પાંચમી ઓક્ટોબરથી નવમી ઓક્ટોબર સુધી જર્મનીના કલોમ શહેર ખાતે "અનુગા વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ એક્સિબિશન 2019"નું આયોજન કરાયું છે. જેમાં 150 દેશોના લોકો એક્સિબિશનમાં ભાગ લેવાના છે.આ એક્સિબિશનમાં સુરત APMCએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને તે માટે સ્ટોલ પણ બુકીંગ કરાવી દીધું છે. દુનિયાભરમાં માર્કેટિગનો વ્યાપ વધે તે આશ્રયથી આ એક્સિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં સુરત APMC દ્વારા તૈયાર કરાતી પોતાની ચાલીસ જેટલી પ્રોડક્ટ સ્ટોલમાં રજુ કરશે.અલગ અલગ દેશના લોકો અન્ય દેશમાં થતા ઉત્પાદન અને માર્કેટીંગ વિશે જાણકારી મેળવે અને દુનિયાભરમાં માર્કેટીંગનો વ્યાપ વધે તેવા પ્રયાસ થી એક્સિબિશન યોજાવા જઈ રહ્યું છે.
APMCના ચેરમેન રમણ જાનીની એ જણાવ્યું હતું કે, APMC દ્વારા તૈયાર થતાં કેસર અને હાફૂસ કેરીના રસને અમેરિકા, કેનેડા અને રશિયા બાદ હવે યુરોપના દેશોમાં પણ રજૂ કરાશે સાથે જ સુરતના સ્વાદિષ્ટ ઊંધીયા થી માંડીને લીલા પાતરાળા સુધીની રેડી કુક જેવી ચાલીસ કેટલી પ્રોડક્ટ આ એક્સિબિશનમાં રાજુ કરવામાં આવશે.
APMCના ચેરમેન રમણ જાનીના જણાવ્યાનુસાર "અનુગા વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ - 2019"માં 150 જેટલા દેશના લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં દોઢ લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શકયતા છે. મહત્વની વાત છે કે, અમેરિકા બાદ હાલમાં બીજા ક્રમે ભારતીયોને જર્મની અને યુરોપીય દેશો અભ્યાસ માટે પસંદ કરી રહ્યા છે. ત્યારે મેંગો અને જમરૂખ,તેમજ પપમ, ટોમેટો પ્યુરી,પેસ્ટ અને ટોમેટો કેચ- અપ સહિતની ભારતીય ટેસ્ટ મુજબની વાનગીઓ માટે મોટું માર્કેટ મળે તેવી અપેક્ષા સાથે APMCની ટીમ જર્મની ખાતે જઇ રહી છે. રાજ્ય સરકાર તરફથી પણ મંજૂરી મળી ચુકી છે. અને APMC ને દુનિયાભરમાં મોટું માર્કેટ મળે તેવો આશાવાદ પણ છે.
APMCના ચેરમેને જણાવ્યું છે કે, દેશભરમાંથી એકમાત્ર સુરતની "અનુગા વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ" માટેની અરજી મંજુર થઈ છે.જર્મની ખાતે ચાર દિવસ ચાલનારા આ વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલમાં સુરત APMC પણ પોતાની બનાવેલ પ્રોડક્ટ રજૂ કરવાની છે. ત્યારે વિદેશમાં ભારતીય પ્રોડક્ટને યોગ્ય માર્કેટિંગ મળી રહે તો સુરત APMCને પણ માર્કેટિંગ ક્ષેત્ર બહોળો ફાયદો થઈ શકે તેમ છે.