ETV Bharat / state

હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી

author img

By

Published : Sep 10, 2022, 9:17 PM IST

હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી
હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી

ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો વચ્ચે જાણે આક્ષેપબાજીનું આખલા યુદ્ધ શરૂ થયું હોય (Gujara Assembly Election 2022) એવો માહોલ જોવા મળે છે. ખાસ કરીને ડ્રગ્સના મુદ્દે બે રાજકીય પક્ષો વચ્ચે સામસામે દાવેબાજી થઈ રહી છે. એવામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) કોઈનું નામ લીધા વગર કહ્યું છે કે, હું ડ્રગ્સ પકડનાર સંઘવી છું. ડ્રગ્સ કેસને રાજકીય રંગ લાગતા આ પહેલા આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ડ્રગ્સ સંધવી છે.

સુરતઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સ કેસમાં (Drugs Issue Gujarat ) સત્તા પર રહેલી ભાજપ પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલીયા એ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંધવી કહેતા લાંબા સમય સુધી રાજકારણ ગરમાયું હતું. જોકે, હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ ચાન્સ ચૂક્યા વગર એનો જવાબ આપી દીધો છે. કોઈનું નામ લીધા વગર તેમણે સુરતમાં એક પોલીસ (Gujarat police ) સ્ટેશન અને મોબાઈલ એપ્લિકેશનના લૉંચિગમાં જવાબ આપ્યો છે.

હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી

ગુજરાત પોલીસે કામ કર્યુંઃ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હું ડ્રગ્સ પકડનાર સંઘવી છું. ગુજરાત પોલીસે ઘણા બધા યુવાનોનું ભવિષ્ય બચાવ્યું છે. જે ખાસ કરીને નશાના રવાડે ચડી જાય છે. પણ ગુજરાત પોલીસે જે કામ કર્યું કે, કેટલાક નેતાઓને આ કામ ગમ્યું નથી. બે વર્ષ સુધી કોરોનાકાળ રહ્યો એ સમયે કોઈ નેતા ગુજરાતમાં ફરક્યા નહીં. હવે ચૂંટણી નજીક આવતી દેખાય છે એટલે મંદિરમાં દર્શન કરવા આવ્યા. મંદિરમાં દર્શન કરતા ન આવડતા હોય તો પણ મંદિરમાં લાંબા થઈને દર્શન કરશે. આવાનારા વર્ષો સુધી ક્યાંય દેખાય નહીં એવો જવાબ પ્રજા આવા નેતાઓને આપે. જે ગુજરાતની ધરતીને બદનામ કરવાના પ્રયાસ કરે છે. ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા "નો ડ્રગ્સ ઈન સુરત સીટી" નવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત એટીએસ પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા દિવસે દિવસે ડ્રગ્સ પેડગલો ને પકડવામાં સફળતા મળી છે.

હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી
હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી

ટ્રાફિક એપ લૉંચઃ સુરત પોલીસ દ્વારા પ્રથમ વખત ટ્રાફિક એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું.આ ટ્રાફિક એપનું લોન્ચિંગ પણ રાજ્ય ગ્રુહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ ટ્રાફિક એપ નો ઉપયોગ ખુબ જ સરળ રીતે શહેરની જનતા કરી શકશે.જે લોકો ટ્રાફિકમાં ફસાયા હશે તે લોકો એ ટ્રાફિક એપનો ઉપયોગ કરી શકશે. નાગરિકો પણ હવે પોલીસને મદદગાર થઈ શકશે.આ એપ ના માધ્યમથી સુરતવાસીઓ જાગૃત નાગરિક તરીકે ની ફરજ અદા કરશે.

હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી
હર્ષનો વળતો જવાબ, હું ડ્રગ પકડનાર સંધવી

પોલીસ સ્ટેશન શરૂઃ સુરત શહેરની જનતાને વધુ એક પોલીસ સ્ટેશન મળ્યું છે. શહેરમાં આવેલા અડાજણ વિસ્તારમાં કુલ છ લાખથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જ્યાં અડાજણ પોલીસ સ્ટેશન માટે છૂટું પાડી નવું એક પાલ પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. પાલ પોલીસ સ્ટેશનનું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.