ETV Bharat / state

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવો ટ્રેન્ડ, ડિજિટલ ડિસ્પ્લેમાં જોવા મળશે લહેંગાની ડિઝાઇન

author img

By

Published : Jan 18, 2021, 5:46 PM IST

Surat textile market
Surat textile market

સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હવે ધીમે ધીમે ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે. જ્યાં સુરતના કાપડ માર્કેટમાં આવેલી દુકાનોમાં ઢગલાબંધ સાડીઓ અને કાપડ જોવા મળતું હતું, પરંતુ તેના સ્થાને હવે દરેક લહેંગાની ડિઝાઇન ડિજિટલ ડિસ્પ્લેમાં જોવા મળશે. આ સાથે પેમ્પલેટ અને કેટલોગની જગ્યાએ લોકો ડિજિટલ માધ્યમથી દેશના કોઇપણ ખૂણામાં બેસીને ઓર્ડર કરી શકશે. આ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાથી પ્રેરિત થઈ મિલેનિયમ માર્કેટ ખાતે આવેલા એક મહિલા વેપારી દ્વારા શરૂ કરવામાં આવી છે.

  • દરેક લહેંગાની ડિઝાઇન ડિજિટલ ડિસ્પ્લેમાં જોવા મળશે
  • પેમ્પલેટ અને કેટલોગની જગ્યાએ લોકો ડિજિટલ માધ્યમથી ઓર્ડર કરી શકશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર અપનાવ્યું છે

સુરત : એશિયાનું સૌથી મોટુ કાપડ માર્કેટ સુરત હંમેશાથી નવી ક્રાંતિ લાવવામાં વિશ્વાસ રાખે છે. જેમાં કાપડની વેરાઈટી હોય કે અવનવી ડિઝાઈન, પરંતુ આ વખતે સુરતના રિંગ રોડ વિસ્તાર ખાતે આવેલા મિલેનિયમ માર્કેટ લહેંગાના મહિલા વેપારીએ ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર અપનાવ્યું છે. નૂતન ગોયલ મિલેનિયમ ટેક્સ્ટાઇલ માર્કેટમાં કપડાની દુકાન ધરાવે છે અને અગાઉ તેમને એક ગૃહિણી રહી ચૂક્યા છે. જેથી તેમને જાણે છે કે, એક મહિલાને શોપિંગ કરવા માટે કેટલી મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવો ટ્રેન્ડ, ડિજિટલ ડિસ્પ્લેમાં જોવા મળશે લહેંગાની ડિઝાઇન

પેપરલેસ ડિજિટલ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું

માત્ર લહેંગા જ નહીં તેની સાથે અન્ય બે એસેસરી લેવી હોય તો અનેક સ્થળે દોડાદોડ કરવી પડતી હોય છે. એક જ સ્થળેથી મહિલાઓને મનગમતી વસ્તુઓ અને મેચિંગ મળી શકે, તે માટે આ ખાસ પેપરલેસ ડિજિટલ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દુકાનમાં આવી કાપડની પસંદગી કરી શકતા હોય છે. બીજી તરફ દેશના ખૂણામાં બેઠેલા વેપારીઓ પણ પોતાના મોબાઈલ થકી સુરતથી લહેંગાના ડિઝાઇન પસંદ કરી ત્યાં બેસીને જ ઓર્ડર આપીને મેળવી શકે છે.

NG લહેંગાને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવામાં આવી

નૂતન ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના આ સૂત્રને સાકાર કરવા તરફ એક ડગલું ભરવામાં આવ્યું છે, જેમાં તેમની કાપડની દુકાન NG લહેંગાને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવામાં આવી છે, અહીં ખરીદીથી લઈને બીલ બનાવવા સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલી કરવામાં આવશે તેમજ દરેક કાર્ય પેપરલેસ કરવામાં આવશે.

ટેક્સ્ટાઇલનું દરેક કાર્ય જો આ રીતે થઇ શકે તો ખુબ સરળતા રહે

વર્તમાન પરિસ્થતિને ધ્યાને લેતાં સમગ્ર વિશ્વમાં તમામ વસ્તુઓ ઓનલાઇન મળી રહે છે અને જેના કારણે લોકોનો સમય પણ બચે છે તેમજ જલ્દીથી કામ થાય છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશમાં પેપરલેસ અને ડિજિટલ બનવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો છે. જેને અનુસરીને મને વિચાર આવ્યો કે, ટેક્સ્ટાઇલનું દરેક કાર્ય જો આ રીતે થઇ શકે તો ખુબ સરળતા રહે. જેથી મારી દુકાનનું તમામ કામકાજ મેં ડિજિટલી કરી દીધું છે, તેમ નૂતન ગોયલે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.