પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવમાં ભુપેન્દ્ર પટેલે કર્યું કન્યાદાન

author img

By

Published : Dec 25, 2022, 1:16 PM IST

Bhupendra Patel performed Kanyadaan in grand wedding ceremony of 300 daughters by Surat PP Savani Group.

સુરતમાં પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લગ્નોત્સવમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ કન્યાદાન (Bhupendra Patel Kanyadaan grand wedding ceremony) કરી 300 દીકરીઓ અને પીપી સવાણી ગ્રુપને શુભેચ્છા પાઠવી હતી.(wedding ceremony of 300 daughters PP Savani Group)

સુરતઃ પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવનુ આયોજન (Surat grand wedding ceremony of 300 daughters ) કરવામાં આવ્યુ હતું. તા.૨૪ અને ૨૫ ડિસેમ્બર પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવ અંતર્ગતરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel Kanyadaan grand wedding ceremony) ઉપસ્થિત રહી 150 નવદંપતિઓને સુખમય દામ્પત્ય જીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

Bhupendra Patel performed Kanyadaan in grand wedding ceremony of 300 daughters by Surat PP Savani Group
પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ

વિવિધતામાં એકતાની સંસ્કૃતિઃ આ ભવ્ય લગ્નન ઉત્સવમાં દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. દરેક સમૂહ લગ્નનમાં તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્નન કરાવામાં આવે છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ લગ્નન થાય છે. આ લગ્નોત્સવમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભર માંથી દીકરીઓ જોડાયા છે. આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે. (wedding ceremony of 300 daughters PP Savani Group)

Bhupendra Patel performed Kanyadaan in grand wedding ceremony of 300 daughters by Surat PP Savani Group
પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ

દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારીઃ આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. 'કન્યાદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ ૨૦૧૨થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી ‘દીકરી જગત જનની' લગ્નોત્સવ યોજી છે. એવા સવાણી અને લખાણી પરિવારને અભિનંદન.

Bhupendra Patel performed Kanyadaan in grand wedding ceremony of 300 daughters by Surat PP Savani Group
પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ

આ પણ વાંચોઃ PM મોદીએ 'મન કી બાત'માં કહ્યું માસ્ક અને હાથ ધોવા જેવી સાવચેતીઓનું ધ્યાન રાખો

જાતે કમાઈને અન્યને ખવડાવવુંઃ ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે. આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્ય જીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી સૌ નવદંપતિઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવું છું.

Bhupendra Patel performed Kanyadaan in grand wedding ceremony of 300 daughters by Surat PP Savani Group
પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ

સમુહ લગ્નો પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિઃ ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, લગ્નન એ બે કુટુંબને જોડતી કડી છે.સંગઠિત અને પ્રગતિશીલ સમાજ દ્વારા યોજાતા સમુહ લગ્નો કરકસર અને સંયમનું પ્રતિબિંબ છે. સમુહ લગ્નો પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિને વેગ મળે છે. પિતાવિહોણી દીકરીઓનો અનોખો સમુહ લગ્નોત્સવ એ સર્વ સમાજની દીકરીઓને નવી ખુશી, નવી ઉર્જા પ્રદાન સાથે સદ્દભાવ, સમભાવનું કેન્દ્ર બન્યું છે.

Bhupendra Patel performed Kanyadaan in grand wedding ceremony of 300 daughters by Surat PP Savani Group
પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ

આ પણ વાંચોઃ ભવનાથ મંદિરમાં જોવા મળી અલૌકિક ઘટના : ભગવાન વિષ્ણુ સાક્ષત મહાદેવને આવ્યા મળવા

સુરતના નામે વધુ એક સિધ્ધીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને સમાજને નવો સંદેશ આપ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિધ્ધી છે. આ સમૂહલગ્ન થકી નવા, ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક તાંતણે બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.