પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ મોડલ બનાવનાર ડો. નિકિશાને મળ્યો, અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

author img

By

Published : Sep 13, 2019, 11:19 PM IST

સુરત: ડો. નિકિશા જરીવાલાએ અંધજનો માટે વિશેષ મોડેલનો આવિષ્કાર કર્યો છે. વિશ્વમાં આ પ્રકારનું પહેલું મોડલ છે. તેની નોંધ લઈ બેંગલુરૂની ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સોશયલ અને ઈકોનોમિક રીફોરમે ડો. નિકિશાને ડો.એ.પી.જે અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવોર્ડથી સન્માનિત કરી છે. આ ખાસ મોડલ થ્રુ ગુજરાતી, હિંદી અને ઈંગ્લીશના ટેક્સ્ટને બ્રેઈલ લીપીમાં સરળતાથી કન્વર્ટ કરી શકાય છે. આ સાથે જ ડ્રોઇન્ગ, મેથેમેટિકલ ઈક્વેશન અને ટેક્સ્ટ ટૂ સ્પીચ પણ કન્વર્ટ કરી શકાય છે.

શિક્ષણે સેવા જ પણ કેટલાક લોકો માત્ર ડિગ્રી મેળવવા માટેનું જ ધ્યેય રાખતા હોય છે. આ વચ્ચે સુરતના એક મહિલા પ્રોફેસર એવા છે કે, જેમને પીએચડીની ડિગ્રી માટે એવો વિષય પસંદ કર્યો કે, જેનો સમાજને ફાયદો થાય. ડૉ.નિકિશા બી.જરીવાલા વાડિયા વિમેન્સ કોલેજના કેમ્પસમાં આવેલી શ્રીમતી તનુબેન એન્ડ ડો મનુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સાઇન્સ કોલેજમાં પ્રોફેસર છે. ત્યારે તેમણે પીએચડી માટે અંધજનોને ઉપયોગી નીવડી શકે એવો શોધ નિબંધ અને પ્રોજેક્ટ 'ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઑફ ધી મોડલ ટુ ટ્રાન્સલીટરેટ ડિજિટલાઈઝ્ડ મલ્ટી લીંગવલ ટેક્સ્ટ ઈન ટુ બ્રેઇલ એન્ડ સ્પીચ-એન એડ ફોર વિઝ્યુઅલી ઈમ્પાયર્ડ પીપલ' પસંદ કર્યો હતો.

પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ મોડલ બનાવનાર ડો. નિકિશાને મળ્યો એવોર્ડ

ડૉ. નિકિશા જરીવાલાએ તૈયાર કરેલો આ મોડલ વિશ્વ માટે એક નવો આવિષ્કાર સમાન છે. આ માટે તેમને સુરતની અંધજન શાળા ખાતે ખુબજ પરિશ્રમ કર્યો અને એવું મોડલ સાકાર કર્યું છે કે, જે અંધજન બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કારણ કે, આ એક જ મોડેલ થકી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના ટેક્સ્ટ બ્રેઇલ લીપીમાં કન્વર્ટ થઈ શકે છે, એટલું જ નહીં ટેક્સને ઓડિયોમાં પણ કન્વર્ટ કરે છે, સાથે જ ડ્રોઈંગ અને મેથેમેટિકલ ઈક્વેશન પણ બ્રેઇલ લીપીમાં કન્વર્ટ થઈ શકે છે.

સમાજ અને ખાસ કરીને અંધજનો માટે આ મોડલ આશીર્વાદ સમાન સાબિત થશે. ડો. નિકિશા જરીવાલાના આ મોડલની નોંધ બેંગલુરૂની ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સોશિયલ અને ઇકોનોમીક રીફોરમે લઈને ડો. નિકિશા જરીવાલાને ડો. એપીજે અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

Intro:સુરત : ડૉ.નિકિશા જરીવાલાએ અંધજનો માટે વિશેષ મોડેલનો આવિષ્કાર કર્યો છે. વિશ્વમાં આ પ્રકારનું પહેલું મોડલ હોઈ તેની નોંધ લઈ બેંગલુરૂની ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સોશ્યલ અને ઈકોનોમિક રીફોરમે ડૉ. નિકિશાને ડૉ.એપીજે અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવોર્ડથી સન્માનિત કરી છે. આ ખાસ મોડલ થ્રુ ગુજરાતી, હિંદી અને ઈંગ્લીશના ટેક્સ્ટને બ્રેઈલ લીપીમાં સરળતાથી કન્વર્ટ કરી શકાય છે, સાથે જ ડ્રોઈંગ, મેથેમેટિકલ ઈક્વેશન અને ટેક્સ્ટ ટૂ સ્પીચ પણ કન્વર્ટ કરી શકાય છે..


Body:એમ તો શિક્ષણએ સેવા જ પણ કેટલાક લોકો માત્ર ડિગ્રી મેળવવા માટેનું જ ધ્યેય રાખતા હોય છે. આ વચ્ચે સુરતના એક મહિલા પ્રોફેસર એવા છે કે જેમને પીએચડીની ડિગ્રી માટે એવો વિષય પસંદ કર્યો કે જેનો સમાજને ફાયદો થાય. આ મહિલા પ્રોફેસરનું નામ છે..ડૉ.નિકિશા બી.જરીવાલા......ડૉ. નિકિશા જરીવાલા વાડિયા વિમેન્સ કોલેજના કેમ્પસમાં આવેલી શ્રીમતી તનુબેન એન્ડ ડો મનુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સાઇન્સ કૉલેજમાં પ્રોફેસર છે. ત્યારે તેમણે પીએચડી માટે અંધજનોને ઉપયોગી નીવડી શકે એવો શોધ નિબંધ અને પ્રોજેક્ટ 'ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઑફ ધી મોડલ ટુ ટ્રાન્સલીટરેટ ડિજિટલાઈઝ્ડ મલ્ટી લીંગવલ ટેક્સ્ટ ઈન ટુ બ્રેઇલ એન્ડ સ્પીચ-એન એડ ફોર વિઝ્યુઅલી ઈમ્પાયર્ડ પીપલ' પસંદ કર્યો હતો.

ડૉ. નિકિશા જરીવાલાએ તૈયાર કરેલ આ મોડલ આજે વિશ્વ માટે એક નવો આવિષ્કાર સમાન છે. આ માટે તેમને સુરતની અંધજન શાળા ખાતે ખૂબજ પરિશ્રમ કર્યો અને એવું મોડલ સાકારીત કર્યું છે કે જે અંધજન બાળકો માટે ખૂબજ ઉપયોગી બની રહેશે. કારણ કે આ એક જ મૉડેલ થકી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના ટેક્સ્ટ બ્રેઇલ લીપીમાં કન્વર્ટ થઈ શકે છે. એટલું જ નહીં ટેક્સને ઓડિયોમાં પણ કન્વર્ટ કરે છે. સાથે જ ડ્રોઈંગ અને મેથેમેટિકલ ઈક્વેશન પણ બ્રેઇલ લીપીમાં કન્વર્ટ થઈ શકે છે.

Conclusion:ત્યારે સમાજ અને ખાસ કરીને અંધજનો માટે આ મોડલ આશીર્વાદ સમાન સાબિત થશે. ડૉ. નિકિશા જરીવાલાના આ મોડલની નોંધ બેંગલુરૂની ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સોશ્યલ અને ઇકોનોમીક રીફોરમે લઈને ડૉ. નિકિશા જરીવાલાને ડૉ. એપીજે અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

બાઈટ : ડૉ. નિકિશા જરીવાલા (પ્રોફેસર)
બાઇટ : તનીસા ગજ્જર (શાળા આચાર્ય)
બાઈટ :ઝીલ રાઠોડ (વિદ્યાર્થીની)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.