ETV Bharat / state

લ્યો બોલો, લીંબુ પછી આ વસ્તુની થઈ રહી છે ચોરી...

author img

By

Published : Apr 25, 2022, 2:28 PM IST

Updated : Apr 25, 2022, 2:40 PM IST

એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે સિલેન્ડરની પણ ચોરી(Cylinder theft in Surat) થવા માંડી છે. સુરત પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જે સિલેન્ડર ચોરી કરવાની ઘટનાને અંજામ આપતો હતો. છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી વિસ્તારમાં 25 સિલિન્ડરની ચોરીની ઘટના બની ચૂકી છે.

Cylinder theft in Surat: લ્યો બોલો લીંબુ પછી થઈ રહી છે અહીં ગેસ સિલેન્ડરની ચોરી, ચોર 1700માં સિલેન્ડર વેચી ગુજરાન ચલાવતો
Cylinder theft in Surat: લ્યો બોલો લીંબુ પછી થઈ રહી છે અહીં ગેસ સિલેન્ડરની ચોરી, ચોર 1700માં સિલેન્ડર વેચી ગુજરાન ચલાવતો

સુરતઃ દેશમાં લસણ અને લીંબુની ચોરીની ઘટના બની હતી અને હવે સિલેન્ડર ચોરીની (Incident of theft in Surat)ઘટના પણ સામે આવી રહી છે. મોંઘવારી વચ્ચે સિલેન્ડર ચોરીની ઘટના સુરતમાં પ્રકાશમાં (Cylinder theft in Surat) આવી છે. સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતની વસ્તુ ફાંફા પડી ગયા છે સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સુરત શહેરના સરકારના અને અમરોલી વિસ્તારમાં સિલિન્ડર ચોરીની(Theft of gas cylinder)ઘટના સતત વધી રહી હતી જેની તપાસમાં સુરત સરથાણા પોલીસે સિલેન્ડર ચોરીના પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા છે.

સિલેન્ડરની ચોરી

આ પણ વાંચોઃ Lemon theft in uttarpradesh: શાહજહાંપુરમાં વિચિત્ર ચોરી, ગોડાઉનમાંથી ચોરાયાં 60 કિલો લીંબુ

મોંઘવારી વચ્ચે સહેલાઈથી પૈસા કમાવવા માટે - સરથાણા પોલીસે સંજય માન્યા નામના શખ્સની સિલેન્ડર ચોરી ઘટનામાં ધરપકડ કરી છે. મોંઘવારી વચ્ચે સહેલાઈથી પૈસા કમાવવા માટે આરોપી સંજય સિલિન્ડર ચોરીની ઘટનાને( Theft of gas cylinder)અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. સરથાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જરે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં અલગ અલગ અરજદારોએ સરથાણા પોલીસ મથકમાં ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પાર્કિંગ લગ્ન પ્રસંગ અને ફાર્મમાંથી સિલેન્ડર ચોરી થઈ રહી છે. ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ વિસ્તારના CCTV કેમેરાની ચકાસણી શરૂ કરી. CCTVમાં જોવા મળ્યું કે એકમાં માણસ બાઈક ઉપર હેલ્મેટ લગાવીને આવે છે અને સિલિન્ડરની ચોરી કરે છે.

આ પણ વાંચોઃ Surat Gold Silver dust Theft: કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાંથી સોના ચાંદીના ડસ્ટ ચોરી કરનાર પાંચ આરોપીઓની ધરપકડ

લોકો ઘરમાં ના હોય સિલિન્ડરની ચોરી કરતો - તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બે-ત્રણ CCTV ફૂટેજની ચકાસણી બાદ જાણવા મળ્યું કે આ શખ્સ સાવલિયા બ્રધર્સમાં સિલેન્ડર વેચતા હતા. આરોપી પંદરસો રૂપિયામાં સિલેન્ડર વેચી દેતો તેની પાસેથી અમે 15 સિલિન્ડર જપ્ત કર્યા છે આશરે 07 જેટલા ગુનાના ભેદ ઉકેલ્યા છે. બપોરના સમયે તે ઘરે જઈને જ્યારે લોકો ઘરમાં નહીં હોય ત્યારે પણ સિલિન્ડરની ચોરી કરતો હતો.

Last Updated :Apr 25, 2022, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.