ETV Bharat / state

AAPએ જે પાટીદાર બેઠકો પર જોર લગાવ્યું તેની પર મોદી-યોગીએ ફેરવી દીધું બૂલડોઝર

author img

By

Published : Dec 9, 2022, 2:45 PM IST

AAPએ જે પાટીદાર બેઠકો પર જોર લગાવ્યું તેની પર મોદી-યોગીએ ફેરવી દીધું બૂલડોઝર
AAPએ જે પાટીદાર બેઠકો પર જોર લગાવ્યું તેની પર મોદી-યોગીએ ફેરવી દીધું બૂલડોઝર

સુરતમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો (BJP Wins Surat Patidar Seats) જીતવા આમ આદમી પાર્ટીએ ખૂબ જ જોર લગાવ્યું હતું. તેમ છતાં તેમણે કારમા પરાજયનો સામનો (AAP lost Surat Patidar Seats) કરવો પડ્યો છે. આ સાથે જ તેમની 8 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

સુરત આમ આદમી પાર્ટી જે પાટીદાર પ્રભુત્વ ધરાવનાર સુરતની ચાર બેઠકો (AAP lost Surat Patidar Seats) પર એડીચોટીનો જોર લગાવી રહી હતી. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના રોડ શૉએ બૂલડોઝર ફેરવી નાખ્યું હતું. 8 મહિનાની મહેનત સામે આ 2 રોડ શૉ આટલી હદે ભારી પડી ગયા કે, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા અહીંથી હારી ગયા છે.

રોડ શૉમાં લોકોએ કરી પુષ્પવર્ષા ભાજપ (BJP Wins Surat Patidar Seats) માટે ચિંતાજનક બની ગયેલી પાટીદાર વિસ્તારની (AAP lost Surat Patidar Seats) 4 બેઠકોમાં પણ રોડ શૉએ બુલડોઝર ફેરવી નાખ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (UP CM Yogi Aditynath) સુરતની વરાછા કતારગામ કરંજ અને કામરેજ વિસ્તારમાં રોડ શૉ કરીને લોકો ને આકર્ષવા માટે પ્રયાસ કર્યો હતો, જે સફળ પણ રહ્યો હતો. તેમના આ રોડ શૉમાં હજારોની સંખ્યામાં લોકો પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ઠેર ઠેર બુલડોઝર (BJP Wins Surat Patidar Seats) પણ સ્વાગત માટે મૂકવામાં આવ્યા હતા.

ભાજપનો પ્રયોગ સફળ રહ્યો એક હિન્દુત્વની છબી ઊભી કરવા માટે જે પ્રયોગ ભાજપા દ્વારા (BJP Wins Surat Patidar Seats) આ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. તે સફળ રહ્યો હતો અને આ ચારેય બેઠકમાં વર્ષ 2017માં જે ઉમેદવારોએ લીડ મેળવી હતી. તેના કરતાં 2થી 3 ગણી લીડ આ વખતે 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022 result) તેઓએ મેળવી છે કારણ કે આ વિસ્તારમાં યોગી આદિત્યનાથના રોડ શો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો (PM Modi Road Show in Surat) કરી ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી હતી.

AAPની મહેનત પર પાણી ફરી વળ્યું આ જ 4 વિધાનસભા વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી આમ આદમી પાર્ટી સતત મહેનત કરી રહી હતી, પરંતુ આ બંને રોડ શોએ પાટીદાર વિસ્તારમાં બુલડોઝર ફેરવી નાખ્યું હતું.. એટલું જ નહીં યોગી સુરત કતારગામ માતા ઉમિયા ધામ મંદિરમાં દર્શનાર્થે પણ પહોંચ્યા હતા અને તેઓએ દર્શન કરી સંતો સાથે મુલાકાત પણ કરી હતી.

સર્કિટ હાઉસ રોકાયા હતા આ વિસ્તારની તમામ બેઠકો જીતવા (BJP Wins Surat Patidar Seats) માટે 16 કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત રહ્યા હતા. જે પણ ડેમેજ છે તેને કંટ્રોલ કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમાન સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40થી વધુ સમાજના (PM Modi Road Show in Surat) આગેવાન અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મળ્યા હતા. રાત્રિ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ રોકાયા હતા અને તે દરમિયાન પણ તેઓ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે સતત બેઠક કરી કઈ રીતે આ બેઠકો પર જીત હાસિલ કરવી છે તેની રણનીતિ પર ચર્ચા કરી હતી.

યોગીના બુલડોઝરથી લોકો પ્રભાવિત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022 result) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેજિક બાદ જો સૌથી વધુ ગુજરાતીઓને આકર્ષિત કર્યું હોય તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની રેલી અને રોડ શૉ (UP CM Yogi Aditynath) છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સીએમ યોગી આદિત્યનાથે ભાજપ (BJP Wins Surat Patidar Seats) માટે કમાન સાંભળી હતી. તેમણે ન માત્ર ચોર્યાસી બેઠક કે જ્યાં ઉત્તર ભારતીયની સંખ્યા લાખોમાં છે ત્યાં સભા સંબોધી સાથો સાથ તેઓએ પાટીદાર વિસ્તારમાં રોડ શૉ કરી બુલડોઝર ફેરવી નાખ્યું હતું.

ઉત્તર ભારતીય વિસ્તારમાં સીએમ યોગીને મેદાનમાં ઉતાર્યા સુરતની ચોર્યાસી બેઠક (Choryasi Assembly Seat) પર લાખોની સંખ્યામાં કોળી પટેલ મતદાતાઓ છે અને દર વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી અહીંથી કોળી પટેલ ઉમેદવાર ઉભા કરતી હોય છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કોળી પટેલ ઉમેદવારની જગ્યાએ સંદીપ દેસાઈને ઉમેદવાર બનાવ્યા હતા. બીજી તરફ આ બેઠક પર લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો રહે છે. તેમને આ બેઠક પર વધુમાં વધુ મતદાન ભાજપને કરવા માટે ભાજપેે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે અહીં સભાને સંબોધી ભાજપને મત આપવા અપીલ કરી હતી અને તેમની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ભેગા થઈ ગયા હતા. આ જ કારણ છે કે, આ વિધાનસભા બેઠકના તમામ પોકેટ કે. જ્યાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યાં ભાજપ તરફી મતદાન વધુ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.