અનીલભાઈએ જતા જતા ત્રણ વ્યક્તિના જીવનમાં પાથર્યો પ્રકાશ

author img

By

Published : Dec 6, 2022, 12:58 PM IST

અનીલભાઈએ જતા જતા ત્રણ વ્યક્તિના જીવનમાં પાથર્યો પ્રકાશ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દસમું ટ્રાન્સપ્લાન્ટ (Organ Donation in Surat) કરવામાં આવ્યું છે. લીવર અને બંન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ અંગદાનને લઈને પત્ની એ કહ્યું મારા પતિ આજે પણ જીવંત છે. (Surat New Civil Hospital)

સુરત : નવી સિવિલ હોસ્પિટલે અંગોનું દાનનું અભિયાન શરૂ કર્યું હોય તેમ (Organ Donation in Surat) લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા એક મહિનાથી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અવાર નવાર અંગોનું દાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ફરીથી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દસમું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. લીવર અને બંન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. (Surat New Civil Hospital)

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દસમું ટ્રાન્સપ્લાન્ટ

શું હતી સમગ્ર ઘટના સુરત શહેરના ન્યુ સિટીલાઈટ રોડ ઉપર આવેલા SMC ક્વાર્ટર્સમાં રહેતા 38 વર્ષીય અનિલ અશોક ખંડારેની 3જી ડિસેમ્બરના રોજના રોજ રાત્રી દરમિયાન અચાનક તબિયત લથડતા પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ICUમાં શિફ્ટ કરીને સિટી બ્રેઇન રિપોર્ટ કરતા અનિલ ખંડારેને વધુ બ્લડ પ્રેશર હોવાથી મગજનું હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.(Importance of organ donation)

બ્રેઈનડેડ જાહેર કર્યા તેમના સ્વસ્થ થવાની સંભાવના ન હોવાથી તેમની સારવાર દરમિયાન ગત તારીખ 4થીના રોજ નવી સિવિલના ન્યુરોફીઝીશીયન ડો.જય પટેલે અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ. SOTTO અને નોટોના ઓર્ગન ડોનેશન ટીમના સભ્યો તેમજ સિવિલના RMO ડો.કેતન નાયક સહિત સિવિલની તબીબી ટીમ દ્વારા આ અંગેની પરિવારજનોને જાણકારી આપી તેમજ અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. ત્યારે સ્વ.અનિલભાઈના પરિવારે અંગદાનની મંજૂરી આપી હતી. (organ donation process)

મારા પતિ આજે પણ જીવંત છે અનીલભાઈની પત્ની દિપાલી ખંડારે જણાવ્યું કે, મારા પતિનું શરીર તો બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે તેમના અંગો જરૂરિયાત મંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા અંગોનું દાન કરાવી. જેથી મને એવું લાગશે કે મારા પતિ આજે પણ જીવંત છે. આજે મારા પરિવારમાં મારો 10 વર્ષીય પુત્ર મયુર, 7 વર્ષીય પુત્ર સર્ગસ ખંડારે અને 4 વર્ષીય પુત્રી દેવાસી છે. (Organ donation at Surat Civil Hospital)

અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું ત્યારે બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પરિવારજનોની સંમતિ મેળવ્યા બાદ અમદાવાદની ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-IKDRC ને નિયત ગાઈડલાઈન મુજબ લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા. તેમના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આ અંગદાનની કામગીરી સુપેરે પાર પાડવા સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, નર્સિંગ અને સિક્યુરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. તે ઉપરાંત આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી કામરેજ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.