ETV Bharat / state

સુરતમાં આવકવેરા વિભાગે 1,000 કરોડ રૂપિયાના દસ્તાવેજ કબજે કર્યાના સૂત્રો

author img

By

Published : Dec 5, 2022, 9:28 AM IST

સુરતમાં આવકવેરા વિભાગે 1,000 કરોડ રૂપિયાના દસ્તાવેજ કબજે કર્યાના સૂત્રો
સુરતમાં આવકવેરા વિભાગે 1,000 કરોડ રૂપિયાના દસ્તાવેજ કબજે કર્યાના સૂત્રો

સુરતમાં જમીન દલાલ અને ફાઇનાન્સરને આવકવેરા વિભાગ (land brokers raids in Surat) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 1,000 કરોડ રૂપિયાના ડોક્યુમેન્ટ મળી આવ્યાના સૂત્રો મળી રહ્યા છે. આ ઉપરાંત આવકવેરા વિભાગની 100 જેટલા અધિકારી ટીમને સુરત અને મુંબઈના 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને બેનામી સંપત્તિ શોધી કાઢવાની કવાયતો શરૂ કરી હતી. (Surat Income Tax Department)

સુરત : હીરા ઉદ્યોગપતિઓ તેમજ તેની સાથે સંકળાયેલા બિલ્ડર જમીન દલાલ અને ફાઇનાન્સરને (land brokers raids in Surat) ત્યાં આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 1,000 કરોડ રૂપિયાના ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગે દસ જગ્યાએ તપાસ પૂર્ણ કરી છે. પરંતુ હાલમાં સર્ચપણ જગ્યાએ તપાસ ચાલી રહી છે. (Surat Income Tax Department)

30 જેટલા સ્થળો પર દરોડા આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા શુક્રવારે વહેલી સવારથી બિલ્ડર નરેશ શાહ, અરવિંદ બિચ્છુના, ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સ તેમજ જમીન વ્યવસાય સાથે સંકળાયેલા રમેશ ચોગઠ તેમજ હિંમતસિંહ અને કાદર કોથમીર નામના જમીન દલાલને ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની 100 જેટલા અધિકારી ટીમને સુરત અને મુંબઈના 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને બેનામી સંપત્તિ શોધી કાઢવાની કવાયતો શરૂ કરી હતી. (land broker named Kader Kothmeer)

આર્થિક વ્યવહાર થયા તેની તલસ્પર્શી તપાસ મોટા પાયે જમીનના બેનામી સોદાઓનો ખજાનો હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખાસ કરીને અધિકારીઓએ મોટા ભાગે જમીનની સોદા ચિઠ્ઠી, સતાખાત અને દસ્તાવેજો કબજે કર્યા છે. કાદર કોથમીરને ત્યાંથી પણ જમીનની ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એ જ રીતે રમેશ ચોગઠને ત્યાંથી પણ જમીનોના સોદાઓની અનેક ફાઈલો મળી આવી છે. જેથી જમીન સંબંધિત સોદાઓમાં કોણે કેટલા રૂપિયા રોક્યા હતા અને કુલ કેટલા રૂપિયાના આર્થિક વ્યવહાર થયા તેની તલસ્પર્શી તપાસ આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. (Income Tax Department raids in Surat)

8 કરોડ જેટલી રોકડ જ્વેલરી જપ્ત હાલમાં આવકવેરા વિભાગ દ્વારા જે ડોક્યુમેન્ટ સબ્જેક્ટ કરવામાં આવ્યા છે. તેની અંદાજિત કિંમતે હજાર કરોડની આસપાસ થાય છે. હાલમાં આવકની રાખવાની જગ્યાએ તપાસ પૂર્ણ કરીને 20 જગ્યા ઉપર પ્રવાસ શરૂ કરી છે. ડોક્યુમેન્ટ વેરીફાઈ ચાલી રહ્યું છે. આગામી સમયમાં કરોડો રૂપિયાની કચોરી પકડાય તો નવાઈ નહીં. હાલમાં આઇટી વિભાગ દ્વારા વધારે વિગતો પણ આપવામાં આવી નથી, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની તપાસમાં આઇટી વિભાગે 8 કરોડ જેટલી રોકડ જ્વેલરી જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હીરાની પેડીઓ દ્વારા દાગીના અને રોકડ રકમ ચોપડે બતાવવામાં આવી ન હતી. (IT department raids in Surat)

ગુપ્ત ઓફિસ શોધવામાં પણ આઈડી વિભાગને સફળતા આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્સની ગુપ્ત ઓફિસ શોધવામાં પણ આઈડી વિભાગને સફળતા મળી હતી. ભાવના જેમ્સની એક ઇલેક્ટ્રિક શોપની અંદર ખાનગી ઓફિસ બનાવવામાં આવી હતી. જ્યાં પણ આઈટીના અધિકારીઓ પહોંચી ગયા હતા, જ્યારે ધાનેરા ડાયમંડ દ્વારા કતારગામમાં એક જર્જરીત મકાનમાં એક ઓફિસ બનાવી હતી, ત્યાં પણ આઇટી વિભાગ પહોંચી ગયું હતું. ત્યાંથી પણ આઈટી વિભાગે તપાસ શરૂ કરી છે. (Surat IT raids on diamond industrialist)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.