ETV Bharat / state

સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યાનું કારણ અકબંધ

author img

By

Published : Jun 16, 2019, 8:44 PM IST

Updated : Jun 16, 2019, 9:29 PM IST

srt

સુરત : ડાયમંડ સિટી સુરત હવે ક્રાઈમ સીટી તરફ આગળ વધી રહ્યું છે, જેની પાછળનું કારણ ગુનેગારો પર પોલીસની પકડ ઢીલી હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસની આવી કામગીરીના કારણે સુરતમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલા નરોત્તમ નગર ખાતે પ્રેમ પાટીલ નામના યુવાનને અજાણ્યા શખ્સો દ્વારા આંતરી તીક્ષણ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.સાંજના સમય દરમિયાન પ્રેમ પાટીલ નામનો યુવાન પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન હત્યારાઓએ તેણે મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણકારી થતાં ડિંડોલી પોલીસ સહિત DCP, ACP તથા અન્ય અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી .

srt
સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા

હત્યાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા પહોચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે લોહીના ખાબોચિયામાં પડેલા પ્રેમ પાટીલ નામના યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.

મૃતક પ્રેમ પાટીલ સુરત ખાતે ડાયમંડ કંપનીમાં કામ કરે છે અને ત્રણ માસ અગાઉ જ તેના લગ્ન પણ થયા હતા. પ્રેમ પાટીલની હત્યાની જાણ થતાં પરિવાર તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે કલ્પાંત કર્યો હતો.પ્રેમ પટેલની હત્યા કોણે અને શા માટે કરી છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.પરંતુ મહત્વની વાત એ છે કે ધોળા દિવસે જાહેરમાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવે ,ત્યારે સ્થાનિક પોલીસ ની પેટ્રોલિંગ ક્યાં પ્રકાર ની હશે તે નોંધવું પણ જરૂરી બને છે.ડીંડોલી વિસ્તારમાં હત્યાનો આ બીજો બનાવ છે ,ત્યારે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.

R_GJ_05_SUR_16JUN_MURDER_PHOTO_SCRIPT


FEED BY MAIL

સુરત બ્

સુરત ના ડીંડોલી વિસ્તારમાં સરા- જાહેર યુવકની હત્યા...

તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી...

પ્રેમ પાટીલ નામના યુવકની કરપીણ હત્યા...

ડીંડોલી પોલીસ સહિત ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે...

હત્યા બાદ હત્યારાઓ ફરાર...

હત્યા પાછળ નું કરણ અંકબંધ..

ડાયમંડ કંપની માં કામ...


ત્રણ માસ અગાઉ જ લગ્ન થયા....
Last Updated :Jun 16, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.