ETV Bharat / state

સુરતની ભગવાન મહાવીર કોલેજમાં શિક્ષણપ્રધાન સામે CYSS દ્વારા કેમ વિરોધ કરવામાં આવ્યો

author img

By

Published : May 25, 2022, 5:20 PM IST

સુરતની ભગવાન મહાવીર કોલેજમાં શિક્ષણપ્રધાન સામે CYSS દ્વારા કેમ વિરોધ કરવામાં આવ્યો
સુરતની ભગવાન મહાવીર કોલેજમાં શિક્ષણપ્રધાન સામે CYSS દ્વારા કેમ વિરોધ કરવામાં આવ્યો

સુરત શહેરના ભગવાન મહાવીર કોલેજમાં(Bhagwan Mahavir College) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આવ્યા હતા. તેમની હાજરીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નમો ટેબ્લેટ બાબતે કરવામાં વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરત: શહેરના ભગવાન મહાવીર કોલેજમાં (Bhagwan Mahavir College)પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આવ્યા હતા. તેમની હાજરીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નમો ટેબ્લેટ (Namo Tablet)બાબતે કરવામાં વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમય દરમિયાન બંદોબસ્તમાં રહેલા પોલીસે ચાર થી પાંચ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતની ભગવાન મહાવીર કોલેજ એન્ડ શાળામાં તસ્કરો ચડ્ડી ધારી વેશમાં 50 લાખની ચોરી કરી ફરાર

છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની નમો ટેબ્લેટની માંગ - કૉલેજમાં રાજ્ય શિક્ષણ પ્રધાનની સામે CYSS દ્વારા નમો ટેબ્લેટ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નમો ટેબ્લેટ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી તમામ વિદ્યાર્થીઓ પાસેથી 1 ટેબ્લેટ પર 1000 રૂપિયા (Namo Tablet Yojana 2022)લેવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ નમો ટેબ્લેટની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ જીતુ વાઘાણી આવતીકાલે સુરતમાં, CYSS દ્વારા કલેકટરની કચેરીએ સુત્રોચ્ચારથી પ્રદર્શન

નમો ટેબ્લેટ બાબતે ઘણી વખત રજૂઆત - આ બાબતે છાત્રા યુવા સંઘર્ષ સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ દર્શિત કોરાટએ જણાવ્યું કે આ બાબતે અમે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમને આજે અમારા નમો ટેબ્લેટના પ્રશ્નોને લઈને મળવા દેવામાં આવે પરંતુ તેમણે કોઈ સકારાત્મક જવાબ આપ્યો નહીં અને અમે એજ માટે વિરોધ કર્યો હતો. પરંતુ અમારી ખટોદરા પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈને ગઈ હતી. અમે આજ દિન સુધી નમો ટેબ્લેટને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 57 વખત રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે 3 થી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે. તે ઉપરાંત કલેકટરને 27 વખત કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી કોઈ પણ સકારાત્મક અભિગમ બહાર આવ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.