ETV Bharat / state

Corona cases in Gujarat: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કેસ વધતા ઑફલાઇન વર્ગ બંધ કરાયા

author img

By

Published : Jan 5, 2022, 2:07 PM IST

Corona cases in Gujarat: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કેસ વધતા ઑફલાઇન વર્ગ બંધ કરાયા
Corona cases in Gujarat: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કેસ વધતા ઑફલાઇન વર્ગ બંધ કરાયા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University )કુલપતિ સંક્રમિત થયા બાદ તેમનાં સંપર્કમાં આવેલ પત્ની અને યુનિવર્સિટીના અન્ય સાત સભ્યો કોરોના સંક્રમિત તથા 8 પ્રોફેસર તથા 2 વિદ્યાર્થીઓ સહિત કોરોના સંક્રમિત થતા ઑફલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યા અને 50 ટકાની હાજરી સાથે વહીવટી કામગીરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી.

સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad South Gujarat University ) કુલપતિ સંક્રમિત થયા બાદ તેમનાં સંપર્કમાં (Corona cases in Gujarat)આવેલ પત્ની અને યુનિવર્સિટીના(University Chancellor Corona Infected ) રજીસ્ટર ઇન્ચાર્જ જયદીપ ચૌધરી, કમ્પ્યુટર સાઇન્સના પ્રોફેસર ડો.અપૂર્વા દેસાઈ, સોશિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મધુ ગાયકવાડ, અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડો.અમિત પ્રજાપતિ તેમની સાથે બીજા બે કર્મચારીઓ, એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ, અને અન્ય પ્રોફેસર ડો. વિભૂતિ જોશી તેમાં હોસ્ટેલના બે વિદ્યાર્થીઓ પણ પોઝેટીવ થયા હતા.

યુનિવર્સિટીમાં ઑફલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યા

હાલ આ તમામ લોકોના ઘરે તમામ સભ્યોનું ફરી એક વખત આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સંક્રમિત તમામ લોકો કોવિંડની સારવાર લઈ રહ્યા છે અને હાલ યુનિવર્સિટીમાં ઑફલાઇન વર્ગ બંધ કરવામાં (Offline teaching class closed at the university )આવ્યું છે. ગુજરાતમાં દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે. સુરતમાં પણ એજ રીતેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિવસે દિવસે કોરોના કેસમાં વધારો તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ થોડા દિવસ પેહલા કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચોઃ Cabinet Meeting Gujarat : CM ભુપેન્દ્ર પટેલ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં વ્યસ્ત, અંતિમ સમયે કેબિનેટ બેઠક રદ

યુનિવર્સિટીમાં 50ટકાની હાજરી સાથે વહીવટી કામગીરી

નિવર્સિટીના કુલપતિ સંક્રમિત થયા તેમજ તેમના સાથે સતત સંપર્કમાં રહેતા પત્ની અને યુનિવર્સિટીના અન્ય સાત સભ્યો કોરોના સંક્રમિત તથા 8 પ્રોફેસરોને પણ કોરોના સંક્રમિત થયા છે અને બીજા બે વિદ્યાર્થીઓ પણ કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા તમામ લોકો કોવિડ સારવાર હેઠળ છે. આ તમામ પરિસ્થિતિ જોઈ શહેરમાં સતત વધી રહેલા કેસને લઈને યુનિવર્સિટી દ્વારા 50ટકાની હાજરી સાથે વહીવટી કામગીરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ IAS Officers Corona Positive: અગ્રસચિવ અને આરોગ્ય કમિશ્નર કોરોના પોઝિટિવ, 2 દિવસ પહેલા અનેક કાર્યક્રમમાં હતા હાજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.