ETV Bharat / state

Surat Crime: માંગરોળમાં પાડોશીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો

author img

By

Published : Aug 6, 2023, 5:39 PM IST

Updated : Aug 6, 2023, 5:58 PM IST

પાડોશીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા
પાડોશીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

સુરતના માંગરોળ તાલુકાના એક ગામમાં 10 સગીરાને રૂમમાં લઈ જઈને એક 48 વર્ષીય આધેડે શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાડોશીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

સુરત: આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે પહેલો સગો તો પાડોશી. પણ આ કહેવત સુરત જિલ્લાામાં ખોટી સાબિત થઈ છે. માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી. સગીરાને રૂમમાં લઇ લઈને શારીરિક અડપલાં કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો હતો.

ક્યારે બની ઘટના: માંગરોળ તાલુકાના એક ગામમાં 10 વર્ષની સગીરા તેઓની બહેન સાથે એકલી ઘરે હતી. તે દરમિયાન બાજુની રૂમમાં જ રહેતો 48 વર્ષીય પાડોશીએ સગીરાની બહેનને રૂપિયા આપી દુકાન પર મોકલી આપી હતી અને એકલતાનો લાભ લઈને 10 વર્ષની સગીરા પર નજર બગાડી તેને રૂમમાં ખેંચી ગયો હતો. સગીરાના છાતીના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. સાથે જ શોર બકોર કર્યો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આરોપીની ધરપકડ: સગીરાને પોતાની સાથે ખરાબ વ્યહાર થયો હોવાનું માલુમ પડતા જ તે ધ્રુજી ઉઠી હતી. પોતાના માતા પોતાને સમગ્ર કૃત્યની જાણ કરતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તુરત કોસંબા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધાર કોસંબા પોલીસે 48 વર્ષીય કલ્લું હરિશંકર ગૌડ નામના નરાધમને દબોચી તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકીઓ પર નજર બગાડનાર નરાધમ વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે.

પોલીસે તપાસ શરૂ કરી: કોસંબા પોલીસ મથકના પી.આઇ જે.એ બારોટ એ જણાવ્યું હતું કે સગીરાના પરિવારની ફરિયાદના આધારે એક શખ્સને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ સગીરાને રૂમમાં લઈ જઈને શારીરિક અડપલા કર્યા હતા. આ ગુનાનો આરોપી ભોગ બનનાર સગીરાના બાજુની રૂમમાં જ રહેતો હતો. એફએસએલની ટીમને પણ બોલવામાં આવી હતી. હાલ આગળની તજવીજ શરૂ છે.

  1. ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી રિક્ષાચાલકે શારીરિક અડપલાં કર્યા
  2. અંકલેશ્વરમાં 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારા આરોપીની ધરપકડ
Last Updated :Aug 6, 2023, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.