Double Murder Case Surat: માતાપુત્રીની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને ફાંસીની સજા, સહઆરોપીને આજીવન કેદ

author img

By

Published : Mar 7, 2022, 1:54 PM IST

Updated : Mar 7, 2022, 2:59 PM IST

Double Murder Case Surat: સુરતમાં માતા પુત્રીની હત્યા કેસમાં  મુખ્ય આરોપીને ફાંસીની સજા,અન્ય આરોપીને આજીવન કેદ

વર્ષ 2018માં સુરતના માતાપુત્રીની હત્યાના કેસમાં સુરતની કોર્ટે આરોપીઓને દોષી (Double Murder Case Surat) જાહેર કર્યા હતાં. કોર્ટે આજે સજા સંભળાવતાં મુખ્ય આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે. જ્યારે સહઆરોપી હરિઓમ હીરાલાલ ગુર્જરને સખત આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

સુરત: ગત તારીખ 06-04-2018 ના રોજ ભેસ્તાન નજીક એક ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક બાળકીની મૃતદેહ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીની(Double Murder Case Surat) મૃતદેહને પીએમ અર્થે ખસેડી હતી. જ્યાં પીએમ રીપોર્ટમાં જે બહાર આવ્યું તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં(Child abuse case)આવ્યું હતું અને તેના શરીર પર તેમજ પ્રાઇવેટ પાર્ટ પર 78 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા હતાં.એક તરફ પોલીસ બાળકી કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસ કરી રહી હતી. સચિન મગદલ્લા હાઈવે રોડ પરથી એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. મૃતક મહિલાની ઓળખ પણ થઇ શકી ન હતી. આ દરમ્યાન પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે દિવસ રાત એક કર્યા હતાં.

માતા પુત્રી હત્યા કેસ

કલરની સ્પાર્ક ગાડીની લાઈટ નજરે પડી

પોલીસને શંકા જતા બાળકી અને મહિલાના મૃતદેહનું ડીએનએ સેમ્પલ લેવડાવ્યું હતું. જેમાં બંને માદીકરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ સુરત પોલીસ દ્વારા અંદાજીત 200 થી વધુ પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. તેમજ સમગ્ર સુરત શહેરના સીસીટીવી ફૂટેજ, બાળકીના ફોટા, અને ઘરે ઘરે જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો કામે લાગ્યો હતો. ત્યારબાદ પણ સફળતા નહી મળતા આ કેસનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આમાં જોડાઈ હતી આ દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચને(Ahmedabad Crime Branch)બાળકીની લાશ જ્યાંથી મળી હતી ત્યાંથી એક કાળા કલરની સ્પાર્ક ગાડીની લાઈટ નજરે પડી હતી અને ગાડીમાંથી જ મૃતદેહ ફેકવામાં આવ્યો હોવાની શંકા પ્રબળ બની હતી. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી હતી અને આખરે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ પણ વાંચોઃ Double Murder Case Surat: સુરતમાં માતાપુત્રીની હત્યા કેસમાં કોર્ટ 7 માર્ચના આપશે ચુકાદો

કારમાં બેસાડી ગળે ટુંપો આપી હત્યા કરી હતી

આ કેસમાં રાજસ્થાન ખાતેથી પોલીસે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર તથા તેને મદદ કરનાર હરીઓમ હીરાલાલ ગુર્જરને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર બંનેમાં દીકરીને રાજસ્થાનથી સુરત લઈ આવ્યો હતો અને સૌ પ્રથમ પર્વત પાટિયા અનુપન હાઈટ્સ બિલ્ડીંગમાં રાખ્યા હતા અને ત્યારબાદ કામરેજ નજીક માન સરોવર રેસીડેન્સીનું બાંધકામ ચાલતું હતું ત્યાં એક ખાલી ફ્લેટમાં રાખ્યા હતા. જ્યાં બનાવના દિવસે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર દ્વારા મૃતક મહિલાને ઢોર માર માર્યો હતો જેથી તેની દીકરી જોઈ ગયી હતી અને બુમાબુમ કરતી હતી જેથી બંને માં દીકરીને કારમાં બેસાડી ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને મૃતદેહ સચિન મગદલ્લા રોડ પાસે ફેકી દીધી હતી બાદમાં બાળકીને પોતાના રૂમ પર લઈ ગયો હતો અને 10 દિવસ સુધી સખ્ત માર મારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણીની હત્યા કરી મૃતદેહને ભેસ્તાન પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ફેકી દીધી હોવાનું બહાર આવ્યું હતું.

43 સાક્ષીઓ અને 120 જેટલા દસ્તાવેજો

આ કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી બંને આરોપીઓ વિરુદ્ધ સાયન્ટીફીક પુરાવા, મેડીકલ પુરાવા, ટેકનીકલ પુરાવા, સાંયોગિક પુરાવા તેમજ નજરે જોનારા સક્ષીઓના નિવેદન મેળવી બંને આરોપીઓ વિરુધ બંને ગુનાના અલગ અલગ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ ચલાવવા માટે સ્પેશીયલ પબ્લિક પ્રોસીકયુટર પી.એન પરમારની નિમણુંક કરાઈ હતી.જેમાં સરકારી વકીલે આ કેસમાં કુલ 43 સાક્ષીઓ અને 120 જેટલા દસ્તાવેજો ટ્રાયલ દરમ્યાન રજુ કર્યા હતા. જેમાં આ કેસમાં એડીશનલ સેસન્સ જજ અને સ્પે જજ પોક્સો એ.એચ.ધામણી સાહેબ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો જેમાં કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

સુખી ગયેલ અશ્રુ તેના મૃતદેહ પર જોવા મળ્યા હતા

બચાવ પક્ષ તરફથી એવી રજૂઆત કરી હતી કે આરોપી યુવાન છે. તેની પત્ની અને બાળકો છે તેથી તેને ઓછામાં ઓછી સજા થવી જોઈએ. જો કે સરકારી વકીલે દલીલો કરી હતી કે આરોપીઓ પોતે માતા અને બાળકીને લઈને આવી મજૂર તરીકે કામ કરાવતાં હતાં. ઉપરાંત આરોપીઓએ બંને લોકોની હત્યા કરી હતી. તેમજ બાળકીની નજર સામે જ માતાની હત્યા કરાઈ હતી. બાળકી કોઈને ફરિયાદ કરી શકી ન હતી. બાળકી સાથે 10 દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેણીના શરીર પર 78 જેટલી ઈજાઓ મળી આવી હતી. આ તમામ મુદાઓને ધ્યાનમાં લઈને આ કેસ રેરેસ્ટ ઓફ રેસ કેસ છે. જેથી આરોપીને ફાંસીની સજા જ થવી જોઈએ. જેથી સમાજમાં એક દાખલો બેસે જેથી કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરી છે. એટલી હદે બાળકી સાથે પાશવી કૃત્ય કરાયું કે મૃત્યુ સમયે તેના સુકાઇ ગયેલ અશ્રુ તેના મૃતદેહ પર જોવા મળ્યા હતાં.. આ બર્બરતાના કારણે સુરત જિલ્લાના જજ એ.એચ ધમાણીએ આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જરને ફાંસીની સજા જ્યારે સહઆરોપી હરીઓમ હીરાલાલ ગુર્જર આજીવન કેદ સજા ફટકારી છે.બાળકીના પિતાને વળતર રૂપ સાડા સાત લાખ રૂપિયા આપવા કોર્ટે હુકમ કર્યા છે.
આ પણ વાંચોઃ Double Murder Case Surat: 2018માં માતાપુત્રીની હત્યાના કેસમાં કોર્ટે બંને આરોપીઓને દોષી ઠેરવ્યાં

Last Updated :Mar 7, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.