ETV Bharat / state

Makar sankranti 2022: સુરતના નીતિન જાનીએ પાઠવ્યો સંદેશો, 3 વીઘામાં પક્ષી માટે કરશે ખેતી

author img

By

Published : Jan 14, 2022, 5:09 PM IST

Updated : Jan 14, 2022, 6:56 PM IST

Makar sankranti 2022: સુરતના નીતિન જાનીએ પાઠવ્યો સંદેશો, 3 વીધામાં પક્ષી માટે ખેતી કરશે
Makar sankranti 2022: સુરતના નીતિન જાનીએ પાઠવ્યો સંદેશો, 3 વીધામાં પક્ષી માટે ખેતી કરશે

મકરસંક્રાંતિના (Makar sankranti 2022) દિવસે ખજૂર ફેમ ગુજરાતી કોમેડિયનથી (Khajur Fame Gujarati Comedian) જાણીતા પ્રખ્યાત નીતિન જાનીએ (Comedian Nitin Jani) અનોખી રીતે પક્ષીઓ પ્રત્યે જીવદયા દાખવી મકરસંક્રાંતિની ઉજવણી કરી છે. આ સાથે નીતિન જાનીએ પક્ષીઓ માટે વિશેષ બગીચો બનાવી પક્ષી બચાવોનો સંદેશો પાઠવ્યો છે. જેમાં તેણે પક્ષીઓના મનગમતાં ફળોનું વાવેતર કરી અનોખી મિસાઇલ અમે માનવ ધર્મ નીભાવ્યો છે.

સુરત: ગુજરાતી કોમેડિયનથી (Khajur Fame Gujarati Comedian) જાણીતા પ્રખ્યાત નીતિન જાનીએ (Comedian Nitin Jani) અનોખી રીતે પક્ષીઓ પ્રત્યે જીવદયા દાખવી મકરસંક્રાંતિની ઉજવણી કરી છે. આ વર્ષનો પહેલો તહેવાર મકરસંક્રાંતિ (Makar sankranti 2022) આવતાની સાથે જ લોકો ધાબા ઉપર ચડીને કાઈ પો છે ની બુમ લગાવતા હોઈ છે, આ સાથે કેટલાક લોકોની મજા નિર્દોષ પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. આ કાતિલ દોરાઓ આઝાદ પક્ષીઓની આઝાદી છીનવી લેતાઓ હોય છે, ત્યારે અવનવા અભિગમ સાથે અવનવા સંદેશાઓ સાથે જીવદયા પ્રેમીઓ લોકજાગૃતિનો સંદેશો પાઠવતા હોય છે.

નીતિન જાનીએ આપ્યો સંદેશો

આવો જ એક જાગૃતિનો સંદેશો લઈને ખજૂર ફેમ નામથી પ્રખ્યાત થયેલા બારડોલીના નીતિન જાનિએ લોકજાગૃતિના સંદેશા સાથે તેઓએ આ વખતે પતંગ નહિ ચગાવવાનો સંદેશો પાઠવ્યો છે. કારણ કે, કેટલાય નિર્દોષ પક્ષીઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે તેથી નીતિન જાનિએ એક પહેલ કરી છે.

સુરતના નીતિન જાનીએ પાઠવ્યો સંદેશો

3 વિઘામાં કરાશે પક્ષી ખેતી

બારડોલી તાલુકાના રાણત ગામ ખાતે 3 વિઘા જમીનમાં પક્ષોઓને ભાવતા ફળનું વાવેતર કર્યું છે અને બગીચામાં ફક્ત પક્ષીઓજ ફળ ખાઈ શકશે. બગીચાની અંદર કેળા, સફરજન, દાડમ, જમરૂખ, સહિત અનેક ફળો જે પક્ષીઓને પ્રિય હોઈ એવાજ ફળોનું વાવેતર કરવામાં આવ્યુ છે, ત્યારે આ સંદેશો લઈને આવેલા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાનીએ ETV ભારત સાથે ખાસ વાત કરી હતી. જાણો તેઓ શું કહે છે?

પક્ષી ખેતી સાથે વૃદ્રાશ્રમ પણ બનાવ્યો

3 વિઘામાં ફળના વૃક્ષો ઉગાડવાની પહેલતો ઠીક છે, પરંતુ સાથો સાથ તેઓ વૃદ્રાશ્રમ પણ બનાવી એક માનવ ધર્મ નીભાવ્યો છે. મકરસંક્રાંતિના દિવસે મોટા ભાગના જુવાનીઓ સહિત કેટલાક અન્ય લોકો ધાબે ચડીને કાતિલ દોરાથી પતંગ ચગાવતા હોય છે, એ કાતિલ દોરા પક્ષી સહિત કેટલાય માનવીઓના ગળા કપાવવાથી મોતનો ભેટો કરતા હોય છે, ત્યારે આ મોતનો જંગ બંધ કરીને એક જીવદયા તરફ દરેક લોકો વળે તે હેતુથી નીતિન જાનીએ આ એક પગલું માનવતા તરફ વાળીને માનવતા દાખવા સૌને અપીલ કરી છે.

આ પણ વાંચો:

Uttarayan 2022: ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી

makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...

Last Updated :Jan 14, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.