીટોક ગુનામાં ધરપકડ કરી ચૂકી છે. હાલ આરોપી જામીન પર હતો. આ ઉપરાંત સુરત પોલીસ ગુજસીટોક ફરિયાદ મીરજા આરીફ બેગ અને અસલમ નાવીવાલા પર કરવાની તૈયારી પર હતી. આ તમામ આરોપીઓ હિસ્ટ્રી હોવાની વિગત જાણવા મળી છે.

આ પણ વાંચોઃ Sidhu Moose Wala Murder Case: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરો જાણ નહીં તો...

ત્રણેય આરોપીને 3 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં - મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફરિયાદી ઉદ્યોગપતિ પાસેથી ત્રણ કરોડ રૂપિયા લીધા હતા અને આ પૈસા પરત નહીં કરવું પડે આ માટે છોટા શકીલના નામે ધમકી પણ આપી હતી. એટલું જ નહીં ઉદ્યોગપતિને ધ્યાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સુરતમાં વ્યવસાય કરવા માટે પણ 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ફરિયાદી મુંબઈમાં રહે છે અને તેમને અજાણ્યા ઇન્ટરનેશનલ કોલ કરી પૈસાની માંગણી કરવામાં આવી હતી જે અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાઈ હતી ત્રણેય આરોપીને 27 જુલાઈના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને કોટો દ્વારા ત્રણેય આરોપીને 3 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Last Updated :Jul 28, 2022, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.