Surat Crime News : ગોવાથી આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો ક્યાં હતો ડિલિવરી પોઈન્ટ

Surat Crime News : ગોવાથી આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો ક્યાં હતો ડિલિવરી પોઈન્ટ
રાજ્યના સરહદી જિલ્લાઓમાં અવારનવાર બુટલેગરો દ્વારા રાજ્ય બહારથી ગેરકાયદેસર દારુ લાવવામાં આવતો હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસ દ્વારા વિદેશી દારુના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બાતમીના આધારે પાલોદ ગામ નજીકથી 46 લાખથી વધુની કિંમતનો દારુ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત : ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે મોટો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, પાલોદ ગામની નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલી નેશનલ હોટલના કમ્પાઉન્ડમાંથી આઈસર ટેમ્પોમાંથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી પોલીસે 46 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ સહિત 56 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તેમજ ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
વિદેશી દારુનો જથ્થો : આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક આઈસર ટેમ્પોમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે અમદાવાદ જવાનો છે અને હાલ પાલોદ ગામની સીમે આવેલ નેશનલ હોટલના કમ્પાઉન્ડમાં ઊભો રહેલો છે. આ બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો શોધી તેના ડ્રાઈવર કમલેશ નામદેશ ભોશલેની ધરપકડ કરી હતી. ટેમ્પોની ચકાસણી કરતાં ટેમ્પોમાંથી 46,08,000 રૂપિયાની 46,080 દારુની બોટલો મળી આવી હતી. ડ્રાઈવરની અંગઝડતીમાં 3400 રોકડા, 2 મોબાઈલ 2500 રૂપિયા અને ટેમ્પો મળી કુલ રુ. 56,13,000નો મુદ્દામાલ કબજે લીધો હતો.
ક્યાંથી આવ્યો દારુ ? ડ્રાઈવરની તપાસ કરતા તેણે જણાવ્યું કે, સંજયભાઈ નામના ઈસમે ગોવાથી દારૂ ભરાવી આપ્યો હતો. તેનો માણસ દારુ ભરેલો ટેમ્પો તેને આપી ગયો હતો. આ દારૂ આઈસરના માલીક ઈસ્માઈઉદીન મહંમદ હુશેનના કહેવાથી ભરાવ્યો હતો. તેમજ આ દારૂ Ahઅમદાવાદ રિંગ રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસે દારૂની ગાડી મંગાવનાર લેવા આવવાના હતા. આ તમામને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
અન્ય એક બનાવ : થોડા દિવસ અગાઉ કામરેજના ઊંભેળ ગામની હદમાં આવેલી વીર તેજાજી હોટલના પાર્કિંગમાં પોલીસે એક આઈસરની જડતી લીધી હતી. આ જડતીમાં આઇસરમાં છુપાવેલ કુલ 9.42 લાખના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ વિદેશી દારૂ ઉપરાંત આઇસર, મોબાઈલ, રોકડ રકમ જપ્ત કરીને કુલ 19.44 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ કેસમાં 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
