ETV Bharat / state

સુરતના ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બર ઓફ કોમર્સને આપવા રજૂઆત

author img

By

Published : Apr 15, 2021, 4:34 PM IST

Updated : Apr 15, 2021, 6:02 PM IST

ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બર ઓફ કોમર્સને આપો
ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બર ઓફ કોમર્સને આપો

સુરત શહેરમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી બાજુ ઓક્સિજનની અછતની સમસ્યા સર્જાઇ છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બરને આપે.

  • સુરતમાં કોરોનાનો કહેર યથાવત
  • સુરતમાં ઓક્સિજનની અછત સર્જાઇ
  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કરી વિનંતી

સુરતઃ શહેરમાં એક બાજુ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે બીજી બાજુ ઓક્સિજનની અછતની સમસ્યા સર્જાઇ છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બરને આપે જેથી બાટલાનો ઉપયોગ કરી ઓક્સિજન હોસ્પિટલમાં પહોંચાડી શકાય.

સમગ્ર શહેર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની અછત ઊભી થઈઃ દિનેશ નાવડિયા

આ પણ વાંચોઃ વડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ

સમગ્ર શહેર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની અછત ઊભી થઈઃ દિનેશ નાવડિયા

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની અછત ઊભી થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત શાખાએ કલેક્ટર ધવલ પટેલને પત્ર લખીને સારવાર કરતી તમામ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય શોર્ટેજ દૂર કરવા માટે અપીલ કરી છે. ઘરે ઘરે ઓક્સિજન બાટલાની આવશ્યકતા ઉભી થઇ છે ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સ સમસ્યા દૂર થાય આ માટે કટિબદ્ધ બન્યું છે.

આ પણ વાંચોઃ કોવિડ-19ની પરિસ્થિતિમાં મેડિકલ ઓક્સિજનની માગને પહોંચી વળવા જાહેરનામું

હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં મદદગાર થઈ શકીએ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ખાલી બાટલા ઉપલબ્ધ હોવાની પુરેપુરી શક્યતાઓ છે. આ તમામ ઇન્ડસ્ટ્રીને તેમણે વિનંતી કરી હતી કે, જો તેમની પાસે આ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ખાલી બાટલા ઉપલબ્ધ હોય તો તેઓ તાત્કાલિક ચેમ્બરનો સંપર્ક કરે જેથી આ બાટલા થકી તેઓ હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં મદદરૂપ થઈ શકે.

Last Updated :Apr 15, 2021, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.