ETV Bharat / state

Covishield vaccination Start In Surat : સુરતમાં ફરી 61 હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ

author img

By

Published : Jan 17, 2023, 4:31 PM IST

સુરતમાં ફરી 61 હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ
સુરતમાં ફરી 61 હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે કોવિશિલ્ડ વેક્સિન (Covishield vaccination in Surat) અને વેક્સીનનો જથ્થો આવી ગયો છે. જેને લઈને શહેરના 61 હેલ્થ સેન્ટર ઉપર કોવિશિલ્ડની વેક્સિન મુકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

શહેરમાં ફરી હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ

સુરત : શહેરમાં આજથી ફરી પાછી કોવિશિલ્ડ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે ડિસેમ્બરના અંતમાં વેક્સિનેશનનો જથ્થો ઘટી પડ્યો હતો. જેને લઈને સુરત કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી 14 દિવસ બાદ મનપાને કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો મળ્યો છે.

61 હેલ્થ સેન્ટર વિશ્વમાં કોવિડના નવા વેરિએન્ટનું સંક્રમણ વધતા ભારતમાં પણ દહેશત ફેલાઇ હતી અને સરકારે પણ તકેદારીના પગલાં લેવાના શરૂ કરતા શહેરીજનો વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવા દોડતા થયા હતા. જેને લઈને સુરત શહેરના તમામ હેલ્થ સેન્ટર ઉપર કોવિશિલ્ડ વેક્સિન અને વેક્સીનનો જથ્થો ઘટી પડ્યો હતો. કારણ કે, સુરત કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જે 14 દિવસ બાદ મનપાને કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો મળ્યો છે. સરકારે કોવિશિલ્ડના 20 હજાર ડોઝ મોકલતા મનપાનાં તમામ આરોગ્ય કેન્દ્રમાં કોવિશિલ્ડ વેક્સિન પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના 61 હેલ્થ સેન્ટર ઉપર કોવિશિલ્ડની વેક્સિન મુકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાચો ભયના ભણકારા, સુરતમાં 10 દિવસની અંદર 26 હજાર લોકો થયા વેક્સિનેટ

વેક્સિનેશનની પ્રક્રિયા હેલ્થ સેન્ટર ડોક્ટર રાજેશ ઉમરીગરે જણાવ્યું હતું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ગઈકાલથી જ કોવિશિલ્ડ વેક્સિન અને વેક્સીનનો જથ્થો આવી ગયો હતો. જેથી ફરી વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયાની સવારે 9:00 વાગ્યાથી લઈને બપોરે 1:00 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ 1થી 2 સમયે દરમિયાન લંચનો ટાઈમ આપવામાં આવશે. ત્યારબાદ ફરીથી 2 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલશે. એટલે શહેરના તમામ હેલ્થ સેન્ટરો ઉપર આ જ પ્રકારે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલશે અને બધે કોવિશિલ્ડ વેક્સિન અને વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાચો કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલુ, અમદાવાદમાં 75 ટકા લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી : આરોગ્ય અધિકારી

ડોક્ટર સાથે વાત કરીને જ વેક્સીનેશન લેવું વધુમાં જણાવ્યું કે, અહીંના હેલ્થ સેન્ટર પર અત્યાર સુધી 10 લોકોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિને આ મોસમ પ્રમાણે શરદી, ઉધરસ અને તાવની સમસ્યાઓ હોય તો તેમણે ડોક્ટરની સલાહ લઈને જ વેક્સિન મુકાવી જરૂરી છે. તે વ્યક્તિને પહેલા કોવિડ 19 ટેસ્ટ કરાવી જે તે ટ્રીટમેન્ટ કરાવી ડોક્ટર સાથે વાત કરીને જ વેક્સીનેશન લેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.