સુરતના સચિનમાંથી બોગસ પોલીસકર્મી ઝડપાયો, અસલ પોલીસે બોગસ પોલીસને રંગેહાથ ઝડપ્યો

author img

By

Published : Dec 28, 2022, 6:55 PM IST

Bogus policeman caught from Sachin in Surat

સુરતમાં પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યા (Bogus policeman caught from Sachin in Surat) છે. ક્રાઈમ બ્રાંચના (surat crime branch) પોલીસ કર્મચારીની ખોટી ઓળખ આપી તેમજ પોલીસ વિભાગ દ્વારા ચાની કેબીન આપવામાં આવશે તેવી વાત કરી 3500 રૂપિયાની માંગણી કરતા નકલી પોલીસને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત: સુરતમાં નકલી પોલીસ બનીને ખોટા કામ કરનાર યુવકને અસલી પોલીસ સામે ભેટો થઈ જતા તેની ઝડપી પાડ્યો (Bogus policeman caught from Sachin in Surat) છે. સચિન પોલીસને જાણકારી મળી હતી કે સચિનના ઔદ્યોગિક વિસ્તારમાં એક ઈસમ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકે આપી રહ્યો (crime branch) છે. એટલું જ નહીં પોતાનું નામ અંકિત ભાઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ વાળા હોવાનું જણાવે છે. પોલીસ વિભાગ દ્વારા ચાની કેબીન આપવામાં આવશે તેવી વાત કહી એક વ્યક્તિ પાસેથી 3500 રૂપિયા માંગ્યા છે. જેણી માહિતી સચિન પોલીસને થતા પોલીસનો કાફલો સચિન હાજીવાળા પાસે ચાની દુકાન પાસે પહોંચી ગયો હતો અને બાઈક પર બેઠેલા આરોપી અંકિતની ધરપકડ કરી હતી (police arrested bogus policeman) છે.

સુરતના સચિનમાંથી બોગસ પોલીસકર્મી ઝડપાયો
સુરતના સચિનમાંથી બોગસ પોલીસકર્મી ઝડપાયો

બાઈકમાં ડંડો લગાવી ફરતો: સચિન પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ સચિન પોલીસે આરોપી પાસે આઈકાર્ડ માંગતા તેણે આઈકાર્ડ બનાવવાનું બાકી છે. તેમ કહ્યું હતું જેથી પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી જણાવ્યું હતું અને તે પોલીસમાં નોકરી કરતો ન હોવાનું કબુલ્યું (Bogus policeman caught from Sachin in Surat) હતું. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 86590, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી. પોતાને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોય તે પોલીસ જેવું ખાખી પેન્ટ, બેલ્ટ તેમજ બાઈકમાં ડંડો લગાવી ફરતો હતો. આ ઉપરાંત પોલીસ જેવા વાળ પર કટ કરાવ્યા (Bogus policeman caught from Sachin in Surat) હતા.

આ પણ વાંચો ક્રાઈમની સીરીયલો જોઇ પુર્વ પત્નીને એચઆઈવીનું ઇન્જેક્શન માર્યું

નકલી પોલીસની પૂછપરછ: ​​​​​​​પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 86,590, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી. આમ સચિન પોલીસે પોતે પોલીસ વિભાગના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપનારની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપીએ આવી રીતે કોઈ પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે મામલે પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે. તેણે પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં નિષ્ફળ ગયો હતો. નકલી પોલીસ બની તે ફરી રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી (Bogus policeman caught from Sachin in Surat) હતી

આ પણ વાંચો લવજેહાદની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ

આરોપી મૂળ તાપીનો રહેવાસી: પૂછપરછમાં પોલીસને જાણ મળી હતી કે, આ મોહમ્મદ ઇલ્યાસ મૂળ તાપી જિલ્લાનો રહેવાસી છે અને ત્યાં મજૂરી કામ કરે છે. પોલીસ ખાતામાં નોકરી ન કરતો હોવા છતાં પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવાનું લોકોને જણાવી પોલીસ હોવાનો ખોટો ભ્રમ પેદા કરતો હતો. જેથી સચિન પોલીસે આ મોહમ્મદ ઇલ્યાસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી (Bogus policeman caught from Sachin in Surat) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.