Demolition department in Surat: બે સ્થળે દબાણ હટાવવા પહોંચેલી સુરત મનપાની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ

author img

By

Published : Dec 7, 2021, 1:36 PM IST

Demolition department in Surat: બે સ્થળે દબાણ હટાવવા પહોંચેલી સુરત મનપાની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ

આજે બે સ્થળે દબાણ હટાવવા પહોંચેલી મનપાની ટીમ(SMC Demolition TEAM) સાથે સ્થાનિકો સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ગોપીપુરા તળાવ પાસે મનપાની ટીમ દબાણ હટાવવા(Demolition department in Surat) ગયી હતી તે વેળાએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવક ધાબા પર ચડી ગયો હતો અને મનપાની દબાણ ખાતાની ટીમ અહીથી જાય તો જ નીચે ઉતરવાની વાત કરી હતી. જો કે આખરે પોલીસે આવીને યુવકની અટકાયત કરી હતી. તો બીજી બાજુ સુરતના અમરોલી વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ અને ફેરીયાવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસનો(Surat police team) કાફલો પણ ઘટના સ્થળે દોડી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

  • ગોપીપુરા તળાવ પાસે મનપાની ટીમ દબાણ હટાવવા ગયી હતી તે વેળાએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો
  • દબાણ ખાતાની ટીમે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરુ
  • સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને કેટલીક રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે

સુરત : શહેરમાં એક તરફ મેટ્રોની કામગીરીને(surat metro working) લઈને કેટલાક રસ્તાઓ ડાયવર્ઝન અપાયું છે. જેને લઈને ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. તો બીજી તરફ મનપાની ટીમ દબાણ હટાવવાની કામગીરીમાં જોતરાઈ છે. આ બધા વચ્ચે દબાણ ખાતાની ટીમ અને લારીવાળા વચ્ચે ઘર્ષણ પણ સર્જાઈ રહ્યું છે. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તારમાં(smc team Gopipura area) હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો. ગોપીપુરા તળાવ નજીક મનપાની દબાણ ખાતાની ટીમ(Surat Municipal Corporation) પહોચી હતી. તે વેળાએ અહી એક યુવક ધાબા પર ચડી ગયો હતો અને દબાણ ખાતાની ટીમ જો જતી રહે તો જ નીચે ઉતરવાની જીદ કરી હતી. પોલીસની એક ટીમ(Surat police team) ત્યાં આવી પહોચી હતી. હાઈ વોલ્ટેજ ડ્રામા કરનાર યુવકની પોલીસે અટકાયત કરી લીધી હતી.

દબાણ ખાતાની ટીમે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરુ

સુરતમાં છાશવારે મનપાની દબાણ ખાતાની ટીમ અને લારીવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહે છે. ત્યારે આવી જ એક વઘુ ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં મનપાની દબાણ ખાતાની ટીમ(smc team in Amroli area) દબાણ હટાવવા ગયી હતી ત્યારે લારી વાળાઓ વચ્ચે નાસભાગ મચી ગયી હતી. આ ઉપરાંત દબાણ ખાતાની ટીમે(Demolition department in Surat) લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી હતી. જેથી લારીવાળા અને દબાણખાતાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અહી મામલો બીચકતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી અમરોલી પોલીસનો(amaroli police team) કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘર્ષણમાં ઉતરનાર કેટલાક લારીવાળાની અટકાયત કરી હતી. આ બનાવને પગલે પલભર માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફેરિયાઓ હવે અધિકારીઓ સાથે ઘર્ષણ પર ઉતરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને લઈને ખાસ કરીને એક ટાઈમનું કમાઈને પેટીયું રળતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે રસ્તાઓ પર લારી ઉભી રાખી ગુજરાન ચલાવતા લારીવાળાઓની લારીઓ ઉચકી લેતા ફેરિયાઓ હવે અધિકારીઓ સાથે ઘર્ષણ(Clashes between hawkers and officials in Surat) પર ઉતરી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ ખોટી રીતે હેરાનગતી કરતા હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat ACB Trap: વલસાડનો લાંચિયો ASI હજી પણ પોલીસ પકડથી દૂર, વચેટિયો ઝડપાયો

આ પણ વાંચોઃ Smc New Building Budget: સુરત મહાનગરપાલિકા દ્વારા 900 કરોડના ખર્ચે નવું વહીવટી ભવન બનાવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.