ETV Bharat / state

સુરતના 8 ઝોનમાં ઘારીના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ

author img

By

Published : Oct 29, 2020, 2:40 PM IST

સુરત શહેરમાં ચંદી પડવાના પર્વને ધ્યાનમાં લઈ પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 ઝોનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઘારીના નમૂના લેવામાં આવ્યા હતા. જેને લેબોરેટરી ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતના 8 ઝોનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
સુરતના 8 ઝોનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

  • આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 ઝોનમાં દરોડા
  • ઘારીના નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલવામા આવ્યા

સુરતઃ શહેરમાં ચંદી પડવાના પર્વને ધ્યાનમાં લઈ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 ઝોનમાં ઘારીના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘારીમાં હલકી કક્ષાના માવા સહિત ઘીના વપરાશની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા મોતી હરજી નામના ઘારીના વેપારીના ત્યાં આ તપાસ હાથ ધરી ઘારીના નમૂના લેવામાં આવ્યા હતા. જે હાલ પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતના 8 ઝોનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ચંદી પડવાના પર્વને લઇ આરોગ્ય વિભાગના દરોડા

દર વર્ષે સુરતમાં ચંદી પડવાના પર્વ દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી આરોગી જાય છે. દરમિયાન ચંદી પડવાના પર્વને 3 દિવસ બાકી છે, ત્યારે ઘારીમાં વપરાતા હલકી ગુણવત્તાના માવા અને ઘીની તપાસને લઈ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ આઠ ઝોનમાં આવેલ ઘારીના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘારીના નમૂના લેવામાં આવ્યા

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ભાગળ વિસ્તારમાં આવેલા મોતી હરજી સિવાય અન્ય ઘારી વેપારીઓના ત્યાં તપાસ કરી ઘારીના નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૌદ દિવસ બાદ નમૂનાનો રિપોર્ટ આવશે અને જો સેમ્પલ ફેલ જણાશે તો કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.