ETV Bharat / state

મહુવા તાલુકાનો માછીસાદડા કોઝવે સહિત અનેક કોઝવે પાણીમાં ગરક

author img

By

Published : Sep 10, 2019, 8:24 AM IST

સુરત: જિલ્લામાં મેઘ મહેર યથાવત રહેતા ખાસ કરીને મહુવા તાલુકામાં કોઝ વે ની પરિસ્થિતિ નાજુક બની છે. ઓલન નદી ઉપર આવેલ મહુવારીયા, સંગ્રામપુરા ગામે બે કોઝ વે પાણીમાં ગરકાવ થયા હતાં.

etv bharat mahuva

સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ અંબિકા નદી બાદ હવે ઓલણ નદીમાં પુરની સ્થિતિ નિર્માણ થવા પામી છે. મહુવા તાલુકા સંગ્રામપુરા, મહુવારીયાથી પસાર થતા બે કોઝ વે પાણીમાં ગરકાવ થતા રહીશોની દશા કફોડી બની હતી. વર્ષો જૂની સમસ્યાથી ગ્રામજનો પણ પરેશાન થઈ રહ્યા છે. બાજુમાંથી પસાર થતો અન્ય એક કોઝ વે ઉપરથી ગ્રામજનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

મહુવા તાલુકાનો માછીસાદડા કોઝવે સહિત અનેક કોઝવે પાણીમાં ગરક

મહુવા તાલુકામાં ઓલન નદીના કોઝ વે પાણીમાં ગરકાવ થતા લોકોના રોજિંદા કામ કાજ અને આવન જાવન પર પણ રોક લાગી છે. કારણ કોઝ વે પર પાણી ફરી વળતા આસપાસના ગ્રામજનોએ 10 કિમિથી વધુ ફરીને જવાની નોબત આવે છે. વર્ષો જૂની સમસ્યા છતાં કોઝ વે ઊંચો કરવાની કામગીરી કરવામાં આવી નથી. જેનો ગ્રામજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ચૂંટણી બાદ તમામ રજૂઆતો વામણી પુરવાર થાય છે. મહુવાના ધારાસભ્ય પણ સ્થાનિક હોવા છતાં વર્ષો જૂની સમસ્યાનું નિવારણ લાવી શકાયું નથી અને હાલ માછીસાદડા, મહુવારીયા, સંગ્રામપુરા સહિતના ગામો મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા બની ગયા છે.

Intro: સુરતજિલ્લા માં મેઘ મહેત યથાવત રહેતા ખાસ કરી ને મહુવા તાલુકા માં કોઝ વે ને પરિસ્થિતિ નાજુક બની છે.  ઓલન નદી ઉપર આવેલ  મહુવારીયા , સંગ્રામપુરા ગામે બે કોઝ વે પાણી માં ગરકાવ થઈ ગયો હતો.

Body:સુરત જિલ્લા માં છેલ્લા બે દિવસ થી મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે. ત્યારે જિલ્લા ના મહુવા તાલુકા માં આવેલ અંબિકા નદી બાદ હવે ઓલણ નદી માં પુર ની સ્થિતિ નિર્માણ થવા પામી છે. મહુવા તાલુકા સંગ્રામપુરા , મહુવારીયા થી પસાર થતા બે કોઝ વે પાણી માં ગરકાવ થતા રહીશો દશા કફોડી બની હતી. કારણ વર્ષો જૂની સમસ્યા થી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. તેમજ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો મુજબ બીજી બાજુ માંથી પસાર થતો અન્ય એક કોઝ વે ઉપર થી ગ્રામજનો જીવ ના જોખમે પસાર થઈ રહ્યા છે. Conclusion:મહુવા તાલુકા માં ઓલન નદી ના કોઝ વે પાણી માં ગરકાવ થતા લોકો ના રોજિંદા કામ કાજ અને આવન જાવન પર પણ રોક લાગી જવા પામી છે. કારણ કોઝ વે પર પાણી ફરી વળતા આસ પાસ ના ગ્રામજનો એ 10 કિમિ થી વધુ નો ફેરાવો કરવાની નોબત આવે છે. વર્ષો જૂની સમસ્યા છતાં કોઝ વે ઊંચો કરવાની કામગીરી કરાઈ નથી. જેનો રોષ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. અનેક વાર રજૂઆતો પરંતુ ચૂંટણી બાદ તમામ રજૂઆતો વામણી પુરવાર થાય છે. મહુવા ના ધારા સભ્ય પણ સ્થાનિકહોવા છતાં વર્ષો જૂની સમસ્યા નું નિવારણ લાવી શક્ય નથી. અને હાલ માછી સાદડા , મહુવારીયા , સંગ્રામપુરા સહિત ના ગામો  મુખ્ય માર્ગ થી સંપર્ક વિહોણા બની ગયા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.