ETV Bharat / state

Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું કરાયું આયોજન

author img

By

Published : Aug 14, 2023, 2:29 PM IST

Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા યાત્રાનું  કરાયું આયોજન
Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા યાત્રાનું કરાયું આયોજન

સુરતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉધના બસ ડેપો થી દક્ષેશ્વર મંદિર સુધી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ તે સાથે જ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર જોડાયા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા યાત્રાનું કરાયું આયોજન

સુરત: ઉધના બસ ડેપો થી દક્ષેશ્વર મંદિર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જરદોશ તે સાથે જ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર જોડાયા. હતા.તે ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીઓ સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.લોકોએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

"આ ધ્વજ આપણે જેટલા સહજતાથી આપણા ઘર આંગણે હાથમાં લઈને ફરકાવીએ છીએ. આપણે આ ધ્વજને યાદ કરવું જોઈએ કે, આ તિરંગા, દેશના સ્વતંત્રતા માટે આ દેશના અનેક યુવાનોએ અંગ્રેજોની ગોળી છાતી પર ખાધી હતી. અનેક યુવાનો પોતાની જવાનીમાં જેલના સળિયા પાછળ અંગ્રેજોની ગુલામી સહન કરી હતી. એના કારણે આપણે સ્વતંત્રતા મળી હતી. આ તિરંગો કોઈ પણ વ્યક્તિ ફરકાવી શકે છે. આ પ્રકારની સ્વતંત્રતા આપણને વડાપ્રધાને પણ આપે છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘર ઓફિસ ઉપર ધ્વજ ફરકાવી શકે છે--સી.આર.પાટીલ (ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ )

સ્વતંત્રતા પહેલા ત્રણ ભાગલા: વધુમાં જણાવ્યું કે, આજના દિવસની બીજી રીતે પણ યાદ કરવા જેવો છે. આ દેશની સ્વતંત્રતા પહેલા ત્રણ ભાગલા થયા હતા. એટલા માટે જ તારીખ 14 ઓગસ્ટના રોજ વિભાજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે સાંજે મસાજ મૌન રેલીનું આયોજન કરીએ છીએ. કારણ કે, આ વિભાજનના કારણે 20 લાખ લોકોનું મોત થયું હતું.એમને પણ આપણે યાદ કરીએ છીએ. એટલા માટે જ આપણને સ્વતંત્રતા સહજતાથી નથી મળી. આ સ્વતંત્રતા મેળવવા માટે અનેક લોકોની લોહીની નદીઓ વહી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા યાત્રાનું આયોજન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા યાત્રાનું આયોજન

હર્ષ સંઘવીએ શુ કહ્યું: બલિદાન આપનાર જવાનોને નમન કરતા સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરના લાલચોકમાં આઠ વર્ષ પહેલા 2014 પહેલાના દ્રશ્યો આપ સૌએ જોયા છે. ત્યાં પાકિસ્તાનના ઝંડા લહેરાયા હતા. ત્યાંના જ નાગરિકો હવે શાંત થઈને આજે ભારત દેશનો ઝંડો લહેરાવે છે.આઝાદીના વર્ષો વર્ષ પછી ફરી એકવાર આઝાદી વખતે જે પ્રકારનો માહોલ હતો. તે જ પ્રકારની દેશ ભક્તિનો માહોલ આ વખતે જોવા મળી રહ્યો છે.

  1. BJP Patrika Kand: સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ બીજા દિવસે પણ યથાવત, કહ્યું સી આર પાટીલ અમારા વડા છે હું અસંતૃષ્ટ નથી
  2. Pradipsinh Vaghela Resign: ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલાની હકાલપટ્ટી, થોડા દિવસ પહેલા જ રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.