ETV Bharat / state

સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું

author img

By

Published : May 15, 2021, 7:07 AM IST

વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું
વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું

દેશભરના અનેક શહેરોમાંથી શરાબની દુકાન બહાર દારૂની બોટલ ખરીદવા માટે લાંબી લાઈનોના દ્રશ્યો લોકોએ જોયા હશે. પરંતુ ગુજરાતમાં તેનાથી વિપરિત વિદેશી દારૂની 56 હજાર બોટલ ઉપર બુલડોઝર ચલાવવાના સામે આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 72 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો છે.

  • વિદેશી શરાબની દુકાન બાહર લોકો મોટી સંખ્યામાં લાઇન
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે 56 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
  • પાંડેસરા વિસ્તારમાં વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો

સુરત : દેશના અનેક શહેરોમાં લોકડાઉન છે અને તમામ દુકાનો બંધ છે. તેમ છતાં વિદેશી શરાબની દુકાન ચાલુ રખાઇ છે. જેની પાછળ આવક ઉભી કરવાનું એક કારણ છે. વિદેશી શરાબની દુકાન બાહર લોકો મોટી સંખ્યામાં લાઇન લગાવે છે. જેના અનેક દ્રશ્યો અત્યાર સુધી જોવા મળ્યા છે.

56 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો

ગુજરાતના સુરત શહેરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનાર છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારની ખુલ્લી જગ્યામાં ગઇકાલે હજાર, બે હજાર કે પાંચ હજાર બોટલ નહીં પરંતુ 56 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે. તમામ બોટલ ઉપર બુલડોઝર ચલાવીને વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રહેણાંક મકાનમાંથી 132 વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપક્ડ

વિદેશી દારૂની બોટલની કિંમત 72 લાખ રૂપિયા
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરી 56,000 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. જેનો આજે પાંડેસરા વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે. તમામની કિંમત 72 લાખ રૂપિયા છે.

વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું

આ પણ વાંચો : અમદાવાદમાં ઘૂસે તે પહેલા જ પોલીસે 204 વિદેશી દારૂની બોટલ સાથે 4ને ઝડપી પાડ્યા

કોરોના કાળની પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલ જપ્ત

શહેરમાં માત્ર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂનો આ જથ્થો હતો અને તેના કરતાં પણ સૌથી અગત્યની વાત આ છે કે, આ છેલ્લા એક વર્ષ દરમિયાન જપ્ત કરાયેલો વિદેશી દારૂની બોટલો છે. ગુજરાતમાં દારૂના વેચાણ ને લઇ પ્રતિબંધ છે છતાં છેલ્લા એક વર્ષ દરમિયાન લોકડાઉન અને કોરોના કાળની પરિસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલ જપ્ત કરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.